Loading...

તીન મૂર્તિ મેમોરિયલનું સ્વરૂપ ન બદલે સરકાર: મનમોહનનો મોદીને પત્ર

પૂર્વ વડાપ્રધાને લખ્યું, સરકાર એજન્ડા હેઠળ નહેરૂ સાથે જોડાયેલા બંને સ્થળોનું સ્વરૂપ અને પ્રકૃતિ બદલવા માંગે છે

Divya Bhaskar Aug 27, 2018, 01:07 PM
મનમોહન સિંહે લખ્યો નરેન્દ્ર મોદીને પત્ર (ફાઇલ)

નવી દિલ્હી: મનમોહન સિંહે કેન્દ્ર સરકારને 'તીન મૂર્તિ કોમ્પ્લેક્સ' સ્થિત નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ અને લાયબ્રેરીના સ્વરૂપને બદલવાની કોશિશ ન કરવા જણાવ્યું છે. તેમણે આ સંબંધે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે તીન મૂર્તિના સ્વરૂપને બદલવાના વિચાર અંગે ચિંતા વ્યક્ત કરી છે. પત્રમાં પૂર્વ વડાપ્રધાને લખ્યું છે કે નહેરૂ ફક્ત કોંગ્રેસના જ નહીં પરંતુ આખા દેશના નેતા હતા, પરંતુ સરકાર એજન્ડા હેઠળ તેમની સાથે જોડાયેલા બંને સ્થળોનું સ્વરૂપ અને પ્રકૃતિ બદલવા માંગે છે. ગયા અઠવાડિયે મોકલવામાં આવેલા આ પત્રમાં મનમોહનસિંહે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે વાજપેયીએ પોતાના 6 વર્ષના કાર્યકાળ દરમિયાન એકવાર પણ બંને સ્થળોમાં ફેરફાર કરવાનો પ્રયત્ન નથી કર્યો, પરંતુ આ સરકારે તેને એજન્ડા બનાવી દીધો છે.

કોંગ્રેસે લગાવ્યો'તો આરોપ- બીજેપી સરકાર નહેરૂના વારસાને ખતમ કરવા માંગે છે

થોડા દિવસ પહેલા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર તીન મૂર્તિ કોમ્પ્લેક્સમાં દેશના તમામ વડાપ્રધાનોનું મ્યુઝિયમ બનાવવા માંગે છે. તેના પર કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે બીજેપી સરકાર નહેરૂના વારસાને ખતમ કરવા માંગે છે. તીન મૂર્તિ પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરૂનું નિવાસસ્થાન હતું. 1964માં તેમના મૃત્યુ પછી ભવનમાં તેમના નામ પર મ્યુઝિયમ અને લાયબ્રેરી બનાવવામાં આવ્યા હતા.

વાજપેયીએ કહ્યું હતું- તીન મૂર્તિમાં કોઇ ન લઇ શકે પંડિતજીની જગ્યા

- મનમોહન સિંહે કહ્યું કે સરકારની સંશોધન નીતિ ક્યારેય નહેરૂની ભૂમિકા અને ભારતના નિર્માણમાં તેમના યોગદાનને ઓછું નહીં આંકી શકે. તેમણે નહેરૂના અવસાન પછી સંસદમાં અટલ બિહારી વાજપેયીના ભાષણનો ઉલ્લેખ કરીને કહ્યું કે વાજપેયી પોતે કહેતા હતા- હવે કોઇપણ તીન મૂર્તિની શોભા પંડિતજીની જેમ ન વધારી શકે. તેમના જેવું જીવંત વ્યક્તિત્વ, વિપક્ષને સાથે લઇને ચાલવાની તેમની આવડત, તેમની સજ્જનતા અને મહાનતા કદાચ જ ભવિષ્યમાં ક્યારેક દેખાય. મતભેદો છતાં, તેમના આદર્શો, દેશપ્રેમ અને અતુલનીય સાહસ માટે તમામના મનમાં તેમના માટે સન્માન છે.

ઇતિહાસ અને વારસાના સન્માન માટે બદલાવ ન કરવામાં આવે

- પૂર્વ વડાપ્રધાને કહ્યું, "તીન મૂર્તિ દેશને ઊભો કરનારા પહેલા વડાપ્રધાનની સ્મૃતિ છે. તેમની વિશિષ્ટતા અને મહાનતાને તેમના રાજકીય વિરોધીઓ પણ સ્વીકારતા હતા. આપણે ઇતિહાસ અને વારસાનું સન્માન કરીને તીન મૂર્તિને જેવું છે તેવું જ છોડી દેવું જોઇએ. સાથે જ નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ અને લાયબ્રેરીને પણ ઉત્કૃષ્ટતાનું સંસ્થાન બનાવી રાખવું જોઇએ."

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Manmohan Singh wrote letter to Modi not to make changes in Teen murti Complex
(News in Gujarati from Divya Bhaskar)