ફેરફાર / જીએસટી-9સી રિટર્નમાં નવી 9 સેવાને ઓફલાઇન કરી દેવાઇ

Divyabhaskar.com Apr 15, 2019, 02:55 PM IST

અમદાવાદઃ જીએસટીએના પોર્ટલ પર જીએસટી-9સીની યુટીલિટી ઓનલાઇન અપલોડ કરવા સાથે પોર્ટલ પર 9-સી રિટર્નમાં નવી 9 સેવાને ઓફલાઈન કરવામાં આવી છે. અત્યાર સુધી ઓનલાઈન પોર્ટલ જીએસટી-9સીની સુવિધા ન હોવાથી વેપારીઓ અસમંજસમાં હતા. 


ઓફલાઇન રિટર્નના નિર્ણયથી વેપારીઓને રાહત મળશે 
જીએસટી પોર્ટલે 9 સર્વિસ ઓફલઆઇન પોર્ટલ પર શરૂ કરી છે. જેમાં નિકાસકારોને રિફંડ માટેનું ફોર્મ, એડવાન્સ રૂલિંગની એપ્લિકેશન ફોર્મ, જોબવર્કને લગતા વ્યવહારોનું ફોર્મ, જીએસટીના તમામ રિટર્નની યુટીલિટી ઓફલાઇન સ્વરૂપે કરદાતાની સગવડ માટે જીએસટી પોર્ટલ પર શરૂ કરાઇ છે. 2017-18 દરમિયાન 2 કરોડથી વધુ ટર્ન ઓવર ધરાવતા કરદાતા હિસાબોનું સીએ પાસે ઓડિટ કરાવી હવે ઓડિટ રિપોર્ટ સાથે વાર્ષિક રિપોર્ટ ઓનલાઈન ભરી શકશે.

 
ડીપીટી-3 રિટર્ન માટે વધુ મુદત મળશે 
દરેક કંપનીએ રજિસ્ટ્રાર ઓફ કંપની (આરઓસી)ના ડીપીટી-3 નામના ફોર્મમાં લોન, ડિપોઝિટ જેવી વિગતો આપવાની હોય છે. આ રિટર્ન 22 એપ્રિલ સુધી ભરવું ફરજિયાત છે. પરંતુ હવે નવું ફોર્મ અપલોડ થાય ત્યાર બાદ 30 દિવસ સુધી ભરવાનું રહેશે. આમ રિટર્નનની ફાઇલ લંબાવાતા કોર્પોરેટ કરદાતાને રાહત મળી છે. દરેક કોર્પોરેટ કરદાતાએ રજિસ્ટ્રાર ઓફ કંપનીના નવા નિયમ મુજબ 1 એપ્રિલ 2014થી 31 માર્ચ 2019 સુધીમાં લીધેલી લોન અને સિક્યુરિટી ડિપોઝિટોની વિગતોનું રિટર્ન ડીપીટી-3 નામના ફોર્મમાં આપવાનું હોય છે. શરૂઆતમાં આ રિટર્નમાં 1 એપ્રિલ 2014થી 22 જાન્યુઆરી 2019 સુધીની વિગતો આપવાની હતી પરંતુ હવે 31 માર્ચ 2019 સુધીની વિગતો આપવી પડશે. જેથી 22 એપ્રિલ 2019 જે રિટર્ન ભરવાનું હતું તે હવે ઓનલાઇન અપલોડ થયા બાદ 30 દિવસમાં ભરવાનું રહેશે. ફોર્મમાં વારંવાર ફેરફાર કરવામાં આવતા કરદાતા અને કંપનીઓ મૂંઝવણમાં મુકાઇ છે. 

Next Story

રેલવે / હવે યાત્રીઓએ ટ્રેનમાં આઈડી પ્રુફ લઇને જવાની જરૂર નહીં રહે, m-Aadhar માન્ય ગણાશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: New 9 services were made offline in the GST-9C Return
(News in Gujarati from Divya Bhaskar)