આમઆદમી પાર્ટીને ECની નોટિસ, પૂછ્યું- ચૂંટણી ચિન્હ કેમ રદ કરવામાં ન આવે?

આપ પર આરોપ છે કે વર્ષ 2014-15માં ફંડના મામલે પારદર્શિતા ન રાખતા ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

આમઆદમી પાર્ટીની મુશ્કેલી ફરી એક વખત વધી ગઈ છે. ચૂંટણી પંચે આમઆદમી પાર્ટીને નોટિસ આપીને પુછ્યું છે કે તમારું ચૂંટણી ચિન્હ કેમ રદ કરવામાં ન આવે? સાથે જ આ નોટિસનો જવાબ 20 દિવસની અંદર આપવાના આદેશ પણ આપ્યાં છે. ઈન્કમટેક્સ વિભાગનો રિપોર્ટ ચૂંટણી પંચને મોકલવામાં આવ્યો હતો જેના આધારે ચૂંટણી પંચે આમઆદમી પાર્ટીને કારણ બતાવો નોટિસ આપી હતી.
Divyabhaskar.com Sep 11, 2018, 05:11 PM IST

નવી દિલ્હીઃ આમઆદમી પાર્ટીની મુશ્કેલી ફરી એક વખત વધી ગઈ છે. ચૂંટણી પંચે આમઆદમી પાર્ટીને નોટિસ આપીને પુછ્યું છે કે તમારું ચૂંટણી ચિન્હ કેમ રદ કરવામાં ન આવે? સાથે જ આ નોટિસનો જવાબ 20 દિવસની અંદર આપવાના આદેશ પણ આપ્યાં છે. ઈન્કમટેક્સ વિભાગનો રિપોર્ટ ચૂંટણી પંચને મોકલવામાં આવ્યો હતો જેના આધારે ચૂંટણી પંચે આમઆદમી પાર્ટીને કારણ બતાવો નોટિસ આપી હતી. નોટિસમાં CBDTએ મોકલેલાં રિપોર્ટના આધારે આપ પર આરોપ છે કે વર્ષ 2014-15માં ફંડના મામલે પારદર્શિતા ન રાખતા ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. 

 

AAP પર શું છે આરોપ?


- ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ચૂંટણી પંચને મોકલેલા રિપોર્ટના આધારે આમઆદમી પાર્ટી પર મુખ્ય રૂપથી ત્રણ આરોપ છે. 

1) ફંડની જાણકારી છુપાવવામાં આવી


- આમઆદમી પાર્ટીએ બેંક ખાતામાં 67.67 કરોડ રૂપિયા ક્રેડિટ થયા જ્યારે કે પાર્ટીએ પોતાના ખાતામાં 54.15 કરોડ રૂપિયા જ દેખાડ્યાં એટલે કે 13.16 કરોડ રૂપિયાનો હિસાબ ન મળ્યો અને જેને અજ્ઞાત સ્ત્રોતથી માનવામાં આવે છે.

 

2) 2 કરોડ રૂપિયા હવાલા ઓપરેટર પાસેથી લીધા


- રિપોર્ટમાં કહેવાયું કે આમઆદમી પાર્ટીએ 2 કરોડ રૂપિયા હવાલા ઓપરેટરથી લીધા હતા પરંતુ તેની રજૂઆત ફંડ તરીકે કરી હતી. 

 

3) વેબસાઈટ અને ચૂંટણી પંચને આપી ખોટી જાણકારી


- રિપોર્ટમાં કહેવાયું કે AAPએ પોતાની વેબસાઈટમાં અને ચૂંટણી પંચને ફંડની ખોટી જાણકારી આપી. જેમાં એમ પણ કહેવાયું કે એક વખત સવાલ ઉઠાવવામાં આવતાં AAP દ્વારા પોતાના ખાતાની જાણકારી બદલાવી હતી. 

 

ચૂંટણી પંચના દિશા નિર્દેશનું પાલન ન કર્યું


- નોટિસમાં કહેવાયું છે કે CBDTના રિપોર્ટથી એવો ખ્યાલ આવે છે કે આમઆદમી પાર્ટીએ ચૂંટણી પંચના પારદર્શિતાના દિશા નિર્દેશનું પાલન નથી કર્યું. 
- આપ દ્વારા આપવામાં આવેલી ખાતાઓની વિગતમાં પણ અનિયમિતતા મળી હતી. તેથી જ પહેલી દ્રષ્ટીએ આમઆદમી પાર્ટીએ ચૂંટણી પંચની કાયદાકીય નિર્દેશોનું ઉલ્લંઘન કર્યું છે. 

Share
Next Story

શાહે જયપુરમાં કહ્યું- અખલાક મર્ડર, અવોર્ડ વાપસી વિવાદ છતાંય ભાજપ જીત્યું

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: EC sends show cause notice to AAP on donation discrepancies
(News in Gujarati from Divya Bhaskar)