સુવિધા / SBIએ શરૂ કરી નવી સર્વિસ, બ્રાન્ચમાં ગયા વગર ઘેરબેઠાં પૈસા જમા કરાવી શકાશે

Divyabhaskar.com Apr 22, 2019, 05:33 PM IST

યુટિલિટી ડેસ્કઃ દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ તેના ખાસ ગ્રાહકો માટે 'ડોર સ્ટેપ બેંકિંગ' સુવિધા લોન્ચ કરી છે. આ ખાસ સર્વિસ 70 વર્ષથી મોટી ઉંમરના સીનિયર સિટિઝન અને વિકલાંગ ગ્રાહકો માટે શરૂ કરવામાં આવી છે. આ સુવિધા હેઠળ કેશ પિકઅપ અને ડિલિવરી સહિત અન્ય ઘણી સુવિધાઓ ગ્રાહકોને મળશે. RBI દ્વારા આપવામાં આવેલાં સૂચનો પછી બેન્કો ખાસ ગ્રાહકો માટે ડોર-સ્ટેપ બેંકિંગ સર્વિસ શરૂ કરી રહી છે.


ડોર-સ્ટેપ બેંકિંગ સર્વિસ
આ સુવિધા હેઠળ ગ્રાહકોને 6 સુવિધા મળશે. તેમાં કેશ પિકઅપ અને ડિલિવરી, ચેક પિકઅપ, ચેકબુક ઓર્ડર કરવા માટેની સ્લિપ પિકઅપ, ડ્રાફ્ટ ડિલિવરી અને ટર્મ ડિપોઝિટની સલાહ, લાઇફ સર્ટિફિકેટ પિકઅપ, આવકવેરા હેતુ માટે 15-H ફોર્મ પિકઅપનો સમાવેશ થાય છે.


આ રીતે ઉઠાવી શકશો સુવિધાનો ફાયદો
ડોરસ્ટેપ બેંકિંગ સર્વિસનો લાભ ફક્ત KYC (નૉ યોર કસ્ટમર) લિંક કરાવેલા ખાતાધારકોને જ મળશે. જે લોકોએ SBIના અકાઉન્ટમાં પોતાનો માન્ય મોબાઇલ નંબર રજિસ્ટર કરાવેલો હોય અને જેઓ SBIની હોમ બ્રાન્ચથી 5 કિલોમીટરની અંદર રહેતા હોય તે લોકો જ આ સુવિધાનો લાભ ઉઠાવી શકશે. જોઇન્ટ અકાઉન્ટ, નાનાં બાળકોનાં અકાઉન્ટ અને નોન પર્સનલ અકાઉન્ટને આ સુવિધા મળશે નહીં.


આપવી પડશે ફી
આ સુવિધા હેઠળ માન્ય ગ્રાહકોએ આ સર્વિસ માટે ફી ચૂકવવી પડશે. ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે 100 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચૂકવવા પડશે. નોન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે 60 રૂપિયા ફી ચૂકવવી પડશે. આ ઓફરનો લાભ ઉઠાવવા તમારે SBIની હોમ બ્રાંચમાં જઇને રજિસ્ટર કરાવવું પડશે. વિકલાંગ લોકોએ આ માટે મેડિકલ સર્ટિફિકેટ પણ આપવું પડશે. આ સુવિધા સાથે જોડાયેલી અન્ય જાણકારી https://www.sbi.co.in/portal/web/services/doorstep-banking-services આ વેબસાઇટ પર મેળવી શકશો.

Share
Next Story

IRCTC / પૈસા નહીં હોય તો પણ બુક થઈ શકશે કન્ફર્મ ટિકિટ, IRCTCએ નવી ઓફર રજૂ કરી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: sbi give door step banking service to special customers
(News in Gujarati from Divya Bhaskar)