સુવિધા / સરકાર સાથે બાયોમેટ્રિક ડેટા શેર ન કરવો હોય તો હવે ડેટા લોક કરી શકાશે

Divyabhaskar.com Apr 16, 2019, 05:53 PM IST

યુટિલિટી ડેસ્કઃ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) આધાર કાર્ડ માટેનો બાયોમેટ્રિક ડેટા લોક અને અનલોક કરવાની સુવિધા આપે છે. જો તમે સરકાર સાથે આ ડેટા શેર કરવા માગતા ન હો, તો તમે આ ડેટા લોક કરી શકો છો. તેમજ, પછી જ્યારે જરૂર પડે ત્યારે આ ડેટા અનલોક પણ કરી શકાય છે.


આધાર ડેટા લોક કરાવવાના ફાયદા
આધાર ડેટામાં આપણી ફિંગરપ્રિન્ટ, આઈરિસ એટલે કે આંખની કીકી અને ચહેરા ઉપરાંત આપણું નામ, સરનામું, ઈ-મેઇલ આઈડી, ડેટ ઓફ બર્થ અને મોબાઇલ નંબર જેવો તમામ પર્સનલ ડેટા રહેલો હોય છે. એટલે જ આધાર ડેટાની સુરક્ષિતતા અંગે છાશવારે પ્રશ્નો ઊભા થતા રહે છે. આ સંભવિત જોખમની સામે સુરક્ષા પૂરી પાડતો વિકલ્પ છે બાયોમેટ્રિક ડેટા લોક સિસ્ટમ. આ સુવિધાથી આપણો તમામ ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત કરી શકાય છે. યાને કે આપણી જાણ બહાર કોઇપણ વ્યક્તિ આપણાં આધાર ડેટાનો ઉપયોગ કરી શકતી નથી. આ આધાર ડેટા લોક કરવાની પદ્ધતિ આ પ્રમાણે છે.


બાયોમેટ્રિક ડેટા લોક કરવાની પ્રોસેસ 
આધારનો બાયોમેટ્રિક ડેટા લોક કરવા માટે આધારના સર્વિસ પોર્ટલ પર જાઓ. ત્યાં હોમપેજ પર લોક/અનલોક બાયોમેટ્રિક્સનો વિકલ્પ હશે, તેના પર ક્લિક કરો. ત્યારબાદ આધાર નંબર અથવા વર્ચ્યુઅલ આઈડી માગવામાં આવશે તે નાખો. આ પ્રોસેસ બાદ વન ટાઇમ પાસવર્ડ (OTP) નાખવાનો રહેશે, જે આધાર ધારકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવશે. આ ઓટીપી મોબાઇલ પર મગાવવા માટે સેન્ડ ઓટીપી ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ઓટીપી આવ્યા બાદ તે નંબર નાખીને સબમિટ કરી દો. ત્યારબાદ બીજું પાનું ખૂલશે. તેમાં બાયોમેટ્રિક લોક લગાવવા માટે 'એનેબલ' વિકલ્પ પર ક્લિક કરો.


બાયોમેટ્રિક ડેટા લોક થયા બાદ UIDAIના પોર્ટલ પર અંગ્રેજીમાં એક મેસેજ આવશે. તેમાં લખેલું હશે કે તમે તમારી ફિંગરપ્રિન્ટ અથવા આઇરિસ (આંખની કીકી) દ્વારા ઓથેન્ટિકેશન નહીં કરી શકો. ઓથેન્ટિકેશન માટે તમારે બાયોમેટ્રિક્સને અસ્થાયી રૂપે અનલોક કરવું પડશે. એવામાં તમારી પાસે લોક થયેલા બાયોમેટ્રિક ડેટને 'ડિસેબલ' કરવાનો વિકલ્પ પણ હશે.'


કેવી રીતે અનલોક કરી શકાશે આધાર બાયોમેટ્રિક ડેટા?
UIDAIના પોર્ટલ પર આ ડેટા લોક કરવાની સાથે તેને અનલોક કરવાનો વિકલ્પ પણ મળે છે. જોકે, ડેટા અનલોક કર્યા બાદ સિસ્ટમ આપોઆપ 10 મિનિટના ગેપ બાદ ફરીથી લોક કરી દેશે. એવામાં ડેટા અનલોક કરવા માટે તમારે UIDAIની સાઇટ પર લોગ ઇન કરવું પડશે. ડેટા અનલોક કરવા પર મેસેજ આવશે, 'તમારો બાયોમેટ્રિક ડેટા અનલોક થઈ ગયો છે. હવે તમે ફિંગરપ્રિન્ટ અને આઇરિસ દ્વારા ઓથેન્ટિકેશન કરી શકશો. તમે બાયોમેટ્રિક લોક ડિસેબલ પણ કરી શકો છો.' 

Share
Next Story

નોકરી / એર ઈન્ડિયામાં ભરતી, પે-સ્કેલ 20190થી લઇને 60 હજાર રૂપિયા સુધીનો રહેશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: lock and unlock your bio metric data with this steps
(News in Gujarati from Divya Bhaskar)