સ્કીમ / હવે માત્ર એક રૂપિયામાં ખરીદો બધી સરકારી સ્કીમ, મોટો ફાયદો થશે

Divyabhaskar.com Apr 15, 2019, 03:58 PM IST

યુટિલિટી ડેસ્કઃ જો તમે કોઈ સસ્તી અને સારી પોલિસી ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ફાયદાકરક નીવડી શકે છે. આજે અમે તમને કેટલીક એવી સ્કીમ વિશે જણાવીશું જેના માટે તમારે ફક્ત એક રૂપિયો ચૂકવવો પડશે અને તેની સામે તમને બહુ મોટો ફાયદો થઈ શકે છે. જી હા, તમે માત્ર એક રૂપિયાના રોકાણથી શ્રેષ્ઠ ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદી શકો છો. તો ચાલો આ સ્કીમો વિશે વિસ્તારથી જાણીએ.


પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
ભારત સરકાર જાહેર જનતાને સારી સુવિધા આપવા માટે ખૂબ સસ્તી અને નફાકારક યોજના પ્રદાન કરી રહી છે. સરકારની આ યોજનાનું નામ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે. તમે એ જાણીને ચોંકી જશો કે સરકારની આ યોજનાનું પ્રીમિઅમ ફક્ત એક રૂપિયો છે. 12 મહિને તમારે આ પોલિસી માટે 12 રૂપિયા ભરવાના રહેશે. આ રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાંથી કાપવામાં આવે છે.


આ યોજના હેઠળ, જો કોઈ કારણોસર તમારું મૃત્યુ થાય છે તો તમને બે લાખ રૂપિયાનું વીમા કવર મળે છે. જો કોઇ કારણોસર તમારા બંને હાથ, પગ તૂટી જાય છે અથવા તમારી બંને આંખોની દૃષ્ટિ જતી રહે છે તો પણ તમને બે લાખ રૂપિયાનું વીમા કવર મળે છે. આટલું જ નહીં, જો અકસ્માતમાં તમારી એક આંખની દ્રષ્ટિ જતી રહે છે અથવા તમારો એક હાથ કે પગ તૂટી જાય છે તો આ યોજના હેઠળ તમને એક લાખ રૂપિયાનું વીમા કવર મળે છે.


IRCTCની અનોખી પોલિસી
માત્ર સરકાર જ નહીં, પરંતુ વર્ષ 2018માં ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)એ તેના મુસાફરો માટે ખાસ યોજના રજૂ કરી હતી. આઈઆરસીટીસીના જણાવ્યા મુજબ, ઓક્ટોબર 2018થી એક યાત્રીનું પ્રિમીયમ એક રૂપિયાથી પણ ઓછું એટલે કે માત્ર 49 પૈસા છે. આ સ્કીમ હેઠળ તમારી ટિકિટ બુક કર્યા પછી તમને આ યોજના સંબંધિત બધી માહિતી પણ આપવામાં આવે છે. આ યોજના પાંચ વર્ષ સુધીના તમામ બાળકો માટે ફરજિયાત છે. આ સ્કીમ હેઠળ તમને વધુમાં વધુ 10 લાખ રૂપિયા સુધીનું કવર મળે છે.


ઓલાની ખાસ સ્કીમ
માત્ર સરકાર અને ભારતીય રેલવે જ નહીં, પરંતુ વર્ષ 2018માં ઓલાએ પણ ખાસ પ્રકારની વીમા પોલિસી શરૂ કરી હતી, જેનું પ્રીમિયમ ફક્ત એક રૂપિયા છે. ઓલાની આ સ્કીમ હેઠળ તમે જેટલીવાર ઓલા દ્વારા મુસાફરી કરો છો તેટલી વખત તમારે પ્રિમીયમ તરીકે એક રૂપિયો આપવો પડશે. જો તમે આ વીમા પોલિસી ખરીદો છો તો તમને પાંચ લાખ રૂપિયાનું વીમા કવર મળશે. જ્યારે તમને કોઈ અકસ્માત થાય તો તમે આ વીમા કવરનો લાભ ઉઠાવી શકશો.

Share
Next Story

ફેરફાર / જીએસટી-9સી રિટર્નમાં નવી 9 સેવાને ઓફલાઇન કરી દેવાઇ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: buy government policy by spending only one rupee
(News in Gujarati from Divya Bhaskar)