સાઇબર વીમો / SBIની નવી સુવિધા, મોબાઇસ-લેપટોપ હેક અથવા કરપ્ટ થઈ જશે તો ક્લેમ કરી શકાશે

Divyabhaskar.com Apr 23, 2019, 05:11 PM IST

યુટિલિટી ડેસ્કઃ જો કોઈ મોબાઇલ, લેપટોપ અથવા કમ્પ્યુટર અચાનક હેક થઈ જાય અથવા ડેટા કરપ્ટ થઈ જાય તો મોટું નુકસાન થાય છે. કંપનીઓના સ્તર પર તો આ એક મોટું નુકસાન કહેવાય છે. તેથી, SBI  જનરલ ઈન્શ્યોરન્સ કંપનીએ સાઇબર-ડિફેન્સ વીમો લોન્ચ કર્યો છે. આ વીમો તમારો ડેટા ખોવાઈ જવો અને હેકિંગ દરમિયાન વ્યવસાયમાં નુકસાન થવા જેવા ઘણાં જોખમોને કવર કરે છે.


ગુપ્ત જાણકારી સાર્વજનિક થઈ જવાથી આ વીમો નુકસાનની ભરપાઈ કરે છે
કંપનીએ કહ્યું છે કે, પ્રારંભિક તબક્કામાં આ વીમા પ્રોડક્ટ નાની કંપનીઓ અથવા નાના બિઝનેસની જરૂરિયાતો પૂરી કરશે. થોડા સમય બાદ તેને વિસ્તૃત કરી તેને મોટી કંપનીઓ માટે પણ તૈયાર કરવામાં આવશે. Cyber Defence Insurance  સાઇબર કાયદાના ઉલ્લંઘન અને છેતરપિંડીના વધતા જોખમ સામે રક્ષણ પૂરું પાડે છે.


આ વીમો સાઇબર જોખમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. તેમાં હેકિંગનો હુમલો, તમારી ઓળખ સંબંધિત ડેટાની ચોરી અને તમારી ગુપ્ત જાણકારી સાર્વજનિક થવાથી બિઝનેસમાં આવતી મુશ્કેલીઓ પણ સામેલ છે.


સાઇબર હુમલો થવાથી તુરંત મદદ કરે છે વીમા પોલિસી
SBI  જનરલ ઈન્શ્યોરન્સમાં રીઈન્શ્યોરન્સના પ્રમુખ શ્રી સુબ્રમણ્યમ બી.એ જણાવ્યું કે, 'વ્યવસાયોમાં વધતા હેકિંગ અને ડેટા ચોરીના કારણે સાઇબર વીમાના ક્ષેત્રનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. તેમજ આ પ્રકારનો વીમો વર્તમાન સાઇબર સિક્યોરિટીને મજબૂત કરવા માટેનું એક નક્કર પગલું છે. આ ઉત્પાદન દ્વારા સાઇબર હુમલાની ઘટના પછી ગ્રાહકને તે જ સમયે વીમો ક્લેમ કરવાનો વિકલ્પ પણ ઓફર કરવામાં આવે છે. આ વીમા યોજના હેઠળ, સાઇબર ઘટનાના સંદર્ભમાં દિવસના 24 કલાકની અંદર જ વીમાની સુવિધા પૂરી પાડવામાં આવે છે.


એક વર્ષમાં 50 ટકા ઊછાળો આવ્યો
દેશમાં સાઇબર વીમાની માગમાં એક વર્ષમાં 50 ટકા ઉછાળો આવ્યો છે. સરકારી બેન્કો સહિત દેશની લગભગ 250 કંપનીઓએ આ વર્ષે સાઇબર વીમા કવર ખરીદ્યું છે. આ કારણથી સાઇબર વીમા પોલિસીનું વેચાણ 2017માં અગાઉના એક વર્ષ પહેલાની તુલનામાં 50 ટકા વધુ રહ્યું છે.


કંપનીઓના બોર્ડ રૂમમાં સાઇબર જોખમો વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. મુંબઇ સ્થિત વીમા બ્રોકિંગ ફર્મ માર્શ ઈન્ડિયાના જણાવ્યા મુજબ, 2016ની સરખામણીમાં 2017માં સાઇબર સિક્યોરિટી કવરમાં 50 ટકા ઉછાળો આવ્યો છે. આ ફર્મનો સાઇબર ઇન્શ્યોરન્સ સેગમેન્ટમાં મોટો હિસ્સો છે.

Next Story

સુવિધા / SBIએ શરૂ કરી નવી સર્વિસ, બ્રાન્ચમાં ગયા વગર ઘેરબેઠાં પૈસા જમા કરાવી શકાશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: sbi launched new service of cyber insurance for their customers
(News in Gujarati from Divya Bhaskar)