Loading...

PM મોદીની ચીન યાત્રા અને શી સાથે મુલાકાત, જાણો શું મળશે ભારતને

બંને નેતાઓના પરસ્પર સંબંધોમાં ઉર્જા જોવા મળી. બંને નેતાઓએ મિત્રતાપૂર્ણ માહોલમાં વિસ્તૃત ચર્ચા કરી

Divya Bhaskar Apr 28, 2018, 05:28 PM

નેશનલ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બે દિવસની અનઔપચારિક બેઠક આજે પૂરી થઈ ગઈ છે. આ શિખર વાર્તાનો હેતુ દ્વીપક્ષીય સંબંધમાં સુધારો લાવવા અને વિવાદિત મુદ્દાઓ વચ્ચે સહમતી બનાવવાનો હતો. બંને દેશોની આ રાષ્ટ્રઅધ્યક્ષ બેઠકના સકારાત્મક પરિણામો સામે આવવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ બેઠક માટે ચીનના રાષ્ટ્રપતિએ તેમના પ્રોટોકોલ પણ તોડ્યા હતા. તો આવો જાણીએ આ બેઠકથી ભારતને ભવિષ્યમાં કયા કયા મુદ્દે ફાયદો થવાની શક્યતા છે.

1. અનોખી વાત-ચીત


વડાપ્રધાન મોદીની આ બે દિવસની યાત્રા હતી. ઈતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે, બંને દેશોના રાષ્ટ્રઅધ્યક્ષ વચ્ચે અનઔપચારિક બેઠક કરવામાં આવી હતી. પીએમ મોદીએ દુનિયાના નેતાઓને આ પરંપરાને આગળ વધારવાની પ્રેરણા પણ આપી છે.

2. બેઈજિંગથી બહાર અન્ય શહેરમાં રાખવામાં આવી મુલાકાત


ચીનના રાષ્ટ્રપતિ હંમેશા કોઈ રાષ્ટ્રધ્યક્ષ સાથે પાટનગર બેઈજિંગમાં જ મુલાકાત કરે છે. તે ઉપરાંત બેઈજિંગની બહાર અત્યાર સુધી ક્યારેય કોઈ મુલાકાત નથી કરી. પરંતુ પીએમ મોદી આ ઐતિહાસીક યાત્રા પર રાષ્ટ્રપતિ શી જિનપિંગે બેઈજિંગની જગ્યાએ વુહાંગમાં આ મુલાકાત રાખી હતી. આ અંગત અને અનઔપચારિક મુલાકાતને બંને દેશોના એક નવા સંબંધની શરૂઆત માનવામાં આવે છે.

3. ચીનનો રસ


આ સમગ્ર વાર્તા દરમિયાન ચીને પણ દિલ ખોલીને પીએમ મોદીનું આદર સત્કાર કર્યું. હુબઈ મ્યૂઝિયમમાં પીએમ મોદીનું પારંપરિક નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેમને ઐતિહાસિક મ્યૂઝિયમની પ્રદર્શની બતાવવામાં આવી. ઈસ્ટ લેકમાં ચાલતા-ચાલતા લાંબી વાતચીત, ચા પર ચર્ચા અને બોટિંગ પણ કર્યું. આ ઉપરાંત વુહાનની એક ઇવેન્ટમાં પીએમ મોદીની સામે બોલિવૂડ ફિલ્મની ધૂન પણ વગાડવામાં આવી.
આ ઉપરાંત, વુહાનમાં લંચ પણ ખૂબ જ ખાસ રહ્યું. લંચ મેન્યૂ કાર્ડની ડિઝાઇન જિનપિંગે પોતાની દેખરેખમાં તૈયાર કરાવી અને તેનો રંગ ભારતીય તિરંગા જેવો હતો. કાર્ડની ઉપર ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરનું ચિત્ર બનેલું હતું.

4. પરસ્પર બંને નેતાઓ વચ્ચે સંબંધ


બંને નેતાઓના પરસ્પર સંબંધોમાં ઉર્જા જોવા મળી. બંને નેતાઓએ મિત્રતાપૂર્ણ માહોલમાં વિસ્તૃત ચર્ચા કરી. હુબઈ મ્યૂઝિયમમાં જિનપિંગે મોદીને પોતાની સાથે લઈને ઐતિહાસિક કલાકૃતિ બતાવી. સંગ્રહાલયમાં તેઓ મોદીની સાથે 20 મિનિટ સુધી રહેવાનું નિયત કરવામાં આવ્યું હતું પરંતુ તેઓ 40 મિનિટથી વધુ સમય સુધી ત્યાં સાથે રહ્યા.

5- વિવાદિત મુદ્દાઓ પર સંમતિ

જોકે, આ અનૌપચારિક વાતચીતમાં કોઇ અધિકૃત કરાર નથી થયા, પરંતુ સીમા વિવાદ અને આતંકવાદ જેવા તમામ મુદ્દાઓ પર બંને નેતાઓ વચ્ચે સકારાત્મક વાતચીત થઇ.

6- અફઘાનિસ્તાન પર સહમત

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારત અને ચીનની વચ્ચે અફઘાનિસ્તાનના મુદ્દાને લઇને મહત્વની વાતચીત થઇ. ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે બંને દેશ અફઘાનિસ્તાનમાં સાથે મળીને કામ કરશે. અફઘાન પ્રોજેક્ટમાં બંને દેશોની આર્થિક ભાગીદારી હશે. બંને દેશોએ અફઘાનિસ્તાનમાં શાંતિ કાયમ કરવા અને આર્થિક મોરચા પર મળીને કામ કરવા પર સંમતિ દર્શાવી છે, જેથી ત્યાંથી આંતકવાદને જડમૂળથી ખતમ કરી શકાય.

7- સીમા વિવાદ પર આગળ શું

સીમા વિવાદને લઇને પીએમ મોદી અને શી જિનપિંગે વાત કરી. વિદેશ સચિવે જણાવ્યું, "બંને નેતાઓએ વિશેષ પ્રતિનિધિઓ દ્વારા વિવાદનો વધુ સારો ઉકેલ શોધવાનું સમર્થન કર્યું." તેમણે જણાવ્યું કે 2005માં જે પેરામીટર્સ હતા તેના આધારે જ સેકન્ડ સ્ટેજમાં વાત થશે.

8- સેનામાં તાલમેલ

બંને નેતાઓએ ભારત-ચીન સીમાક્ષેત્રના તમામ વિસ્તારોમાં શાંતિ અને અમન કાયમ રાખવાની વાતને મહત્વ આપ્યું. સાથે જ આ બાબતે બંને નેતાઓએ નિર્ણય કર્યો કે તેઓ પોતપોતાની સેનાઓને વ્યૂહાત્મક દિશાનિર્દેશ જાહેર કરશે, જેથી પરિસ્થિતિ વધુ સારી થઇ શકે અને ડોકલામ જેવી સ્થિતિ પેદા ન થાય. એ વાત પર પણ સંમતિ બની કે બંને દેશોની સેનાઓ વચ્ચે કોમ્યુનિકેશન વધે અને પરસ્પર વિશ્વાસ પેદા થાય. સાથે જ પ્રવર્તમાન માળખાકીય તંત્રને પણ મજબૂત કરાવમાં આવશે જેથી સરહદીય વિસ્તારોમાં પરિસ્થિતિ સંભાળી શકાય.

9- જિનપિંગને આમંત્રણ

બંને નેતાઓએ વર્ષ 2014માં અનૌપચારિક બેઠકોની શરૂઆત કરી હતી, જ્યારે પીએમ મોદીએ દિલ્હીના બદલે ગુજરાતમાં મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમમાં જિનપિંગની યજમાની કરી હતી. ત્યારથી લઇને અત્યાર સુધી તેમણે ઘણી આંતરરાષ્ટ્રીય બેઠકોમાં એકબીજાની મુલાકાત કરી. હાલની શિખરવાર્તા દરમિયાન વડાપ્રધાને આગામી વર્ષે ભારતમાં આગલી અનૌપચારિક બેઠકની યજમાની કરવાનો જિનપિંગ આગળ પ્રસ્તાવ મૂક્યો.

10- ચીન મીડિયાના વખાણ


ચીનના છાપાઓમાં પહેલા પાના પર શનિવારે મોદી-જિનપિંગના ઐતિહાસિક મહત્વ ધરાવતા અનૌપચારિક વુહાન સંમેલનના સમાચારોને સારી જગ્યા મળી. લગભગ તમામ છાપાઓના પહેલા પાના પર આ સમાચારને જગ્યા આપવામાં આવી અને તેના ખૂબ વખાણ પણ થયા. ચીનના પીપલ્સ ડેઇલીના લીડ સમાચાર આ સંમેલન વિશે છે અને તેના પહેલા પાને મોદી અને જિનપિંગની બે તસવીરો પ્રકાશિત કરવામાં આવી છે.

આગળની સ્લાઈડમાં જુઓ મોદી અને જિનપિંગની મુલાકાત દરમિયાનની વિવિધ તસવીરો


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: PM મોદીની ચીન યાત્રા અને શી સાથે મુલાકાત, જાણો શું મળશે ભારતને| PM Narendra Modi China summit ten main points
(News in Gujarati from Divya Bhaskar)