Loading...

સોશ્યલ મીડિયામાં દાવો: શું પંડિત નહેરુએ ખરેખર પ્લેબોયને ઇન્ટર્વ્યુ આપેલો?

પ્લેબોયે સમર્થન આપ્યું છે કે ભારતના પ્રથમ વડાપ્રધાને તેને ઇન્ટવ્યુ આપ્યો હતો.ઇન્ડિયાટુડેએ ટવીટર વાયરલ ટેસ્ટ મૂક્યો છે.

ઇન્ડિયા ટુડેના ટવીટર પર થયેલો વાયરલ ટેસ્ટ.
Divyabhaskar.com | Updated -Jun 29, 2018, 10:28 PM

અમદાવાદઃ વિખ્યાત એડલ્ટ મેગેઝિન પ્લેબોયને 55 વર્ષ પહેલા ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ મેગેઝિનને ઇન્ટરવ્યુ આપ્યો હતો કે કેમ તે મુદ્દે સોશ્યલ મીડિયામાં જોરદાર ચર્ચા ચાલી છે. સોશ્યલ મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ એડલ્ટ મેગેઝિનનો પોતાનો ઇન્ટરવ્યુ આપ્યો હતો. તેના કારણે તેની ખરાઇ અંગે તર્કવિતર્ક વહેતા થયા હતા. ઘણા લોકોએ તેને ફેક ગણીને નકારી કાઢ્યા હતા. સોશ્યલ મીડિયામાં પ્લેબોયની ટવીટ મૂકીને જણાવ્યું છે કે પ્લેબોયે પણ તેને સમર્થન આપ્યું છે. ઇન્ડિયાટુડેએ ટવીટર પણ આ વાયરલ ટેસ્ટ મૂક્યો છે.

 

1963માં લેવાયો હતો ઇન્ટરવ્યુ

 

પ્લેયબોયે ટવીટ કરીને આ દાવાને સમર્થન આપ્યું છે. એડલ્ટ મેગેઝિને લખ્યું છે કે, `પ્લેબોય દ્વારા પ્રથમવાર કોઇ દેશના વડાનો ઇન્ટરવ્યું લેવાયો તે જવાહરલાલ નહેરુનો હતો, જે ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. 1963માં તે લેવાયો હતો.'

 

કેવી રીતે આ બન્યું

 

ખરેખર તો એક ટવીટર હેન્ડલ Maithun (24°C) (@Being_Humor)થી આ દાવા અંગે પોસ્ટ વાયરલ થઇ. Maithun (24°C) લખ્યું કે, `કોંગ્રેસે આ ટવીટને ડિલીટ કરાવી છે.' તેણે વધુમાં લખ્યું કે, `તમે બધા જેટલું શેર થાય તેટલું કરી શકો છો.'

 

આ પોસ્ટની નીચે પ્લેબોયની ટવીટ મૂકેલી છે, તેમાં લખ્યું છે-

 

"PB Fact: The first Head of state interviewed by Playboy was Jawsharlal Nehru, the first Prime Minister of India. It was conducted in 1963."

 

આ પોસ્ટમાં પ્લેબોયે લીધેલા ઇન્ટરવ્યુનું પેજ પણ મૂકવામાં આવ્યું છે. જેમાં ઉપરના ભાગે હેડિંગ પર લખ્યું છે-


PlABOY INTERVIEW: JAWAHARLAL NEHRU
A candid conversation with architect of modern india

 

 

ફોર્બ્સના એક લેખમાં આ ઇન્ટરવ્યુ વિશે

 

ફોર્બ્સના 3 ઓક્ટોબર, 2017ના એક લેખમાં આ ઇન્ટવ્યુ અંગેની માહિતી આપી છે તે મુજબ, આ લેખમાં નહેરુએ ન્યુક્લીયર વેપન્સ, લોકશાહીની નિર્બળતાઓ, કોલ્ડ વૉર પોલિટિક્સ અને આંતરરાષ્ટ્રીય સંબંધો, વૈશ્વિક ધર્મ, દેશનો વસતી વિસ્ફોટ અને ભારતના ભાવિ અંગે તેમનો દ્રષ્ટિકોણ સહિતના વિવિધ ટોપિક્સ પર જવાબો આપ્યા હતા. ઇન્ટરવ્યુ લાંબો અને રહસ્યોદઘાટન ધરાવતો તો હતો, પરંતુ વિવાદ વિનાનો ન હતો. જોકે, આ મેગેઝિનના ત્રીજા પાને `Editor's note'માં લખ્યું હતું કે બાકીનું મેગેઝિન પ્રેસમાં છપાવા માટે ગયું ત્યારે અમને વોશિંગ્ટનમાં ભારતીય એલચી કચેરીમાંથી એવો સંદેશો મળ્યો કે પીએમ નહેરુ સાથેનો અમારો ઇન્ટરવ્યુ હકીકતમાં ભારત દેશના વડા સાથેના એક્સક્લુઝિવ અને વ્યક્તિગત વાતચીત આધારીત નથી પરંતુ વડાપ્રધાન દ્વારા છેલ્લા થોડા વર્ષોમાં કરવામાં આવેલા ભાષણો, નિવેદનો અને જાહેરાતો વગેરેને એકત્રિત કરાયેલું સંકલન છે.

 

બીજા શબ્દોમાં, ઇન્ડિયન એમ્બેસીએ ભારપૂર્વર આગ્રહ રાખ્યો હતો કે વડાપ્રધાન નહેરુનો પ્લેયબોય સાથે કોઇ ઇન્ટરવ્યુ થયો જ ન હતો. જોકે, તે પછીની નોંધમાં પ્લેબોયે ઇન્ડિયન એમ્બેસીના દાવાને નકાર્યો હતો અને લખ્યું હતું કે નહેરુ વિશેની વિગતો અમને ખૂબ વિશ્વાસુ જર્નાલિસ્ટ-પબ્લિશર પાસેથી મળી છે, જેમણે અગાઉ વિશ્વની ફેમસ વ્યક્તિઓના અનેક ઇન્ટરવ્યુ કરેલા છે.

 

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: સોશ્યલ મીડિયામાં દાવો: શું પંડિત નહેરુએ ખરેખર પ્લેબોયને ઇન્ટર્વ્યુ આપેલો? | Did Pandit Nehru give interview to Playboy? what does P
(News in Gujarati from Divya Bhaskar)