રેલવે / હવે યાત્રીઓએ ટ્રેનમાં આઈડી પ્રુફ લઇને જવાની જરૂર નહીં રહે, m-Aadhar માન્ય ગણાશે

Divyabhaskar.com Apr 14, 2019, 04:22 PM IST

યુટિલિટી ડેસ્કઃ રેલવેએ મુસાફરોને નવી સુવિધા આપી છે, જે હેઠળ હવે તમારે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આઈડી પ્રુફ લઇને જવાની જરૂર નહીં રહે. તમારા રિઝર્વેઝનની ઓળખ કરવા માટે રેલવે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરશે.


m-Aadhaarથી થશે ઓળખ
નવી સુવિધા હેઠળ m-Aadhaarનો આઈડી પ્રુફ તરીકે ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત, ઇ-આધાર અને ડ્રાઇવિંગ લાયસન્સ પણ ઓળખ માટે માન્ય રહેશે. ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) અનુસાર, એમ-આધાર, ઇ-આધાર, ડ્રાઇવિંગ લાયસન્સને માન્ય આઈડી પ્રુફ તરીકે સ્વીકારવામાં આવશે.


મોબાઇલથી થશે વેરિફિકેશન
મુસાફર મોબાઇલ પરથી જ તેમની ચકાસણી કરાવી શકશે. મુસાફર તેમના મોબાઇલની મદદથી m-Aadhaar દ્વારા ટિકિટ ચેકરને પોતાની ઓળખ બતાવી શકે છે. જોકે, આ માટે તમારે મોબાઇલમાં m-Aadhaar ડાઉનલોડ કરવું પડશે. આ ઉપરાંત, ઇ-આધાર પણ મોબાઇલ દ્વારા બતાવી શકાશે.


શું છે m-Aadhaar?
m-Aadhaar એપ્લિકેશન યુઆઇડીએઆઇ દ્વારા લોન્ચ કરવામાં આવેલી આધાર એપ્લિકેશન છે, જે આધાર ધારકોને તેમના સ્માર્ટફોન સાથે ડેમોગ્રાફિક ડેટા અને ફોટોગ્રાફ લઈ જવા માટે એક સરળ પ્લેટફોર્મ પ્રદાન કરે છે.
મોબાઇલમાં m-Aadhaar રાખવા માટે તેને ડાઉનલોડ કરવું જરૂરી છે. સૌ પ્રથમ, પ્લે સ્ટોરમાંથી m-Aadhaar એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ એપ્લિકેશનમાં તમારે પહેલા તમારું આધાર કાર્ડ ઓથેન્ટિક કરાવવું પડશે.
એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમારે ફર્સ્ટ સ્ટેપ તરીકે એક પાસવર્ડ બનાવવો પડશે. ત્યારબાદ તમારે આધાર નંબર દાખલ કરવો પડશે. આ પછી તમને તમારા નોંધાયેલા મોબાઇલ નંબર પર OTP મળશે, જે દાખલ કરવો આવશ્યક છે. OTPના ઓથેન્ટિકેશન પછી તમારા આધારની તમામ માહિતી અહીં જોવા મળશે.


જોવા મળશે તમામ માહિતી
આધારનું ઓથેન્ટિકેશન થયાં બાદ તમારું નામ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, ફોટો અને સરનામાં જેવી માહિતી તેમાં સામેલ હશે. આ એપ અત્યારે એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. આઈઓએસ યુઝર્સે આ એપ માટે થોડી રાહ જોવી પડશે.

Next Story

પરીક્ષા / જીટીયુમાં પરીક્ષાની નવી પેપર સ્ટાઇલ અમલી, હવે રૂટિન નહીં પણ ફિલ્ડમાં ઉપયોગી પ્રશ્નો પૂછાશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: no need carry id proof for rail passengers can use m adhaar and e adhaar valid
(News in Gujarati from Divya Bhaskar)