Loading...

SBIની આ સ્કીમે આપ્યું FDથી 7 ગણું રિટર્ન, તમારી પાસે પણ છે મોકો

જાણો SBIની આ સ્કીમમાં કેવી રીતે કરી શકાય રોકાણ અને કેટલું મળી શકે છે રિટર્ન

Divya Bhaskar Sep 08, 2018, 08:44 PM

યુટિલિટી ડેસ્ક: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)બેન્કિંગ સિવાય ઇન્શ્યોરન્સ, ડેટ અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સુધીના વ્યાપાર સાથે જોડાયેલ છે. આ જ બિઝનેસ સાથે સંબંધિત SBIની એક સ્કીમ ખૂબ જ ચર્ચામાં છે, જેણે એફડી પર મળતા વ્યાજની સરખામણીમાં રોકાણકારોને 7 ગણાથી પણ વધારે રિટર્ન અપાવ્યું છે. SBIની આ સ્કીમ આઇટી સેક્ટર પર ફોકસ સ્કીમ છે. આ સ્કીમમાં રોકાણકારોને છેલ્લા એક વર્ષમાં લગભગ 50 ટકા રિટર્ન મળ્યું છે.

આ સ્કીમમાં મળ્યું 50 ટકા રિટર્ન
મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ ઘણી કેટેગરીમાં પોતાની સ્કીમ્સને લોન્ચ કરે છે. જેમાં એક છે આઇટી સેક્ટર પર ફોક્સ્ડ ફંડ. આ કેટેગરીની સ્કીમ્સમાં આઇટી સેક્ટરની કંપનીઓમાં રોકાણ કરવામાં આવે છે. અમે અહીં SBI Technology Opportunities Fundની વાત કરી રહ્યા છીએ, જેણે છેલ્લા એકવર્ષમાં 49.98 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કોઇએ એક વર્ષ પહેલા આ સ્કીમમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હશે તો હાલમાં તેની બેલ્યૂ 1.50 લાખ રૂપિયા થઇ ગઇ હશે. વિભિન્ન બેન્ક સામાન્ય રીતે એફડી પર 7 ટકા વ્યાજ આપે છે.

આઇટી કોક્સ્ડ ટોપ 5 સ્કીમ્સમાં રિટર્ન

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ 1 વર્ષ (%માં)
Tata Digital India Fund - Regular Plan 66.02
ICICI Prudential Technology Fund 54.35
Aditya Birla Sun Life Digital India Fund 53.23
SBI Technology Opportunities Fund 49.98
Franklin India Technology Fund 39.24

112 કરોડ રૂપિયાનું છે એયૂએમ

એસબીઆઇનું આ મ્યુચ્યુઅલ ફંડ 19 વર્ષ પહેલા લોન્ચ થયું હતું, જેનું એસેટ અંડર મેનેજમેન્ટ હાલમાં 112 કરોડ રૂપિયા (31 જુલાઇ,20180) છે. જો કે ઇક્વિટી ફોક્સ્ડ હોવાના કારણે આવા ફંડ્સને હાઇ રિસ્ક વાળા માનવામાં આવે છે. લોન્ચિંગથી અત્યાર સુધી આ ફંડે વાર્ષિક એવરેજ 14.30%નું રિટર્ન આપી રહ્યું છે.

કેવી રીતે કરી શકાય રોકાણ
આ ફંડમાં મિનિમમ 5 હજાર રૂપિયાનું રોકાણ કરી શકાય છે, જો કે એડીશનલ 1000 રૂપિયાનું રોકાણ કરી શકે છે. તેના માટે ઓછામાં ઓછા 12 ચેક આપવાના રહેશે. 15 દિવસોની અંદર રિડેમ્પ્શન પર 0.5 ટકા એગ્ઝિટ લોડ લાગે છે.

(નોધ: રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ અને માર્કેટ એક્સપર્ટ્સ દ્વારા કરવામાં આવી છે, મહેરબાની કરીને તમે પોતાના એક્સપર્ટસ દ્વારા આ સ્કીમ વિશે જાણી અને સમજીને જ માર્કેટમાં પૈસા લગાવવા. કારણકે માર્કેટમાં રોકાણ પોતાના જોખમ પર રહે છે. )


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: This scheme of SBI gives 7 times the return on FD
(News in Gujarati from Divya Bhaskar)