સ્કીમ / ઘરમાં પડેલું સોનું કરાવશે કમાણી, SBI તક આપી રહી છે

Divyabhaskar.com Apr 22, 2019, 03:38 PM IST

યુટિલિટી ડેસ્કઃ સામાન્ય રીતે લોકો બેંકને બદલે પોતાના ઘરમાં સોનું રાખવાનું પસંદ કરે છે. પરંતુ ઘરમાં સોનું રાખવાથી હંમેશાં ચોરીનો ડર રહે છે. આજે અમે તમને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ની એક એવી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જેના દ્વારા સોનું સલામત રાખી શકાય છે અને તેનાથી કમાણી પણ કરી શકાય છે.


સ્કીમનું નામ છે R-GDS
SBI તરફથી રિવેમ્પ્ડ ગોલ્ડ ડિપોઝીટ સ્કીમ (R-GDS) દ્વારા ગ્રાહકોને બેંકમાં સોનું મૂકવા પર વ્યાજ આપવામાં આવે છે. આ સ્કીમ હેઠળ ગ્રાહક ઘરમાં પડેલું કિંમતી સોનું બેંકમાં જમા કરીને સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે કમાણી પણ કરી શકે છે. જોકે, આ સ્કીમનો ફાયદો ઉઠાવવા માટે તમારે ઓછામાં ઓછું 30 ગ્રામ સોનું જમા કરાવવું પડશે. આ સ્કીમમાં મહત્તમ સોનું જમા કરાવવા માટે કોઈ લિમિટ રાખવામાં આવી નથી. આ સ્કીમમાં કોઈ વ્યક્તિ એકલો અથવા કોઈ અન્ય વ્યક્તિ સાથે સંયુક્ત રીતે જમા કરાવી ફાયદો ઉઠાવી શકે છે.


આટલા વર્ષ માટે જમા કરાવવું પડશે સોનું
SBIની ગોલ્ડ ડિપોઝીટ સ્કીમ હેઠળ 3 પ્રકારનાં ઓપ્શન છે. આ ત્રણ ઓપ્શન છે - શોર્ટ ટર્મ ડિપોઝીટ, મીડિયમ ટર્ન ગવર્મેન્ટ ડિપોઝીટ અને લોન્ગ ટર્મ ગવર્મેન્ટ ડિપોઝીટ. શોર્ટ ટર્મ બેંક ડિપોઝિટ હેઠળ 1થી 3 વર્ષ, મીડિયમ ટર્મ ગવર્મેન્ટ ડિપોઝિટમાં 5થી 7 વર્ષ અને લોન્ગ ટર્મ ગવર્મેન્ટ ડિપોઝીટ માટે 12થી 15 વર્ષ માટે સોનું જમા કરાવી શકાય છે. 


કેટલું વ્યાજ મળશે?
શોર્ટ ટર્મ બેંક ડિપોઝિટમાં 1 વર્ષ માટે સોનું જમા કરાવવા પર 0.55%, 1 થી 2 વર્ષ માટે 0.55 અને 2 થી 3 વર્ષ માટે 0.60% વ્યાજ આપવામાં આવે છે. એ જ રીતે મીડિયમ ટર્મ ગવર્મેન્ટ ડિપોઝીટ પર 2.25 ટકા વ્યાજ મળશે, જ્યારે લોન્ગ ટર્મ ગવર્મેન્ટ ડિપોઝીટ પર 2.50 ટકાના દરે વ્યાજ મળશે.


કેવી રીતે જમા કરાવશો સોનું?
જો તમારા ઘરમાં સોનું પડ્યું છે તો તમે SBI દ્વારા પસંદ કરેલી કેટલીક શાખાઓમાં સોનું જમા કરાવી શકો છો. આ માટે ગ્રાહકોએ આઈડી પ્રુફ અને અડ્રેસ પ્રુફ લઈ જવાનું રહેશે. આ સ્કીમની વધુ જાણકારી SBIની વેબસાઇટ https://www.sbi.co.in/portal/web/personal-banking/revamped-gold-deposit-scheme-r-gds પર આપવામાં આવી છે.

Next Story

રિઝલ્ટ / શિક્ષણ બોર્ડ માર્કશીટમાં નામ-અટકની ભૂલ વિનામૂલ્યે સુધારી આપશે, સ્કૂલે 90 દિવસમાં લેખિત અરજી કરવાની રહેશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: sbi offers gold deposit scheme
(News in Gujarati from Divya Bhaskar)