જેટલા કેરેટ તેટલો વધુ હશે સોનાનો ભાવ, જાણો કોને કહેવાય છે 18, 22 અને 24 કેરેટ સોનું

કેરેટ વધારે હોય તો સમજવું કે જ્વેલરીમાં સોનાની માત્રા વધારે હોય છે

Divyabhaskar.com Nov 05, 2018, 03:40 PM IST

યુટિલિટી ડેસ્કઃ જ્યારે ઘરેણાની ખરીદી અથવા વેચતા હોઇએ ત્યારે કિંમતને કેલક્યુલેટ કરતા પહેલા તેની શુદ્ધતાનું વિશ્લેષણ કરવામાં આવે છે. સોનાની કિંમત તેની શુદ્ધતા પર આધાર રાખે છે. જેને કેરેટમાં માપવામાં આવે છે. એક સરખા વજનના બે ટૂકડાને કેરેટના આધારે અલગ-અલગ મૂલ્ય આપવામાં આવે છે. સોનાનું શુદ્ધ રૂપ 24 કરેટ હોય છે. જોકે 24 કેરેટ સોનું નરમહોય છે અને તેનો આકાર બગડી શકે છે. મજબૂતી અને ડિઝાઇનિંગ માટે તેમાં અન્ય ધાતુને મિશ્રિત કરવામાં આવે છે. જેથી તેને સુંદર ડિઝાઇન કરવામાં મદદ મળે છે.
 
જેટલા કરેટ વધારે હશે તેટલી જ સોનાના ઘરેણાની કિંમત વધારે હશે. આવું એટલા માટે હોય છે વધુ કેરેટનો આર્થ જ્વેલરીમાં સોનાની માત્રા વધારે હોય છે અને અન્ય ધાતુ ઓછી. આજે અમે અહીં સોનાના કેરેટ અને તેની શુદ્ધતા અંગે જણાવી રહ્યાં છીએ.

 

14 કેરેટ સોનું
આ કેટેગરીમાં 58 ટકા શુદ્ધ સોનું અને બાકીના 42 ટકામાં અન્ય ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ભારતમાં આ પ્રકારના સોનાનું ચલણ નથી.

 

18 કેરેટ સોનું
આવા સોનામાં 75 ટકા સોનું અને 25 ટકા તાંબુ તથા ચાંદી હોય છે. આ સોનું 22 અને 24 કેરેટની તુલનામાં સસ્તું હોય છે. તેનો ઉપયોગ સ્ટડ અને હીરાની જ્વેલરી બનાવવા માટે કરવામાં આવે છે. તેનો રંગ હળવો પીળો હોય છે. સોનાની માત્રા ઓછી હોવાના કારણે તે 22 અથવા 24 કેરેટ કરતા વધારે મજબૂત હોય છે. તેથી જ લાઇટવેટ અને ટ્રેન્ડી જ્વેલરી બનાવવા માટે આ સોનાનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. 

 

22 કેરેટ સોનું
આનો અર્થ એ થાય છે કે ઘરેણામાં 22 ભાગ સોનાના છે અને અન્ય 2 ભાગમાં બીજી ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રકારના સોનાનો ઉપયોગ ઘરેણા બનાવવામાં કરવામાં આવે છે. કારણ કે તે 24 કેરેટ સોના કરતા વધારે કઠણ હોય છે. જોકે નંગથી જડેલી જ્વેલરીમાં 22 કેરેટ સોનાને પ્રાથમિકતા આપવામાં આવતી નથી. 

 

24 કેરેટ સોનું
આ શુદ્ધ સોનું હોય છે અને સંકેત આપે છે તે તેના તમામ 24 ભાગ શુદ્ધ છે અને તેમાં કોઇ ધાતુ ભેળવવામાં આવી નથી. તેનો રંગ સ્પષ્ટ રીતે ચળકતા પીળા જેવો હોય છે અને અન્ય સોનાની સરખામણીએ વધારે મોંઘા હોય છે. મોટાભાગે લોકો આ કેરેટના સોનાના સિક્કા અથવા બારના રૂપમાં ખરીદવાનું પસંદ કરે છે. 

Share
Next Story

IBPS કરશે 1599 સ્પેશિયલિસ્ટ ઓફિસરની ભરતી, ડિસેમ્બરમાં યોજાશે એક્ઝામ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: know the meaning of the pure gold and karat of gold
(News in Gujarati from Divya Bhaskar)