Loading...

મુંબઈઃ 35 માળના ટાવરમાં આગ, દીપિકા સહિતની હસ્તીઓના અહીં ઘર

વરલીના પ્રભાદેવી વિસ્તારમાં આવેલા બીઉ મોન્ડે ટાવર્સમાં આગ લાગી ગઇ, આ લેવલ-3ની આગ છે

Divya Bhaskar Jun 13, 2018, 06:30 PM
વરલીના પ્રભાદેવી વિસ્તારના એક બિલ્ડીંગમાં લેવલ-3ની આગ લાગી.

મુંબઈ: અહીંયા વર્લીના પ્રભાદેવી વિસ્તારમાં આવેલા 35 માળના બીઉ મોન્ડે ટાવર્સમાં ભીષણ આગ લાગી છે. બોલિવુડ એક્ટ્રેસ દિપીકા પાદુકોણનું ઘર પણ આ જ એપાર્ટમેન્ટમાં છે. તે ઉપરાંત ઘણી સેલેબ્રિટીઓના ઘર આ બિલ્ડીંગમાં છે. અત્યાર સુધીમાં 90 કરતા વધુ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. હાલ ઘટનાસ્થળ પર 10 ફાયર એન્જિન, 2 ક્વિક રિસ્પોન્સ વેહિકલ્સ, 5 જંબો ટેન્કર્સ, 2 હાઇડ્રોલિક પ્લેટફોર્મ્સ અને 2 એમ્બ્યુલન્સ પહોંચી ગયા છે. પોલીસ કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. અગ્નિશમનની કામગીરી ચાલુ છે. ઘટના પછી દીપિકાએ ટ્વિટ કરીને કહ્યું- હું સુરક્ષિત છું. તે ફાયરમેન માટે પ્રાર્થના કરી રહી છું, જેઓ અમારા માટે પોતાનો જીવ ખતરામાં નાખી રહ્યા છે.

દિપીકા ઘરમાં હાજર નથી

- આ બિલ્ડીંગના 26મા માળ પર દિપીકા પાદુકોણની માતા અને નાની બહેન રહે છે. આ 4 બીએચકે ફ્લેટ્સ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલ દિપીકા ઘરે નથી, તે શૂટિંગ માટે ઘરની બહાર છે.

- બિલ્ડીંગમાં કેટલાક ઉદ્યોગપતિઓના પણ ફ્લેટ અને ઓફિસ છે.

- આ જ બિલ્ડીંગમાં 30મા માળે તેની ઓફિસ છે.

હજુ સુધી આગ લાગવાના કારણની જાણકારી નહીં

- પોલીસ અને ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

- મુંબઈ પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે તેનો સ્ટાફ અને ફાયર બ્રિગેડ સહાયતા માટે સ્થળ પર પહોંચી ગયા છે. આગ બુઝાવવાની કોશિશો કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડે લેવલ 2નું એલર્ટ જાહેર કર્યું હતું.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Level III fire breaks out in Beau Monde Towers in Worlis Prabhadevi locality
(News in Gujarati from Divya Bhaskar)