રિઝલ્ટ / શિક્ષણ બોર્ડ માર્કશીટમાં નામ-અટકની ભૂલ વિનામૂલ્યે સુધારી આપશે, સ્કૂલે 90 દિવસમાં લેખિત અરજી કરવાની રહેશે

Divyabhaskar.com Apr 21, 2019, 12:52 PM IST

ગાંધીનગર: શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની માર્કશીટમાં નામ, બેઠક નંબર કે અટકમાં સ્પેલિંગ સહિત કોઇપણ પ્રકારની ભૂલ હશે તો મફતમાં સુધારી આપશે. જોકે ભૂલ સુધારણા માટે સ્કૂલે 90 દિવસમાં શિક્ષણ બોર્ડની કચેરીને લેખિતમાં જાણ કરવાની રહેશે. 

 

હાલના નિયમ મુજબ 1 વર્ષમાં ભૂલ સુધરાવાની હોય તો કોઈ ચાર્જ લેવાતો નથી. પરંતુ 1 વર્ષ પછી સુધારો કરાવવામાં આવે તો રૂ. 50 ચાર્જ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે ઉત્તરવહિના મૂલ્યાંકની કામગીરી પણ પૂરી કરી છે. હવે પરિણામની તૈયારી ચાલે છે. માર્કશીટ છાપવાની કામગીરી એજન્સીને આપવામાં આવે છે. 

 

જોકે એજન્સી દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની માર્કશીટ છાપકામ દરમિયાન વિદ્યાર્થીના નામ, અટક કે જન્મતારીખ કે બેઠક નંબરમાં ઘણી વખત ભૂલો થતી હોય છે. વિદ્યાર્થીઓની માર્કશીટમાં છપાયેલી ભૂલોની પાછ‌ળ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ પોતાને જવાબદાર ગણીને તેને સુધારવા કોઇ ચાર્જ વિદ્યાર્થી પાસેથી નહી લેવાનો નિર્ણય કરાયો છે. 

 

એકાદ કલાકમાં જ સુધારો થઈ જશે 
ધો-10ના મદદનીશ શિક્ષણ સચિવ ભીખાભાઇ ચૌધરીએ કહ્યું કે, સ્કૂલોએ માર્કશીટમાં ભૂલ સુધારવા શિક્ષણ બોર્ડને પરિણામના 90 દિવસમાં માર્કશીટ સાથે અરજી કરવાની રહેશે. શિક્ષણ બોર્ડ એકાદ કલાકમાં સુધારેલી માર્કશીટ આપશે.

Share
Next Story

પરીક્ષા / ચૂંટણીને લીધે CAની વિવિધ પરીક્ષાની તારીખમાં ફેરફાર, હવે 27મેથી 12 જૂન વચ્ચે પરીક્ષા લેવાશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: The board will correct the mistakes of mark sheet without taking any money
(News in Gujarati from Divya Bhaskar)