રિઝલ્ટ / JEE મેઇન્સ-2 પરીક્ષાનું રિઝલ્ટ અને ફાઇનલ રેન્ક 30 એપ્રિલ પહેલાં જાહેર થઈ જશે

  • 7થી 12 એપ્રિલ વચ્ચે યોજાઈ હતી JEE મેઇન્સ-2 પરીક્ષા
  • JEE મેઇન્સ-2 પરીક્ષાના બંને તબક્કાના બેસ્ટ રિઝલ્ટના આધારે એડ્વાન્સ એક્ઝામ માટે ક્વોલિફાય થશે પરીક્ષાર્થી
     
Divyabhaskar.com Apr 20, 2019, 03:26 PM IST

યુટિલિટી ડેસ્કઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એપ્રિલમાં જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE) મેઇન્સનું રિઝલ્ટ જાહેર કરશે. રિઝલ્ટ જાહેર કરવાની જાણકારી NTAના જનરલ ડિરેક્ટર વિનીત જોશીએ આપી. JEE મેઇન્સ-2 પરીક્ષા 7થી 12 એપ્રિલ વચ્ચે યોજાઈ હતી, જેની આન્સર-કી JEE ઓફિશિયલ વેબસાઇટ jeemain.nic.in પર અપલોડ થઈ ગઈ છે.


વિનીત જોશીએ જણાવ્યું કે, 'JEE મેઇન્સ-2નું રિઝલ્ટ 30 એપ્રિલ પહેલાં જાહેર કરવામાં આવશે. આ સાથે ફાઇનલ રેન્ક પણ એ જ તારીખે જાહેર કરાશે.' જાન્યુઆરીમાં હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ (HRD)ના કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પણ જાહેરાત કરી હતી કે, એપ્રિલમાં પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયા બાદ ફાઇનલ રેન્ક જાહેર કરવામાં આવશે.


2.24 વિદ્યાર્થીઓ થશે ક્વોલિફાય
આ વર્ષે JEE મેઇન્સ પરીક્ષા વર્ષમાં બે વાર લેવાઈ. JEE મેઇન્સ-1 પરીક્ષા જાન્યુઆરીમાં લેવામાં આવી હતી. તેમાં 9.65 લાખ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. જ્યારે JEE મેઇન્સ-2 પરીક્ષા 7થી 12 એપ્રિલ વચ્ચે યોજાઈ હતી. તેમાં આશરે 11 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. બી.ઈ. અને બી.ટેક કોર્સમાં પ્રવેશ માટે આપવી પડતી પરીક્ષા પેપર-1ની પરીક્ષા 8,9,10 અને 12 એપ્રિલના રોજ યોજાઈ હતી. આર્કિટેક્ચરના કોર્સમાં પ્રવેશ માટે પેપર-2ની પરીક્ષા 7 એપ્રિલે લેવામાં આવી હતી.


શા માટે લેવાય છે JEE એડ્વાન્સ પરીક્ષા?
દેશભરની 23 ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (IIT)માં એડ્મિશન માટે JEE એડ્વાન્સ પરીક્ષા લેવામાં આવે છે. JEE એડ્વાન્સ પરીક્ષામાં બેસવા માટે પહેલાં JEE એડ્વાન્સ પરીક્ષા પાસ કરવી પડે છે.


આ રીતે ચેક કરો રિઝલ્ટ

JEE મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ jeemain.nic.in પર જાઓ. હોમ પજ પર JEE Mains 2019 Resultની લિંક પર ક્લિક કરો. પોતાનો રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખીને સબમિટ કરો. આટલું કરતાં જ રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે.
Share
Next Story

યુપીએસસી 2019 / કમ્બાઇન્ડ મેડિકલ સર્વિસિસ પરીક્ષાનું નોટિફિકેશન જાહેર, 965 પદો પર ભરતી અને 21 જુલાઈએ પરીક્ષા યોજાશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: jee mains 2 exam result and ranking will be announced before april 30
(News in Gujarati from Divya Bhaskar)