Loading...

2-4 દિવસમાં મા બનવાની હતી પત્ની, બહારવાળીના ચક્કરમાં ઘરવાળીને ઊંઘમાં મારી ગોળી અને સવાર થતાં જતો રહ્યો વૉક પર

પ્રેમિકાએ કહ્યું હતું- પત્નીને રસ્તામાંથી હટાવ, તો જ હું તારી સાથે રહી શકીશ

બહારવાળીના ચક્કરમાં તેણે ગર્ભવતી પત્નીની હત્યા કરી નાખી.
Divyabhaskar.com | Updated -Sep 12, 2018, 12:06 PM

મુઝફ્ફરપુર (બિહાર): સોમવારે વહેલી સવારે 3.30 વાગે ગર્ભવતી રાજનંદિની એટલે કે લાખોની પતિ સંજીવકુમારે જ ગોળી મારીને હત્યા કરી નાખી. પહેલા પતિએ કહ્યું કે ઉઠીને તે સીધો જ મોર્નિંગ વોક માટે ચાલ્યો ગયો. જ્યારે પાછો ફર્યો તો પત્ની લોહીથી લથબથ હાલતમાં પડી હતી. શંકા થવા પર પોલીસે જ્યારે પોલીસ સ્ટેશન લઇ જઈને પૂછપરછ શરૂ કરી તો વધુ સમય સુધી જૂઠ્ઠું ન બોલી શક્યો. કહ્યું- બહારવાળીના ચક્કરમાં તેણે ગર્ભવતી પત્નીની હત્યા કરી નાખી. પોલીસે તે પિસ્તોલ પણ મેળવી લીધી છે, જેનાથી હત્યા કરવામાં આવી હતી. જણાવવામાં આવ્યું છે કે લાખો બે-ચાર દિવસમાં જ મા બનવાની હતી. 

 

પતિના ભાઈએ આપી મહિલાને મુખાગ્નિ

 

સંજીવના મોર્નિંગ વોકથી પાછા ફરવા સુધી ઘરના અન્ય લોકો પણ નહોતા જાણી શક્યા કે લાખોની હત્યા કરી દેવામાં આવી છે. તેણે જ જ્યારે હોબાળો કર્યો તો જોતજોતામાં ભીડ જમા થઈ ગઈ. લોકો સ્તબ્ધ હતા. સૂચના મળતાં મીનાપુર પોલીસ સ્ટેશનના અધ્યક્ષ ધનંજય કુમાર પોલીસની ટીમ સાથે પહોંચી ગયા. પરિવારજનોની અલગ-અલગ પૂછપરછ કરી. ઘટનાસ્થળથી દારૂની બોટલ મળી આવી. પોલીસ અધિકારીને પતિના જ હાવભાવથી શંકા ઉપજી. ક્રોસ પૂછપરછમાં તે ગૂંચવાઈ ગયો તો પોલીસ સ્ટેશન લઇ જઇને પૂછપરછ કરવામાં આવી.

 

પ્રેમિકાએ કહ્યું હતું- પત્નીને રસ્તામાંથી હટાવ, તો જ હું તારી સાથે રહી શકીશ 

 

સંજીવનો એક વર્ષથી બીજી મહિલા સાથે પ્રેમપ્રસંગ ચાલી રહ્યો છે. 15-20 દિવસ પહેલા તેની જાણ પત્નીન થઈ ગઈ. જે મહિલા સાથે પ્રેમસંબંધ હતો, તેના પતિને પણ જાણ થઈ ગઈ. સંજીવના કહેવા પ્રમાણે, પ્રેમિકાએ કહ્યું કે પત્નીને રસ્તામાંથી હટાવી લે, તો જ હું પણ મારા પતિને છોડીને તારી સાથે રહીશ. બાળક થયા પછી મામલો વધુ ગૂંચવાઈ જશે. પરિણામે ગર્ભવતી પત્નીને વહેલી સવારે જ્યારે તે ઘસઘસાટ ઊંઘી રહી હતી ત્યારે તેના લમણામાં ગોળી મારી દીધી. ત્યારબાદ તે મોર્નિંગ વોક પર નીકળી ગયો અને પિસ્તોલ રસ્તાને કિનારે ઝાડીઓમાં ફેંકી દીધી. 

 

ચાર વર્ષ પહેલા કર્યા હતા લગ્ન, હવે પ્રેમપ્રસંગમાં વિઘ્ન બનવા પર રસ્તામાંથી હટાવી

 

સંજીવને લાખો સાથે બહુ પહેલેથી પ્રેમસંબંધ હતો. ચાર વર્ષ પહેલા લાખોના લગ્ન સમસ્તીપુર થઈ ગયા. લાખોની સાસરીમાં પણ સંજીવ આવવા-જવા લાગ્યો. આ દરમિયાન આપત્તિજનક સ્થિતિમાં લાખોના સસારીવાળાએ તેને બંધક બનાવી દીધી. પંચાયતમાં નક્કી થયું કે લાખો અને સંજીવના લગ્ન કરાવી દેવામાં આવે. ચાર વર્ષ પહેલા સંજીવે લાખો સાથે લગ્ન કરી લીધા. લાખો પછી છેલ્લા એક વર્ષથી બીજી મહિલા સાથે તેનું ચક્કર ચાલવા લાગ્યું. આખરે તેણે કંટાળીને પત્નીની હત્યા કરી નાખી. 

 

સંજીવની પ્રેમિકાની પણ થઈ ઓળખ, તેની પણ થશે પૂછપરછ

 

મીનાપુર પોલીસનું કહેવું છે કે સંજીવની પ્રેમિકાની ઓળખ કરી લેવામાં આવી છે. તેની પણ પૂછપરછ કરવામાં આવશે. હત્યા માટે ઉશ્કેરવામાં તેની પણ ભૂમિકા સામે આવવા પર કાર્યવાહી થશે. પોસ્ટમોર્ટમમાંથી શબ આવ્યા પછી, દરવાજા પર લોકોની ભીડ જમા થઈ ગઈ. પિતા પેરાલિસિસને કારણે જિંદગી અને મોત સામે લડી રહ્યા છે.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Husband killed pregnant wife for extra marital affair at Muzaffarpur Bihar
(News in Gujarati from Divya Bhaskar)