Loading...

jio યુઝર્સને જોડે છે અમિતાભ બચ્ચન સાથે 'કોન બનેગા કરોડપતિ' રમવાનો ખાસ મોકો

જિયો કસ્ટમર્સ કેબીસી કોન્ટેસ્ટમાં ભાગ લઇ બેસી શકે છે હોટ સીટ

Divya Bhaskar Sep 12, 2018, 07:50 PM

યુટિલિટી ડેસ્ક: ભારતીય ટેલીવિઝનનો સૌથી પોપ્યુલર શો "કોન બનેગા કરોડપતિ" પોતાની 10મી સીઝન સાથે ફરી દર્શકો વચ્ચે આવી ગયો છે. કેબીસી સીઝન 10 સોની ટીવી પર રાત્રે 9 વાગે આવે છે. અને એટલે ઘડિયાળમાં 9 વાગતા જ ફેન્સ ટીવી સ્ક્રીનની સામે બેસી જાય છે.

જેમા મોટાભાગના દર્શકો હંમેશા કોશિશમાં હોય છે કે તેમને પણ હોટ સીટ પર બેસવાનો અવસર મળે, એવામાં જો તમે જિયો યુઝર છો તો તમારી ઇચ્છા પુરી થઇ શકે છે. જિયો કસ્ટમર્સને કેબીસી કોન્ટેસ્ટમાં ભાગ લઇ હોટ સીટ પર અમિતાભ બચ્ચનની સાથે બેસવાનો મોકો મળી શકે છે.

આ રીતે મળશે હોટ સીટ પર બેસવાનો અવસર
કોન બનેગા કરોડપતિની 10મી સીઝન ઘણા ચેન્જ સાથે પ્રસારિત થઇ છે, અઘરા સવાલોની સાથે સેટના ગ્રાફિક્સમાં પણ બદલાવ કરવામાં આવ્યા છે અને ઘરે બેઠા જિયો યુઝર્સને કરોડો રૂપિયા જીતવાનો મોકો આપવામાં આવ્યો છે. જો તમે આ ગેમ રમવા માંગો છો તો તમારે JIO KBC Play Alongમાં ભાગ લેવો પડશે અને તેના માટે તમારે સૌથી પહેલા તમારા એન્ડ્રોયડ સ્માર્ટફોનના પ્લેસ્ટૉરથી જિયોચેટ એપને ડાઉનલોડ કરવી પડશે ડાઉનલોડ કર્યા બાદ JIO KBC Play Alongમાં ભાગ લો અને જો તમે લકી રહ્યા તો ઘરે બેઠા કરોડોના ઇનામ જીતી શકો છો.

કેવી રીતે રમી શકાય JIO KBC Play Along?

JIO KBC Play Alongને ઓપન કરવું ખૂબજ સરળ છે. JIO KBC Play Along એક એપ છે જ્યાં તમને સોની ટીવી પર કેબીસી દ્વારા લાઇવ ટેલિકાસ્ટ થતા દરેક સવાલ એપ પર દેખાશે. જ્યારે પણ કેબીસીના સહભાગીથી કોઇ સવાલ પૂછવામાં આવશે તે લાઇવ તમારી જિયો એપમાં પણ દેખાશે. તમારે માત્ર ચાર ઓપ્શન્સમાંથી પોતાનો સાચો જવાબ સિલેક્ટ કરવાનો છો અને પછી લોક કરવાનો રહેશે. સાચો જવાબ ટીવી અને એપ બંન્ને પર એકસાથે બનાવવામાં આવશે. જો તમારો જવાબ સાચો હશે તો ગેમમાં આગળ પણ રમી શકશે અને સાચો જવાબ અપવા પર તમને પોઇન્ટ્સ મળશે.

સ્ટેપ-1- સૌથી પહેલા જિયોચેટ એપને પોતાના સ્માર્ટફોનના પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો.
સ્ટેપ-2- એપ ડાઉનલોડ કર્યા બાદ તેમા રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
સ્ટેપ-3- રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે તમારું નામ, ડેટ ઓફ બર્થ અને પોતાના ફોટાને સબમિટ કરો.
સ્ટેપ-4- એપિસોડ્સ સમયે પૂછવામાં આવેલા લાઇવ સવાલોના જવાબ આપો. સાચા જવાબ પર તમને પોઇન્ટ્સ મળશે.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: KBC 2018 offer for Jio users, How to play Jio KBC Play Along
(News in Gujarati from Divya Bhaskar)