માત્ર ગરીબ વિચારે છે આ 10 વાતો, ધનિકોને નથી હોતી તેની ચિંતા

ધનિકો અને ગરીબોની વિચારસરણીમાં હોય છે તફાવત

Divyabhaskar.com Oct 24, 2018, 07:36 PM IST

યુટિલિટી ડેસ્કઃ વિચારોમાં અંતર જ ગરીબને ગરીબ અને ધનિકને વધારે ધનિક બનાવે છે. કારણ કે, ગરીબ હંમેશા જે વાતને લઇને ભય અનુભવે છે, સામાન્ય રીતે ધનિકોને તેની કોઇ ચિંતા હોતી નથી. ઇંક ડોટકોમનો એક અહેવાલ જણાવે છેકે ધનિકપણું કિસ્મતથી નહીં વિચારોથી આવે છે અને વિચારોના મામલે ધનિકો હંમેશા ગરીબો પર ભારે પડે છે.

 

એવું નથી કે ગરીબોમાં ધનિક બનવાની કુશળતા નથી હોતી, પરંતુ તેમનું ફોકસ અલગ હોય છે. ધનિક પોતાના ગોલને લઇને વધારે ગંભીર હોય છે, જ્યારે ગરીબને તેનાથી કોઇ ફેર પડતો નથી. વિશ્વભરમાં 80 ટકા ધનિક લોકો પોતાની સફળતાનું કારણ ગોલ પર ફોકસને માને છે. તે પોતાના નક્કી કરેલા ગોલને મેળવવા માટે મહેનત કરે છે. તેમના માટે ગોલ હાંસલ કરવા માટે કોઇ ચાન્સ ફેક્ટર નથી હોતું. ચાલો જાણીએ 10 એવી વાતો અંગે જે માત્ર ગરીબ વિચારે છે, તેનાથી ધનિકોને કોઇ ફેર પડતો નથી. 

 

10 વાતો જે ગરીબ વિચારે છે......
નંબર-1: મારે પૈસા કમાવવા માટે કામ કરવું છે.
નંબર-2: સંપત્તિ ખરાબ હોય છે અને તેનાથી માનવીનું બ્રેઇન ખરાબ થાય છે.
નંબર-3: ધનિક બનવા માટે ભાગ્ય અને સારા કનેક્શનની જરૂર હોય છે.
નંબર-4: મારે કોઇ એક રસ્તો શોધવો પડશે જ્યાંથી મને રેગ્યુલર આવક થતી રહે.
નંબર-5: હું માત્ર એટલા જ બચાવી શકુ છું જે ખર્ચ પૂરા કર્યા બાદ વધ્યા છે.
નંબર-6: મને મારી નોકરી પ્રમાણે પૈસા મળવા જોઇએ.
નંબર-7: મારે અવસરની રાહ જોવી જોઇએ.
નંબર-8: હું મારા ઉદ્દેશ્યમાં સફળ નથી થઇ રહ્યો. એ હું કરી શકીશ નહીં.
નંબર-9:  મારે જ્યાં પહોંચવાનું છે ત્યાં મારા પૈસાના જોરે પહોંચવું છે.
નંબર-10: મારે સ્માર્ટ બનવું પડશે.

 

ધનિકોને કોઇ ફેર નથી પડતો
ગરીબ લોકો કિસ્મત, સફળતાને લઇને જ્યાં આ પ્રકારની વાતો વિચારે છે, ત્યાં ધનિકોને આ બધી વાતોથી કોઇ ફેર પડતો નથી. પરંતુ કિસ્મત, સફળતા, અવસરો અને પૈસાને લઇને તેમનો એપ્રોચ કંઇક આવો હોય છે....

 

નંબર-1: મારે પૈસાથી મારું કામ કરાવવાનું છે.
નંબર-2:  પૈસા એ સ્વતંત્રતા આપે છે કે મને મારી સગવડો સાથે સમજૂતી ન કરવી પડે.
નંબર-3: ધનિક બનવા માટે મારે આકરી મહેનત કરવી પડશે અને મારી જીંદગી બદલવી પડશે. 
નંબર-4 : રેગ્યુલર આવક માટે માકે અનેક જગ્યાએથી પૈસા કમાવવાના છે.
નંબર-5 : હું પહેલા 20 ટકા સેવ કરીશ અને બાદમાં જોઇશ કે 80 ટકાનું શું કરવાનું છે.
નંબર-6 : મને એટલા પૈસા મળવા જોઇએ, જેટલી હું મહેનત કરી રહ્યો છું.
નંબર-7 :  મારે અવસરો બનાવવા પડશે.
નંબર-8 : હું મારા ઉદ્દેશ્યમાં સફળ નથી થઇ રહ્યો, મારે એ માટે બીજા રસ્તા શોધવા પડશે. 
નંબર-9 : મારે બીજાને એ વાતથી રાજી કરવાના છે કે મારા પર પૈસા લગાવે. 
નંબર-10: મારી પાસે સારા આઇડિયા હોવા જોઇએ. મારે એવા લોકોની વચ્ચે રહેવું જોઇએ જે એક્સપર્ટ છે અને ક્યારેય હાર નથી માનતા. 

Share
Next Story

હવે 1 નવેમ્બરથી જનરલ રેલવે ટિકિટ પણ લઇ શકશો ઓનલાઇન, જાણો બુકિંગની પ્રક્રિયા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: this 10 difference between rich and poor approach or thinking
(News in Gujarati from Divya Bhaskar)