IRCTC / પૈસા નહીં હોય તો પણ બુક થઈ શકશે કન્ફર્મ ટિકિટ, IRCTCએ નવી ઓફર રજૂ કરી

  • આ ઓફર હેઠળ યાત્રી પૈસા ચૂકવ્યા વગર ટિકિટ બુક કરાવી શકશે
  • ટિકિટ બુક થયાના 14 દિવસમાં પૈસા ચૂકવી દેવા પડશે
  • આ ઓફર હેઠળ ટિકિટ બુકિંગ પર 3.5 ટકાના દરે એક્સ્ટ્રા પૈસા ચૂકવવા પડશે
     
Divyabhaskar.com Apr 22, 2019, 05:24 PM IST

યુટિલિટી ડેસ્કઃ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને (IRCTC) ગ્રાહકો માટે એક નવી આકર્ષક ઓફર રજૂ કરી છે. આ ઓફર હેઠળ યાત્રીઓને પૈસા આપ્યા વગર ટિકિટ બુક કરાવવાનો વિકલ્પ મળશે. જોકે, આ રકમ તેમણે પછી ચૂકવી દેવી પડશે. આ સ્કીમનું નામ આપવામાં આવ્યું છે 'બુક નાઉ, પે લેટર.' ટિકિટ બુકિંગ દરમિયાન ઘણીવાર લોકો પાસે તે સમયે પૂરતા પૈસા નથી હોતા, આવા સમયે આ સુવિધા તમને કામ આવી શકે છે. આ ઓફરનો લાભ મેળવવા IRCTCનું વેલિડ અકાઉન્ટ હોવું જરૂરી છે. 


મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે IRCTCએ તાજેતરમાં 'અર્થશાસ્ત્ર પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપનીના પાઇલટ પ્રોજેક્ટ ઈ-પે લેટર સાથે કરાર કર્યો છે. યાત્રી આ ઓફર હેઠળ તરત કોઈ પેમેન્ટ કર્યાં વગર ટિકિટ બુક કરી શકશે. જ્યારે કે ટિકિટના પૈસા ચૂકવવા માટે તેમને બુકિંગ પછી 14 દિવસનો સમય આપવામાં આવશે.


જો તમે ટિકિટ બુક કરાવતી વખતે આ ઓફરનો લાભ ઉઠાવો છો અને તે સમયે પૈસા નથી ચૂકવતા તો આ બુકિંગ પર ટિકિટના દરે 3.5 ટકા તરીકે એક્સ્ટ્રા ચાર્જ પણ લેવામાં આવશે. સમય પર પેમેન્ટ કરનારા લોકો ફાયદામાં રહેશે કારણ કે, તેમની ક્રેડિટ લિમિટ તો વધશે જ પણ સાથે વધુ વ્યાજ ચૂકવવું નહીં પડે. જો કોઈ વ્યક્તિ ટિકિટ બુક કરાવ્યા પછી 14 દિવસમાં પૈસા ચૂકવી ન શક્યો તો તેણે વધુ વ્યાજ ચૂકવવું પડશે. જો 14 દિવસની અંદર ટિકિટની ચુકવણી ન થઈ તો વાર્ષિક 36 ટકાના દરે દંડની વસૂલાત કરવામાં આવશે. આ ઉપરાંત તમારી ટિકિટ કેન્સલ અને અકાઉન્ટ પણ ડિએક્ટિવેટ થઈ શકે છે.


આ ઓફરમાં ટિકિટ બુકિંગ દરમિયાન ગ્રાહકોને ક્રેડિટ લિમિટ આપવામાં આવે છે. એટલે કે ટિકિટ એ જ ઉધારની લિમિટ હેઠળ બુક થઈ શકશે. દાખલા તરીકે, જો તમારી ક્રેડિટ લિમિટ 2000 રૂપિયા હશે તો તે લિમિટથી વધારે રૂપિયાની ટિકિટ બુક નહીં થઈ શકે. આ ઉપરાંત, જો સમય પર આ રકમ ન ચૂકવવામાં આવી તો તમારી ક્રેડિટ લિમિટ ઘટી જશે. યાને કે આટલું જ નહીં, પૈસા ન ચૂકવ્યા તો તમારું આઈડી/અકાઉન્ટ બંધ પણ થઈ શકે છે.
ઈ-પે લેટર ઓફરનો લાભ મેળવવા માટે તમે IRCTCની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. રજિસ્ટ્રેશન બાદ તમને બિલ પેમેન્ટનો ઓપ્શન મળશે, જે પસંદ કરી તરત પૈસા ચૂકવ્યા વગર તમે ટિકિટ બુક કરાવી શકશો.


આ રીતે કરી શકશો બુકિંગ

સૌપ્રથમ IRCTC પર લોગ ઈન કરી લો. જો આઈડી કે અકાઉન્ટ નથી તો બનાવી લો. ટ્રેનની પસંદગી કરો અને તેમાં માગેલી જાણકારી ભરો. પછી તમને 'બુક નાઉ' વિકલ્પ દેખાશે. તેની પર ક્લિ કરતાં નવું પેજ ખૂલી જશે. હવે યાત્રીના નામની ડિટેઇલ ભરીને કેપેચા કોડ નાખવાનો રહેશે. પછી પેમેન્ટ ડિટેઇલની પ્રક્રિયાનો વિકલ્પ પસંદ કરો. આ સ્ટેપમાં તમને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ભીમ એપ, નેટ બેંકિંગ અને ઈ-પે લેટર વગેરે વિકલ્પ જોવા મળશે.  ઈ-પે લેટર વિકલ્પ પક ક્લિક કરી પૈસા ચૂકવ્યા વગર તમે ટિકિટ બુક કરી શકશો.
Next Story

સ્કીમ / ઘરમાં પડેલું સોનું કરાવશે કમાણી, SBI તક આપી રહી છે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: now passengers can book railway ticket without money through epaylater service
(News in Gujarati from Divya Bhaskar)