સુવિધા / ટ્રેન ઉપડવાના 4 કલાક પહેલાં બોર્ડિંગ સ્ટેશન બદલી શકાશે

Divyabhaskar.com Apr 18, 2019, 01:26 PM IST

અમદાવાદઃ રેલવેએ રિઝર્વેશનના નિયમમાં 1 મેથી વધુ એક ફેરફાર કર્યો છે. હવે પેસેન્જર્સ ટ્રેન ઉપડવાના 4 કલાક પહેલાં બોર્ડિંગ સ્ટેશન બદલી શકશે. અગાઉ પેસેન્જર્સને બોર્ડિંગ સ્ટેશન બદલવા માટે 24 કલાક પહેલા અરજી આપવી પડતી હતી. 


આ નવો નિયમ મેલ એક્સ. ઉપરાંત રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસમાં પણ લાગુ થશે 
ટ્રેનમાં એડવાન્સ રિઝર્વેશન કરાવ્યા બાદ ઘણીવાર પેસેન્જર્સ મુસાફરી કરતા પહેલા જરૂરી કામથી અન્ય શહેરોમાં જતા હોય છે. ત્યારે તેમને નિર્ધારિત સમયે ટ્રેન પકડવાની ચિંતા હોય છે. આ સ્થિતિમાં ઘણીવાર તેઓ સમયસર સ્ટેશને ન પહોંચી શકતા ટીટીઈ ચેકિંગ દરમિયાન સીટ પર ગેરહાજર માની તેમની ટિકિટ અન્ય પેસેન્જરને ફાળવી દેતા હતા. 


રેલવેએ બહાર પાડેલા નવા આદેશ મુજબ હવે 1 મેથી રિઝર્વેશન ચાર્ટ તૈયાર થતાં પહેલા એટલે કે 4 કલાક પહેલા પણ પેસેન્જરો બોર્ડિંગ સ્ટેશન બદલી શકશે. બોર્ડિંગ સ્ટેશન બદલવા માટે પેસેન્જરોએ 139 પર ફોન કરવો પડશે. એ જ રીતે સ્ટેશન મેનેજર, સ્ટેશન સુપરવાઈઝર કે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (પીઆરએસ)માં અરજી પણ આપી બોર્ડિગ સ્ટેશન બદલાવી શકે છે. 
જોકે, નવા નિયમ મુજબ બોર્ડિંગ સ્ટેશન બદલવા છતાં તેમને રિફંડ આપવામાં નહીં આવે અથવા તેમની પાસે કોઈ વધારાનો ચાર્જ પણ લેવામાં નહીં આવે. આ નવો નિયમ મેલ એક્સપ્રેસ ઉપરાંત રાજધાની અને શતાબ્દી એક્સપ્રેસમાં પણ લાગુ થશે. 

Share
Next Story

યોજના / સોલર પમ્પ માટે કેન્દ્ર સરકાર આપશે સબસિડી, હવે ઘંટીથી લઇને કોલ્ડ સ્ટોરેજ લગાવવામાં ફાયદો થશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: The boarding station can be changed 4 hours before departure of the train
(News in Gujarati from Divya Bhaskar)