ઈ-ડોક્યુમેન્ટ / 'ડિજિટલ લોકર' એપમાં રાખેલા ડોક્યુમેન્ટ્સ દરેક જગ્યાએ સાથે રહેશે

Divyabhaskar.com Apr 23, 2019, 07:06 PM IST

યુટિલિટી ડેસ્કઃ 'ડિજિટલ લોકર' એપ એક એવી તિજોરી છે, જ્યાંથી વ્યક્તિ પોતાના દસ્તાવેજ ગમે તે સમયે એક્સેસ અને શેર કરી શકે છે. ઘણા સરકારી વિભાગના દસ્તાવેજો સીધા ડિજિટલ લોકરમાં રાખી ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે. 


'ડિજિટલ લોકર'માં ડોક્યુમેન્ટ્સ સ્ટોર અને એક્સેસ કરવાનાં 4 સ્ટેપ્સ

સ્માર્ટફોનના એપ સ્ટોરમાંથી ભારત સરકારની 'ડિજિટલ લોકર' એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. જ્યારે તમે આ એપ ખોલશો તો સ્ક્રીન પર સાઇન ઇન અને સાઇન અપનો વિકલ્પ જોવા મળશે. તમારે અકાઉન્ટ બનાવવા માટે સાઇન અપ કરવું આવશ્યક છે. એવી જ રીતે જેવી રીતે તમે ઈમેલ અકાઉન્ટ બનાવો છો. યુઝરનેમ અને પાસવર્ડ નક્કી કર્યા પછી આધાર નંબર નાખીને આગળ વધો. પછી વેરિફિકેશન માટે OTP નાખીને કન્ટિન્યૂ પર ક્લિક કરો. આગળ વધતાં જ તમારી સ્ક્રીન પર આધાર કાર્ડ, એલપીજી સબ્સ્કિપ્શન વાઉચર જેવા સરકાર દ્વારા ઈશ્યુ કરવામાં આવેલા દસ્તાવેજોની સૂચિ દેખાશે. આ લિસ્ટમાં જો તમે બેંક પર ક્લિક કરશો તો સ્ક્રીન પર એક ફોલ્ડર દેખાશે. તેની ઉપર અપલોડની સાઇન હશે, જેની મદદથી તમે સ્માર્ટફોનમાં ફાઇલ અથવા એપ્લિકેશનમાં સેવ ડોક્યુમેન્ટ્સને તમે ડિજિટલ લોકરમાં અટેચ કરી શકશો. આ ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ ગયા બાદ નવું ફોલ્ડર બનાવી મૂવ પણ કરી શકાય છે. જ્યારે તમે મેનુના વિકલ્પ પર જાઓ છો ત્યારે તમને અપલોડ ડોક્યુમેન્ટ, ઇશ્યુડ ડોક્યુમેન્ટ, પ્રોફાઇલ અને અબાઉટ અસ સિવાય QR કોડ સ્કેનર પણ જોવા મળશે. સ્કેનર દ્વારા તમે ડિજિટલ લોકર દ્વારા ઉપલબ્ધ દસ્તાવેજોની અધિકૃતતાની તપાસ કરી શકો છો.


ડિજિટલ લોકરના 5 ફાયદા

ડિજિટલ લોકર પર દસ્તાવેજ સુરક્ષિત કરવાનો અર્થ એ પણ છે કે તમારે આ ડોક્યુમેન્ટ્સ હંમેશાં તમારી સાથે રાખવાની જરૂર નથી. આ એપમાં વ્યક્તિ દ્વારા અપલોડ કરવામાં આવેલ દસ્તાવેજોની એપના સંબંધિત વિભાગ દ્વારા ચકાસણી કરી પ્રમાણિત કરવામાં આવે છે. આપણાં ડોક્યુમેન્ટ્સની માન્યતા વધારવા માટે આપણે તેની પર ઈ-સિગ્નેચર પણ કરી શકીએ છીએ. આ ડોક્યુમેન્ટ્સને રિક્વેસ્ટર એટલે કે જે સંસ્થા દ્વારા દસ્તાવેજ માગવામાં આવે છે, તેઓ આ ડોક્યુમેન્ટ્સ આ એપમાં પણ મેળવી શકે છે. તમે કોઈ રજિસ્ટર્ડ રિક્વેસ્ટર સાથે પોતાના ઈ-ડોક્યુમેન્ટની લિંક ઈ-મેલ દ્વારા પણ શેર કરી શકો છો. જો સામેવાળા વ્યક્તિ પાસે ડિજિટલ લોકર હશે તો તમે તમારા ડોક્યુમેન્ટ સીધા તેના ડિજિટલ લોકર અકાઉન્ટમાં પણ મોકલી શકો છો.
Share
Next Story

સાઇબર વીમો / SBIની નવી સુવિધા, મોબાઇસ-લેપટોપ હેક અથવા કરપ્ટ થઈ જશે તો ક્લેમ કરી શકાશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: now you can store your personal documents in digital locker application
(News in Gujarati from Divya Bhaskar)