3 હજાર રૂપિયાની મંથલી SIP આપશે 47 લાખ રૂપિયાનું રિટર્ન, 25 વર્ષનો છે ઈન્વેસ્ટમેન્ટ પ્લાન

9 લાખના રોકાણ પર મળશે 47 લાખ રૂપિયાનું રિટર્ન

Divyabhaskar.com Sep 11, 2018, 12:05 PM IST

યુટિલિટી ડેસ્ક:  તમે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે(SIP)માં દર મહિને 3 હજાર રૂપિયા રોકાણ કરીને લાંબા સમયમાં મોટું ફંડ બનાવી શકો છો. જો તમે SIPમાં દર મહિને 3 હજાર રૂપિયા 25 વર્ષ સુધી રોકાણ કરો છો અને તમને રોકાણ પર વાર્ષિક 12 ટકા રિટર્ન મળે છે તો 25 વર્ષમાં કુલ 56 લાખનું ફંડ બની શકે છે. આ માટે તમે ગમે તે સમયે એસઆઇપી એકાઉન્ટ ખોલાવી શકો છો. 

 

9 લાખ રૂપિયાના રોકાણ પ મળશે 47 લાખ રૂપિયાનું રિટર્ન
એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ અનુસાર એસઆઇપીમાં જો તમે દર મહિને 3 હજાર રૂપિયા રોકાણ કરો છો તો 25 વર્ષમાં તમે કુલ 9 લાખ રૂપિયાનું રોકણ કરશો. તમારા આ રોકાણ પર વર્ષે 12 ટકા રિટર્ન મળે છે તો તમને અંદાજે 47 લાખ રૂપિયા રિટર્ન મળશે. એટલે તમારું રોકાણ અને રિટર્ન મળીને 25 વર્ષ બાદ તમારું ફંડ અંદાજે 56 લાખ રૂપિયા થઇ જશે. 

 

એસઆઇપીમાં રોકાણથી થાય છે ઓછું જોખમ
એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર જેમને માર્કેટની વધારે જાણકારી ન હોય તેવા રોકાણકારો માટે એસઆઇપી રોકાણ શ્રેષ્ઠ વિકલ્પ છે. એસઆઇપી થકી દર મહિને થોડાક થોડાક પૈસા રોકીને લાંબા સમયમાં મોટું ફંડ બનાવી શકો છો. એસઆઇપીમાં તમારા પૈસા અલગ-અલગ સેક્ટરમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે છે, જેથી બજારમાં ઉતાર ચઢાવની અસર એસઆઇપી પર ઓછી પડે છે. એટલે કે બજારમાં રોકાણનું જોખમ ઓછું થઇ જાય છે. એસઆઇપીમાં લાંબા સમયમાં તમને કંપાઉન્ડિંગનો ફાયદો મળે છે. કંપાઉન્ડિંગનો અર્થ છે કે તમને રોકાણ પર દર વર્ષે જે રિટર્ન મળે છે, આગલા વર્ષે તમને રોકાણ અને રિટર્ન મેળવીને રિટર્ન આપવામાં આવે છે. આ પ્રકારે તમારું રોકાણ જેટલા લાંબા સમય સુધી રહેશે તમને કંપાઉન્ડિંગનો ફાયદો એટલો વધારે મળે છે. એટલે કે ફંડ ઝડપથી વધે છે. 

 

500 રૂપિયાથી શરૂ કરી શકો છો એસઆપીમાં રોકાણ
તમે માત્ર 500 રૂપિયાથી એસઆઇપીમાં રોકાણ શરૂ કરી શકો છો. એસઆઇપીમાં તમે તમારી સુવિધા અનુસાર એ નક્કી કરી શકો છો કે તમે કેટલા પૈસા રોકાણ કરવા માગો છો. એ ઉપરાંત એસઆઇપીમાં તમે ઇચ્છો તો દર વર્ષ તમારું રોકાણ વધારી શકો છો. તેનાથી તમે ઓછા સમયમાં મોટું ફંડ બનાવી શકો છો.

Share
Next Story

ઘરે બેઠા 2,000 રૂ.માં કરો આ કોર્સ, દર મહિને 25-50 હજાર રૂપિયા કમાવાની તક

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 25 years investment plan know how to create big amount throw sip
(News in Gujarati from Divya Bhaskar)