પંજાબ: નશાની આદતે લીધો યુવકનો જીવ, અંતિમસંસ્કાર પહેલા મા બોલી- નશા માટે પૈસા લઇ લે પણ ઉઠી જા દીકરા

પત્નીએ જણાવ્યું કે જીવનની છેલ્લી ક્ષણોમાં પણ તે નશા માટે પૈસા માંગી રહ્યો હતો

પિમ્સના નશામુક્તિ કેન્દ્રમાં 25 વર્ષના રિક્કી ઉર્ફ લાડીનું શુક્રવારે રાતે મોત થઇ ગયું. પરિવારજનોનું કહવું છે કે તેને લાંબા સમયથી નશાની આદત હતી. દોઢ મહિના પહેલા જ બડિંગ ગામમાં રહેતી અમન સાથે તેના લગ્ન થયા હતા. પત્નીએ જણાવ્યું કે જીવનની છેલ્લી ક્ષણોમાં પણ તે નશા માટે પૈસા માંગી રહ્યો હતો. આખા મહોલ્લાની આંખોમાં આંસૂ ભરાઇ આવ્યા જ્યારે અંતિમસંસ્કાર પહેલા મૃતકની માએ કહ્યું- નશા માટે પૈસા લઇ લે મારા દીકરા, પરંતુ એકવાર મારા માટે ઉઠી જા. જવાન દીકરાના મૃત્યુથી તેના પિતા આઘાતમાં છે.
Divyabhaskar.com Jul 09, 2018, 10:56 AM IST

જલંધર (પંજાબ): પિમ્સના નશામુક્તિ કેન્દ્રમાં 25 વર્ષના રિક્કી ઉર્ફ લાડીનું શુક્રવારે રાતે મોત થઇ ગયું. પરિવારજનોનું કહવું છે કે તેને લાંબા સમયથી નશાની આદત હતી. દોઢ મહિના પહેલા જ બડિંગ ગામમાં રહેતી અમન સાથે તેના લગ્ન થયા હતા. પત્નીએ જણાવ્યું કે જીવનની છેલ્લી ક્ષણોમાં પણ તે નશા માટે પૈસા માંગી રહ્યો હતો. આખા મહોલ્લાની આંખોમાં આંસૂ ભરાઇ આવ્યા જ્યારે અંતિમસંસ્કાર પહેલા મૃતકની માએ કહ્યું- નશા માટે પૈસા લઇ લે મારા દીકરા, પરંતુ એકવાર મારા માટે ઉઠી જા. જવાન દીકરાના મૃત્યુથી તેના પિતા આઘાતમાં છે.

 

પત્ની બોલી- નશો જ કરતો રહ્યો હોત તો કદાચ આજે જીવતો હોત

 

- પત્ની અમને જણાવ્યું કે, 'પતિ નશા માટે ઘરવાળાઓ પાસે પૈસા માંગતો હતો. ન મળવા પર ગુસ્સે થઇ જતો હતો. છેલ્લીવાર હોસ્પિટલમાં જ્યારે તેની સાથે વાત થઇ, તો તેણે કહ્યું હતું- જો તેને નશો નહીં મળે તો તે મરી જશે.'

- 'તેની તડપ જોઇને હવે મને લાગે છે કે જો તે નશો જ કરતો રહેત તો જીવતો રહેત. છેલ્લી ક્ષણો સુધી મને કહેતો રહ્યો- પૈસા આપી દે. મને પૈસા આપી દે. હવે તેની કહેલી એક-એક વાત યાદ આવી રહી છે. દુઃખ છે કે તેને બચાવી ન શકી.'

 

આ પણ વાંચો: કાર એક્સિડેન્ટમાં ગાયનું મોત, યુવકે પ્રાયશ્ચિત માટે પરંપરા પ્રમાણે એક ગરીબ દીકરીના કરાવ્યા લગ્ન

 

સંબંધીઓ બોલ્યા- નશો મળવો આસાન, નોકરી નહીં

 

- મૃતકની દાદી અને અન્ય સંબંધીઓએ કહ્યું- અમારા બાળકોને નશો તો આસાનીથી મળી જાય છે, પરંતુ નોકરી નથી મળતી. લાડી તેજ-તર્રાર હતો, પરંતુ તેણે પોતાનું તમામ જોર નશો કરવામાં લગાવી દીધું. નશો વેચવાવાળા વિસ્તારના ખૂણેખૂણામાં બેઠા છે. પોલીસને તેઓ દેખાતા કેમ નથી.

- આઇસીયુના એક વરિષ્ઠ કર્મચારીએ જણાવ્યું કે દર્દીને સેલ્યુલાઇટ્સ હતું. આ બીમારી વારંવાર શરીરની નસોને પંચર કરવાથી પણ થાય છે. નસોમાં વારંવાર સોય ભોંકવાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઇ ગયું હતું. 

માર્ચ-જૂનમાં 3000 લોકોનો થયો ઇલાજ: ડીસી

- જિલ્લાના બે નશામુક્તિ કેન્દ્રોમાં 4 મહિનામાં 572 નવા દર્દીઓ ઇલાજ કરાવી ચૂક્યાં છે. ડીસી વીકે શર્માએ કહ્યું, છેલ્લા 4 મહિના દરમિયાન 3000 જેટલા દર્દીઓએ આ કેન્દ્રોમાં ઇલાજ કરાવ્યો છે. જલંધરની સિવિલ હોસ્પિટલમાં આ 4 મહિના દરમિયાન 572 દર્દીઓ નવા આવ્યા છે.

 

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Punjab: Man in Jalandhar died due to habit of taking drugs
(News in Gujarati from Divya Bhaskar)