Loading...

ગાઢ ઊંઘમાં હતો 5 વર્ષનો બાળક, અચાનક બેડ પર આવ્યો 10 ફૂટનો કોબ્રા, સવારે પરિવારે જોયું તો દીકરાના મોંમાંથી નીકળતા હતા ફીણ

જાણો ઘરે સાપ નીકળે ત્યારે કયા બેઝિક કામો કરશો

સર્પદંશથી મૃત્યુ પામ્યો 5મા ધોરણમાં ભણતો માસૂમ
પંચકૂલા (ચંદીગઢ): ઓલ્ડ પંચકૂલામાં સાપના ડંખથી 5મા ધોરણના એક બાળકનું મોત થઈ ગયું. ઓર્ય ઓલ્ડ પંચકૂલા સ્થિત પોતાના ઘરમાં રાતના સમયે સૂઈ રહ્યો હતો, ત્યારે તેના માથા પર સાપે ડંખ મારી દીધો. પરિવારને આ વાતની જાણ જ ન થઈ. સવારે પરિવારજનો ઉઠ્યા તો જોયું કે આર્યના મોઢામાં ફીણ વળી રહ્યા હતા. પરિવારના લોકો ગભરાઈ ગયો.
Divyabhaskar.com | Updated -Sep 12, 2018, 05:22 PM

પંચકૂલા (ચંદીગઢ): ઓલ્ડ પંચકૂલામાં સાપના ડંખથી 5મા ધોરણના એક બાળકનું મોત થઈ ગયું. આર્ય ઓલ્ડ પંચકૂલા સ્થિત પોતાના ઘરમાં રાતના સમયે સૂઈ રહ્યો હતો, ત્યારે તેના માથામાં સાપે ડંખ મારી દીધો. પરિવારને આ વાતની જાણ જ ન થઈ. સવારે પરિવારજનો ઉઠ્યા તો જોયું કે આર્યના મોઢામાં ફીણ વળી રહ્યા હતા. પરિવારના લોકો ગભરાઈ ગયા. 

 

સવારે માસૂમના મોઢામાંથી ફીણ નીકળતા જોઇ લઇ ગયા ડોક્ટર પાસે

 

- આર્યને સેક્ટર-6 સ્થિત જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. અહીંયા ડોક્ટર્સે પરિવારજનોને જણાવ્યું કે સાપે આર્યને ડંખ માર્યો છે. બાળકની સ્થિતિ ગંભીર છે. તે પછી તેને પીજીઆઇ રિફર કરી દેવામાં આવ્યો. મંગળવારે આખો દિવસ પીજીઆઈમાં આર્યનો ઇલાજ ચાલ્યો, પરંતુ સાંજે તેને મૃત જાહેર કરવામાં આવ્યો. 

- પંચકૂલા નગર નિગમની ટીમે મંગળવારે સેક્ટર-19માંથી કોબ્રા સાપને પકડ્યો. 
- સોમવારે સૂરજપુરમાં ફેક્ટરીમાંથી નિગમની ટીમે અજગર પકડ્યો હતો. નિગમને સેક્ટર-19ના એક ઘરમાં સાપ હોવાની ફરિયાદ મળી હતી. નિગમની ટીમે સ્થળ પર પહોંચીને ઝેરીલો કોબ્રા પકડ્યો. તેને પકડ્યા પછી પ્લાસ્ટિકના ડબ્બામાં બંધ કરી લેવામાં આવ્યો અને ત્યારબાદ તેને જંગલમાં છોડી દેવામાં આવ્યો. 
- નિગમ કમિશ્નર રાજેશ જોગપાલનું કહેવું છે કે ગત એક મહિનામાં એમસીની ટીમ 9 સાપ પકડી ચૂકી છે. તેમાંથી ત્રણ સાપ ઝેરીલા હતા. તેમાં કોબ્રા ઉપરાંત કરાટે સ્નેક અને રસેલ વાઇપર સામેલ હતા. 

 

ઘરમાં સાપ નીકળવા પર બેઝિક કયા કામ કરશો

 

- જો તમને ડર હોય કે સાપ ઝેરીલો છે તો વાઇલ્ડ લાઇફ ડિપાર્ટમેન્ટ, સ્નેક કેચર્સ અથવા જંગલી જાનવર પકડનારાઓને બોલાવો. સાપના નાના બચ્ચાંઓ પણ ડંખ મારે છે, જે ખતરનાક હોઈ શકે છે. તેમને પકડવા માટે કોઇ અનુભવી વ્યક્તિની મદદ લેવી જ શ્રેષ્ઠ છે. 

- સાપને એક રૂમમાં બંધ કરીને રાખવાની કોશિશ કરો. જો તમે સાપને કપડા ધોવાની રૂમમાં જોયો હોય તો ઉદાહરણ માટે દરવાજાને બંધ કરી દો અને એક ટુવાલની મદદથી દરવાજાને નીચેની તરફ પણ સંપૂર્ણપણે બંધ કરી દો જેથી સાપને બહાર જવાથી અટકાવી શકાય. 
- બાળકો અને પાલતુ જાનવરોને એ જગ્યાથી દૂર રાખો જ્યાં સુધી સ્નેક કેચર સાપને પકડી ન લે. 
- જો સાપ કેટલો ઝેરીલો છે એ બાબતે તમને ચોક્કસ ખબર નથી તો જાતે તેનાથી છુટકારો મેળવવાની કોશિશ ન કરશો. જાનવર નિયંત્રણ ટીમને બોલાવો જેથી તેઓ તેને પકડીને ત્યાંથી લઈ જઈ શકે. 
- સાવરણીનો ઉપયોગ કરો જેથી તમે સાપને ઘેરીને તેને પ્લાસ્ટિક શીટ પર નાખી શકો અથવા કોઇ નાનકડી લાકડીનો સમતલ ટુકડો અથવા સમતલ સપાટી પર મૂકો. 
- સાપની ઉપર કચરાપેટી અથવા કોઇ ડબ્બો રાખી દો. 
- સાપને જંગલ અથવા પોતાના ઘરેથી બહુ દૂર લઈ જાઓ. 
- સાપથી બચવા માટે ઘરની આસપાસ ઘાસ નિયમિત રીતે કાપતા રહો. લાંબું ઘાસ અને જંગલી ઝાડીઓ સાપોના છુપાવા માટે ઉત્તમ જગ્યા છે. તેઓ ચારેબાજુ સરળતાથી ફરી શકે છે અને તેમને નુકસાન પહોંચાડનારા પક્ષીઓથી પણ બચી શકાય છે. 
- ઘરમાં કીડા-મંકોડા, વંદા, દેડકા ન થવા દો. સાપ ઘણીવાર તેમને ખાવાની લાલચમાં ઘરોની અંદર ઘૂસે છે. 
- અમોનિયામાં પલાળેલા કપડાનો ટુકડો, આ નુસખો વિવિધ જાનવરોને ઘરની આસપાસ આવવાથી અટકાવે છે. આ કપડાના ટુકડાને એવા સ્થાન પર રાખો જ્યાં પહેલા સાપને જોયો હોય.

 

આ પણ વાંચો: આ ગામમાં સાપ ડંખથી કોઈ નથી મરતું, COBRA સાથે આમ રમે છે લોકો

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Death of 5 year old child due to snake bite at Panchkula Chandigarh
(News in Gujarati from Divya Bhaskar)