બંધ થવા જઇ રહી છે SBIની આ સર્વિસ, તમે પણ થઇ જાઓ એલર્ટ

30 નવેમ્બરથી બંધ થઇ જશે મોબાઇલ વોલેટ SBI Buddy

Divyabhaskar.com Oct 27, 2018, 03:13 PM IST

યુટિલિટી ડેસ્કઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા(SBI)એ પોતાની મોબાઇલ વોલેટ SBI Buddyને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ગ્રાહકોને જાણકારી આપતા એસબીઆઇએ કહ્યું કે તેણે પોતાની મોબાઇલ વોલેટને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બેન્કે એ વોલેટ પહેલાં જ બંધ કરી દીધા છે, જેમાં કોઇ બેલેન્સ નથી. અત્યાર સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે, જે ખાતામાં બેલેન્સ છે, બેન્ક તેને કેવી રીતે અને ક્યારે બંધ કરશે. બેન્કની ઓફિશિયલ વેબસાઇટ થકી લોકોને સુચિત કરવામાં આવ્યા છે કે 30 નવેમ્બર સુધીમાં મોબાઇલ વોલેટ SBI Buddyને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. 

 

SBIએ વર્ષ 2015માં લોન્ચ કરી હતી SBI Buddy
તમને જણાવી દઇએ કે એસબીઆઇએ 2015માં મોબાઇલ વોલેટના વધતા ચલણને ધ્યાનમાં રાખીને મોબાઇલ વોલેટ SBI Buddyને લોન્ચ કર્યું હતું.. એસબીઆઇ મોબાઇલ વોલેટ લોન્ચ કરનારી આ પહેલી બેન્ક નથી. તેના પહેલા HDFC અને ICICI પોકેટ નામથી મોબાઇલ વોલેટ લોન્ચ કરી ચૂકી હતી. SBIનું આ વોલેટ માત્ર બેન્કના ગ્રાહકો માટે જ નહોતી પરંતુ તમામ અન્ય બેન્કના ગ્રાહકો માટે પણ ઉપલબ્ધ હતું. 

 

કસ્ટમર્સ એન્ગેજમેન્ટ વધારવા માટે SBIએ રિલાયન્સ સાથે કરી ડીલ
બેન્કએ આ વોલેટ બંધ કરવાની સાથે ઇન્ટિગ્રેટેડ ડિજિટલ બેન્કિંગ પ્લેટફોર્મ SBI YONOને લોન્ચ કર્યું છે. ભારતમાં વધતા મોબાઇલ ગ્રાહકો અને ટેક સેવી લોકોને ધ્યાનમાં રાખીને SBIએ આ એપ લોન્ચ કરી છે. સાથે જ બેન્કે પોતાના કસ્ટમર્સ એન્ગેજમેન્ટ વધારવા માટે રિલાયન્સ સાથે એક ડીલ કરી છે. આ ડીલ થકી માય જિયો એપ તમને SBI અને જિયો પેમેન્ટ બેન્કની મદદથી નાણાકીય સેવાઓ આપશે. 

Share
Next Story

પહેલાથી રાખો સંપૂર્ણ તૈયારી, દિવાળીથી પાંચ દિવસ સુધી સતત બંધ રહેશે બેન્ક

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: sbi will shut down its mobile wallet sbi buddy
(News in Gujarati from Divya Bhaskar)