પરીક્ષા / ચૂંટણીને લીધે CAની વિવિધ પરીક્ષાની તારીખમાં ફેરફાર, હવે 27મેથી 12 જૂન વચ્ચે પરીક્ષા લેવાશે

Divyabhaskar.com Apr 20, 2019, 10:21 AM IST

અમદાવાદ: લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ પરીક્ષાઓ પાછી ઠેલવામાં આવી રહી છે. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ)એ સીએની વિવિધ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે. ફેરફાર મુજબ બીજી એપ્રિલથી 17મી એપ્રિલ સુધીની પરીક્ષા લોકસભાની ચૂંટણી પછી યોજવામાં આવશે. હવે સીએની વિવિધ પરીક્ષાઓ 27મી મેથી 12મી જૂન દરમિયાન ફાઉન્ડેશન કોર્સ, ઇન્ટરમીડિએટ (આઈપીસી) કોર્સ તેમ જ ફાઇનલ કોર્સની પરીક્ષાઓ યોજાશે. 

 

આ ઉપરાંત 5મી જૂન, બુધવારે ઈદ ઉલ ફિત્રનો તહેવાર હોવાથી કોઈ પણ પરીક્ષા રાખવામાં આવી નથી. આઈસીએઆઈએ પરીક્ષાની તારીખોમાં કરવામાં આવેલા ફેરફારની વિગતો સીએ ઇન્સ્ટિટ્યૂટની સત્તાવાર વેબસાઇટ પર પણ મૂકી છે. 

 

ઈન્સ્ટિટ્યૂટનું કહેવું છે કે, તારીખોમાં ફેરફારથી વિદ્યાર્થીઓની તૈયારી પર કોઈ અસર પડે તેમ નથી. તમામની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને નવું સમયપત્રક તૈયાર કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધો.12 વિજ્ઞાન પ્રવાહની ગુજકેટની પરીક્ષા 23 એપ્રિલે હતી જે હવે 26 એપ્રિલે લેવાશે. 

Share
Next Story

રિઝલ્ટ / JEE મેઇન્સ-2 પરીક્ષાનું રિઝલ્ટ અને ફાઇનલ રેન્ક 30 એપ્રિલ પહેલાં જાહેર થઈ જશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Change in CA examination date due to election
(News in Gujarati from Divya Bhaskar)