નોકરી / એર ઈન્ડિયામાં ભરતી, પે-સ્કેલ 20190થી લઇને 60 હજાર રૂપિયા સુધીનો રહેશે

Divyabhaskar.com Apr 16, 2019, 04:55 PM IST

યુટિલિટી ડેસ્કઃ એર ઈન્ડિયામાં નોકરી કરવા માગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. એર ઈન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસીસ લિમિટેડે અનેક પદો માટે ભરતી કાઢી છે. આ ભરતીમાં ગ્રાઉન્ડ ડ્યુટી પદો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી માટે પરીક્ષા લીધા વગર સીધો ઈન્ટરવ્યૂ લેવામાં આવશે. જો તમે પણ આ નોકરી માટે અરજી કરવા માગો છો અને જે પોસ્ટ માટે ઉમેદવારો લેવાના છે તે પોસ્ટ માટે યોગ્ય છો તો અરજી કરવાની છેલ્લી તારીખ પહેલાં અપ્લાય કરી દો.


ભરતીમાં ઉમેદવારોની પસંદગી માટે 24 એપ્રિલથી 7 મે 2019 સુધી વોક ઇન ઈન્ટરવ્યૂ ચાલશે, જેમાં પદોના યોગ્ય ઉમેદવારો ભાગ લઈ શકે છે. આ પ્રક્રિયાના માધ્યમથી કસ્ટમર એજન્ટ, ડ્યુટી મેનેજર, ડેપ્યુટી ટર્મિનલ મેનેજર અને અકાઉન્ટ આસિસ્ટન્ટ પદો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ પદો પર પસંદગી પામનાર ઉમેદવારોનો પે-સ્કેલ 20,190 રૂપિયાથી લઇને 60 હજાર રૂપિયા સુધી રાખવામાં આવ્યો છે. જોકે, આ પે-સ્કેલ દરેક પદના કાર્ય અનુસાર નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત, દરેક પદોની સંખ્યાનું વિભાજન પણ દરેક પદના આધાર પર કરવામાં આવ્યું છે.


આ ભરતીના માધ્યમથી કુલ 205 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. તેમાં ગ્રેજ્યુએટ, એમબીએ, ડિપ્લોમા (GRADUATES, MBA and DIPLOMA) કરી ચૂકેલ ઉમેદવારો માટે સારી તક છે.


અરજી ફી
આ પોસ્ટ પર અપ્લાય કરવા માટે જનરલ અને ઓબીસી વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયા ફી ચૂકવવી પડશે. જ્યારે એસસી-એસટી અને પૂર્વ કર્મચારીઓએ કોઈ ફી ચૂકવવાની નથી. ફીની ચૂકવણી ડિમાન્ડ ડ્રાફ્ટના માધ્યમથી કરી શકાશે.


અરજી કરવાની છેલ્લી તારીખ
ડેપ્યુટી ટર્મિનલ મેનેજર - 24 એપ્રિલ, 2019
કસ્ટમર એજન્ટ - 25 એપ્રિલ, 2019
રેંપ સર્વિસ એજન્ટ - 30 એપ્રિલ, 2019
યુટિલિટી એજન્ટ - 2 મે, 2019

Share
Next Story

NEET / પરીક્ષાનાં એડમિટ કાર્ડ જાહેર, 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: air india recruitment for different posts
(News in Gujarati from Divya Bhaskar)