દિલ્હી: JNUના વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ પર અજાણ્યા હુમલાખોરોએ ચલાવી ગોળી, આબાદ બચાવ

ખાલિદ સોમવારે કૉન્સ્ટિટયૂશનલ ક્લબ ખાતે એક કાર્યક્રમમાં સામેલ થવા પહોંચ્યા હતા

Divyabhaskar.com Aug 13, 2018, 03:19 PM IST

નવી દિલ્હીઃ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)ના સ્ટુડન્ટ નેતા ઉમર ખાલિદ પર સોમવાર બપોરે સંસદની પાસે અજાણ્યા હુમલાખોરે ફાયરિંગ કર્યું. હુમલામાં ખાલિદનો આબાદ બચાવ થયો. પોલીસે ઘટનાસ્થેળથી એક પિસ્તોલ પણ જપ્ત કરી. યૂનાઇટેડ અગેન્સ્ટ હેટ નામના સંગઠને કૉન્સ્ટિટયૂશનલ ક્લબમાં 'ખૌફ સે આઝાદી' કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ઉમેરને પણ તેમાં સામેલ થવાનું હતું.
 
ડીસીપી મધુર વર્માએ કહ્યું કે, ઉમર પર તે સમયે હુમલો થયો, જ્યારે એક દુકાન પર પોતાના સાથીઓ સાથે ચા પી રહ્યા હતા. પોલીસ સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહી છે. ઉમરે પૂછપરછમાં જણાવ્યું કે કોઈએ પાછળથી તેમને ફેંટ મારી. ત્યારબાદ ગોળી મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફાયર ન કરી શક્યો. તેણે ભાગતી વખતે ફાયરિંગ કર્યું. બીજી તરફ, એક પ્રત્યક્ષદર્શીએ મીડિયાને જણાવ્યું કે, સફેદ શર્ટ પહેરેલો એક યુવક આવીને ધક્કા-મુક્કી કરી અને ઉમર પર ગોળી ચલાવી. ભાગદોડમાં ખાલિદ જમીન પર પડી ગયો અને હુમલાખોર નિશાન ચૂકી ગયો. ત્યારબાદ કેટલાક લોકોએ તેને પકડવાનો પ્રયાસ કર્યો. હુમલાખોર હવામાં ફાયર કરીને ભાગવા લાગ્યો અને પિસ્તોલ તેના હાથમાંથી સરકીને પડી ગઈ. 

 

દેશ વિરોધી સૂત્રોચ્ચાર કરવાના કારણે ખાલિદની થઈ હતી ધરપકડ

 
ઉમર ખાલિદનું નામ પહેલીવાર ફેબ્રુઆરી 2016માં સામે આવ્યું હતું. ત્યારે જેએનયુ સ્ટુડન્ટ યુનિયન નેતા કન્હૈયા કુમાર અને ઉમરની દેશ વિરોધી સૂત્રોચ્ચાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ઉમરે હુમલા બાદ કહ્યું, દેશમાં આતંકનો માહોલ છે. જે કોઈ પણ સરકારની વિરુદ્ધ બોલશે, તેને ધમકાવવામાં આવશે. સ્ટુડન્ટ નેતા કન્હૈયા કુમારે તેને અવાજ દબાવવાનો પ્રયાસ ગણાવ્યો.

 

ખાલિદને રાષ્ટ્રદ્રોહી જણાવીને બદનામ કરવાનું બીજેપી-સંઘનું કાવતરું, તેના કારણે જ થયો હુમલો- મેવાણી

 

- ઉમર ખાલિદ પર થયેલા હુમલાની ઘટનાને લઇને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સંઘ પરિવાર અને બીજેપી પર પ્રહારો કર્યા છે. આ મામલે નિવેદન આપતો એક વીડિયો તેણે ફેસબુક પર પોસ્ટ કર્યો છે.

- વીડિયોમાં જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, "સંઘ પરિવાર અને બીજેપીના લોકો છેલ્લાં સતત 2 વર્ષોથી એક સમજી-વિચારીને કરેલા કાવતરાં હેઠળ વારંવાર ઉમર ખાલિદને રાષ્ટ્રદ્રોહી જણાવીને જે રીતે બદનામ કરી રહ્યા હતા, તેને વલ્નરેબલ બનાવી રહ્યા હતા, તેના કારણે જ આજે ઉમર ખાલિદ પર હુમલો થયો છે. હું સ્પષ્ટપણે માનું છું કે આ એ લોકોનું જ કારસ્તાન હોઇ શકે છે, જે લોકોએ ગૌરી લંકેશ, દાભોલકરજી અને કલબુર્ગીને માર્યા છે. સંઘ પરિવાર અને બીજેપી સિવાય આ બીજું કોઇ ન હોઇ શકે, જે ઉમર ખાલિદ પર હુમલો કરે. એટલે હું માત્ર આ ઘટનાની નિંદા જ નથી કરતો પરંતુ માનનીય વડાપ્રધાનને કહું છું કે આ મામલે તેમણે મોઢું ખોલવું જોઇએ, અને તેમને પોલીસ પ્રોટેક્શન આપવું જોઇએ."

Share
Next Story

‘My Success Story’’માં આ શનિવારે જોઈશું ‘લવની ભવાઈ’ ફેમ આરોહી પટેલ સાથેની ખાસ મુલાકાત

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Unknown attacker fired at JNU Student leader Umar Khalid
(News in Gujarati from Divya Bhaskar)