ઈન્કમ ટેક્સ / ફોર્મ-16માં થયો ફેરફાર, પગાર ઉપરાંત અન્ય ભથ્થાં અને અન્ય સ્ત્રોતમાંથી થતી આવક પણ જણાવવી પડશે

  • કર્મચારીઓ ફોર્મ -16 દ્વારા રિટર્ન ભરતા હતા, અત્યાર સુધી આમાં પગાર અને રોકાણની વિગતો ભરવામાં આવતી હતી
  • સુધારેલા ફોર્મ આ વર્ષે 12મેથી જ અમલમાં આવશે, 2018-19નું રિટર્ન તેના આધારે જ ભરવામાં આવશે.
     
Divyabhaskar.com Apr 17, 2019, 03:27 PM IST

યુટિલિટી ડેસ્કઃ ફોર્મ-16 એક પ્રમાણપત્ર છે જેને એમ્પ્લોયર જાહેર કરે છે. આમાં કર્મચારીઓના ટીડીએસની વિગતો હોય છે. આને જૂનના મધ્યમાં જાહેર કરવામાં આવે છે અને તેનો ઉપયોગ રિટર્ન ભરવામાં કરવામાં આવે છે. આવકવેરા વિભાગે ફોર્મ-16ના ફોર્મેટમાં ફેરફાર કર્યો છે. આ ફોર્મ ભરનાર એમ્પ્લોયરે હવે કર્મચારી વિશે વધુ માહિતી આપવી પડશે. કર્મચારીની મિલકતમાંથી કમાણી, અન્ય નોકરીદાતાઓ પાસેથી મળેલ ચુકવણીની વિગતો ફોર્મ-16માં આપવી પડશે. આ માહિતી આવકવેરા વિભાગને કરચોરીની તપાસ કરવા માટે મદદ કરશે.


કયા વિભાગમાં કેટલો કપાત થયો તે જણાવવું પડશે
નવા ફોર્મ -16માં વિવિધ કર બચત યોજનાઓ, તેનાથી સંબંધિત કપાત, કર્મચારી પાસેથી મળતા અલગ ભથ્થાં અને અન્ય સ્રોતમાંથી આવક હેઠળ કરવામાં આવેલા રોકાણોનો સમાવેશ થશે.
આવકવેરા વિભાગ દ્વારા સુધારેલ ફોર્મ -16 આ વર્ષે 12મેથી અસરકારક રહેશે. એટલે કે, નાણાકીય વર્ષ 2018-19નું વળતર પણ સુધારેલા ફોર્મના આધારે ભરવું પડશે.


ફોર્મ-16માં આવેલા ફેરફારની શું અસર પડશે?
ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયાની ઈંદોર બ્રાન્ચના અધ્યક્ષ પંકજ શાહના જણાવ્યા મુજબ, 'રિટર્ન ફાઇલના સ્ટેન્ડર્ડઈઝેશન માટે ફોર્મ-16માં ફેરફાર કરવામાં આવ્યા છે. ઘણીવાર ફોર્મ-16 અને રિટર્ન ફાઇલિંગના આંકડામાં તફાવત જોવા મળતો હોય છે. પરંતુ ફોર્મ-16માં કર્મચારીના રોકાણ અને આવકની બધી વિગતો હશે તો આવું નહીં થાય. જે અલાઉન્સ પર કર મુક્તિ મળે છે, તે મળતી રહેશે. પરંતુ એમ્પ્લોયરે ફોર્મ-16માં બધા વિભાગોમાં કપાતની સંપૂર્ણ વિગતો આપવી પડશે.'


પંકજ શાહ મુજબ આ વળતર પર કર મુક્તિ મળે છે

ડેઇલી અલાઉન્સ ટ્રાવેલિંગ કન્વેઅન્સ હેલ્પર અકેડેમિક યુનિફોર્મ

 

Form-24Qમાં પણ ફેરફાર
એમ્પ્લોયર Form-24Q ફોર્મ આવકવેરા વિભાગને આપે છે. હવે તેમાં એ બિન-સંસ્થાકીય એકમોનો પાન નંબર પણ જણાવવાનો રહેશે જ્યાંથી કર્મચારીઓએ ઘર ખરીદવા અથવા બનાવવા માટે લોન લીધી છે.


31 જુલાઈ સુધી રિટર્ન ફાઇલ કરવાનું છે
આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2018-19 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ ફાઇલ કરવાની છેલ્લી તારીખ જાહેર કરી દીધી છે. પગારધારક લોકો સિવાય એવા લોકો જેમના ખાતાઓનું ઓડિટ નથી થતું તેમણે 31 જુલાઇ સુધીમાં રિટર્ન ફાઇલ કરવું પડશે.

Share
Next Story

સુવિધા / સરકાર સાથે બાયોમેટ્રિક ડેટા શેર ન કરવો હોય તો હવે ડેટા લોક કરી શકાશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: it dept revises format of tds certificate form 16 issued by employers
(News in Gujarati from Divya Bhaskar)