Loading...

ભારત-પાક. વચ્ચે સમિટ કરાવવા માગે છે ચીન, કહ્યું- વધુ એક ડોકલામ નહીં

ચીને એક પ્રસ્તાવ મુક્યો છે જે અંતર્ગત ચીન-ભારત-પાકિસ્તાનની ત્રિપક્ષીય સમિટના આયોજનની વાત કરી છે.

Divya Bhaskar Jun 18, 2018, 02:49 PM
PM મોદીની વિદેશ નીતિમાં શી જિનપિંગની નીતિની ઝલક પણ જોવા મળે છે- ચીનના રાજદૂત (ફાઈલ)

નેશનલ ડેસ્કઃ પાકિસ્તાન સાથે નિકટતા ધરાવતું અને દરેક વાતમાં તેમનો બચાવ કરતું ચીન હવે ભારત-પાકિસ્તાન વચ્ચે મિત્રતા વધારવા માગે છે. ચીને એક પ્રસ્તાવ મુક્યો છે જે અંતર્ગત ચીન-ભારત-પાકિસ્તાનની ત્રિપક્ષીય સમિટના આયોજનની વાત કરી છે. ચીનના એમ્બેસેડરે સોમવારે નિવેદન આપ્યું કે હાલમાં જ ભારત અને પાકિસ્તાન શાંઘાઈ કોરપોર્શન ઓર્ગેનાઈઝેશનનો ભાગ બન્યાં છે ત્યારે આ મંચ ભારત અને પાકિસ્તાનને નજીક લાવવામાં મદદ કરી શકે છે.

ભારતે ચીન સાથે 10 વર્ષની મિત્રતાનો કરાર કરવો જોઈએ


- ભારત અને ચીનના સંબંધોને લઈને ચીનના એમ્બેસેડર લિયો હાહૂઈએ કહ્યું કે, "ભારત અને ચીન પડોશી છે અને એટલે જ બંનેમાં મિત્રતા હોવી જરૂરી છે. ભારતે ચીનની સાથે મિત્રતાની 10 વર્ષની એક સંધિ કરવી જોઈએ અને તે અંતર્ગત અમે નવી દિલ્હીને એક ડ્રાફ્ટ પણ મોકલ્યો છે."
- ચીની રાજદૂતે વધુમાં કહ્યું કે અમે લોકો વધુ એક ડોકલામ જેવી સ્થિતિ નથી જોવા માગતા.
- ચીની એમ્બેસેડરે કહ્યું કે, "આ વર્ષે બેઈજિંગમાં બંને દેશની વચ્ચે બોર્ડરને લઈને મંત્રણા થશે. બંને દેશના વિદેશ મંત્રી પણ ટૂંક સમયમાં જ મળી શકે છે. આ ઉપરાંત રક્ષા મંત્રીઓની પણ મુલાકાત થશે."

વાંચોઃ J&K: બાંદીપુરામાં 4 આતંકી ઠાર, બીજબેહરામાં સર્ચ ઓપરેશન શરૂ

ચીની એમ્બેસેડર કહ્યું ભારત-ચીન મિત્રતા કેમ જરૂરી?


- ભારત-ચીન એવાં પડોશી છે જે એકબીજાથી દૂર ન ભાગી શકે.
- આપણી વચ્ચે બોર્ડરને લઈને વિવાદ, મિત્રતાથી દૂર થઈ શકે છે.
- કેટલીક શક્તિઓની તાકાતોને આપણે સામનો કરવાનો છે.
- અમારી પાસે બેસ્ટ હાર્ડવેર અને તમારી પાસે બેસ્ટ સોફ્ટવેર છે.

વાંચોઃ રશિયામાં MLA બની ગયો આ બિહારી ડોકટર, ત્યાંથી જ પૂર્ણ કર્યો મેડિકલનો અભ્યાસ

ભારત-ચીનના સંબંધો 5Cથી વધશે આગળ


- Communication
- Cooperation
- Contacts
- Coordination
- Control


- ચીની રાજદૂતે એમ પણ કહ્યું કે, "PM મોદીની વિદેશ નીતિમાં શી જિનપિંગની નીતિની ઝલક પણ જોવા મળે છે. અમારે બંને દેશોની વચ્ચે લોકોનો લોકોથી સંબંધ, મોટાં અધિકારીઓના સંબંધ વધારવા જોઈએ. અમે આગળ પણ ભારતીય યાત્રિકોને કૈલાશ માનસરોવર આવવા માટે શક્ય એટલી મદદ કરીશું."
- ગત દિવસોમાં વડાપ્રધાન મોદી બે વખત ચીનની મુલાકાતે ગયા હતા. પહેલાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે ઈન્ફોર્મલ સમિટ અને બીજી વખત SCO સમિટ વખતે.
- આ મુલાકાત બાદ ભારત-ચીન વચ્ચેના સંબંધો ફરી પાટા પર આવી રહ્યાં છે.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: China envoy proposed trilateral summit between India Pakistan and China
(News in Gujarati from Divya Bhaskar)