નવી ઓળખ / 45 કરોડ કર્મચારીઓને મળશે યૂનીક નંબર, આધાર જેવો જ બીજો મોટો કાર્યક્રમ શરૂ થશે

Divyabhaskar.com Apr 17, 2019, 04:36 PM IST

યુટિલિટી ડેસ્કઃ આધાર નંબર જેવો જ બીજો એક મોટો સરકારી કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. આધારની જેમ જ એક નવા યૂનીક નંબરની શરૂઆત કરવામાં આવી રહી છે. આ યૂનીક નંબર દેશના આશરે 45 કરોડ લોકોને આપવામાં આવશે. આ કામ સમગ્ર દેશના લોકો માટે કરવામાં આવશે. નવી સરકાર બન્યા પછી તરત જ આ કામ શરૂ થઈ જશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશથી શ્રમ મંત્રાલયની દેખરેખ હેઠળ આ કામ પૂરું કરવામાં આવશે.


અસંગઠિત ક્ષેત્રોના કર્મચારીઓ માટે હશે આ યૂનીક નંબર
આધારની જેમ જ આ નવો યૂનીક નંબર દેશના અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરનારા લોકો માટે હશે. શ્રમ મંત્રાલયના અંદાજ અનુસાર, દેશમાં અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકોની સંખ્યા 45 કરોડથી વધુ છે. તેનો અર્થ એ છે કે આ એવા લોકો છે જેમને સરકારી સામાજિક સુરક્ષા યોજનાનો કોઈ લાભ મળતો નથી.


થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે શ્રમ મંત્રાલયને અસંગઠિત ક્ષેત્રના કામદારોની નોંધણી કરવાનો નિર્દેશ આપ્યો હતો. અત્યારે દેશમાં એવો કોઈ આંકડો નથી જે આપણને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા લોકોની ચોક્કસ વિગતો આપી શકે અને તે કામદારોનું વિવરણ કરી શકે.


કોણ કરશે આ કામ?
અસંગઠિત ક્ષેત્રના કામદારોની નોંધણી કરવાને બદલે તેમને યૂનીક નંબર આપવામાં આવશે. બે પ્રકારે આ કામ કરવામાં આવશે. એક તો શ્રમ મંત્રાલય આ નોંધણી માટે એપ્લિકેશન બનાવશે. આ એપ્લિકેશન પર જઈને અસંગઠિત ક્ષેત્રના લોકો જાતે જ પોતાની નોંધણી કરાવી શકશે. બીજો માર્ગ છે કોમન સર્વિસ સેન્ટર. અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ કોઈપણ કોમન સર્વિસ સેન્ટર પર જઇને પોતાની નોંધણી કરાવી શકશે. આ માટે તેમણે સામાન્ય ફી ચૂકવવી પડશે.


આઇટી મંત્રાલય હેઠળ કામ કરતા કોમન સર્વિસ સેન્ટરના સીઈઓ ડી.સી. ત્યાગીએ જણાવ્યું કે આ કામ આગામી મહિનાથી શરૂ થશે. નોંધણી કરનાર લોકોને યૂવીન નામનો યૂનીક નંબર આપવામાં આવશે. આ નંબરથી જ તેમની ઓળખ થશે અને તેમને સરકારી યોજનાનો લાભ મળી શકશે. તેમાં પેન્શનથી લઇને સ્વાસ્થ્ય સેવા જેવી યોજનાઓ સામેલ હશે.


કોણ લોકો હશે સામેલ?
ત્યાગીએ જણાવ્યું કે, 'કોઈ કંપની સિવાય અન્ય કોઈપણ જગ્યાએ કામ કરતા લોકો અસંગઠિત ક્ષેત્રમાં આવે છે. આ બધાની નોંધણી કરાશે. ઘરમાં કામ કરતી કામવાળી બાઈ હોય કે પછી દુકાનોમાં કામ કરતા શ્રમિક અથવા તો પછી આંગણવાડીમાં કામ કરતી સ્ત્રીઓ. શ્રમ મંત્રાલય તરફથી આ નોંધણી માટેની બધી તૈયારી કરી લેવામાં આવી છે અને આ દિશામાં કામ કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.'

Next Story

ઈન્કમ ટેક્સ / ફોર્મ-16માં થયો ફેરફાર, પગાર ઉપરાંત અન્ય ભથ્થાં અને અન્ય સ્ત્રોતમાંથી થતી આવક પણ જણાવવી પડશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: new program like aadhaar is going to start for 45-million people who will get new unique number
(News in Gujarati from Divya Bhaskar)