ખેડૂતની દીકરી બની પાયલટ, ધો-7માં ભણવા દરમિયાન આકાશમાં ઉડતું પ્લેન જોઇને કરેલો નિર્ધાર કે ફક્ત પાયલટ જ બનીશ

પાયલટ બનતાં જ દર્શાવી અનોખી ઇચ્છા, કહ્યું- ગામની દીકરીઓને ભણવામાં મદદ કરીશ

ભાગ્યલક્ષ્મીએ 7મા ધોરણમાં આકાશમાં ઉડતું વિમાન જોઇને પાયલટ બનવાનું સપનું જોયું હતું.
ભીલવાડા (રાજસ્થાન): કાલા પીપલ ગામની પાયલટ ભાગ્યલક્ષ્મીએ 11 વર્ષ પહેલા આકાશમાં વિમાન ઉડતું જોઈને પાયલટ બનવાનું સપનું જોવાનું શરૂ કર્યું. સપનાને હકીકતમાં બદલવા માટે ખેડૂત પિતા તેમજ સ્કૂલ ટીચરે મદદ કરી. ભાગ્યલક્ષ્મી આજે ઇંડિગો એરલાઇન્સમાં પાયલટ બની ગઈ છે.
Divyabhaskar.com Sep 12, 2018, 10:41 AM IST

ભીલવાડા (રાજસ્થાન): કાલા પીપલ ગામની પાયલટ ભાગ્યલક્ષ્મીએ 11 વર્ષ પહેલા આકાશમાં વિમાન ઉડતું જોઈને પાયલટ બનવાનું સપનું જોવાનું શરૂ કર્યું. સપનાને હકીકતમાં બદલવા માટે ખેડૂત પિતા તેમજ સ્કૂલ ટીચરે મદદ કરી. ભાગ્યલક્ષ્મી આજે ઇંડિગો એરલાઇન્સમાં પાયલટ બની ગઈ છે. 

 

ભાગ્યલક્ષ્મી પાયલટ બનતા જ બોલી- હું વિદ્યાર્થીઓની મદદ કરીશ

 

- પહેલો પગાર મળ્યો તો ટીચરને કહ્યું- સર હું પાયલટ બની ગઈ છું. હવે ગામની દીકરીઓ માટે ભણવા અને આગળ વધવામાં હું સંપૂર્ણ મદદ કરીશ. ભાગ્યલક્ષ્મીએ 2007માં સાતમા ધોરણમાં ભણતી હતી તે દરમિયાન આકાશમાં વિમાન ઉડતું જોયું હતું. પિતાને પૂછ્યું કે આ વિમાન કોણ ઉડાડે છે?

- પિતાએ કહ્યું- પાયલટ. સવારે સ્કૂલે જઈને શિક્ષક સતીશ વ્યાસને કહ્યું- સર મને પાયલટ બનવું છે, શું કરવું પડશે? સાતમા ધોરણની બાળકીનો આવો સવાલ સાંભળીને ટીચરે કહ્યું- બેટા પહેલા તો તારે દસમુ ધોરણ પાસ કરીને સાયન્સ અને તેમાં મેથ્સ લેવું પડશે. ત્યારબાદ તું પાયલટ બનવાની દિશામાં આગળ વધી શકીશ. બસ, પછી શું હતું, ભાગ્યલક્ષ્મીએ પાયલટ બનવાના સપનાને હકીકતમાં બદલવાનું નક્કી કરી લીધું. 
- ભાગ્યલક્ષ્મીએ જણાવ્યું કે રાતે છત પર સૂતી વખતે આકાશમાં ટમટમતી લાઇટો જોઇ. પિતાને પૂછ્યું તો તેમણે કહ્યું કે આ વિમાન છે. મેં વધુ સવાલો કર્યા તો તેમણે વઢીને સૂવડાવી દીધી. મેં તે રાજે પાયલટ બનવાનું સપનું જોયું અને પછી પાછું વળીને જોયું નથી. સપનાને હકીકતમાં બદલીને જ રહી. 

 

પિતાએ કર્યું મારું સપનું પૂરું

 

ભાગ્યલક્ષ્મીએ જણાવ્યું કે પપ્પાએ લોકોની પરવા ન કરીને મારા દરેક સપનાને પૂરું કરવામાં કોઇ કસર છોડી નથી. પાયલટ બની તો ટીચરને પહેલી પોસ્ટિંગની જાણકારી આપી. મેં પગાર વિશે જણાવવા માંગ્યું તો તેમણે કહ્યું કે પગાર નહીં, આ મુકામ પર પહોંચવું વધુ મહત્વ ધરાવે છે. હવે હું ગામની વિદ્યાર્થિનીઓની મદદ કરીશ. 

 

મારી ઇચ્છા છે કે ટીચર મારી ફ્લાઇટમાં બેસે

 

ભાગ્યલક્ષ્મીએ કહ્યું કે જ્યારે તે ગામની સ્કૂલમાં ભણતી હતી, તો બાળકોને જમવાનું પીરસીને જમતી. કેટલાંક બાળકો થાળીઓ છોડી દેતા હતા તો સાફ કરતી. કાસોરિયાથી 10મુ પાસ કરીને તે નવોદય વિદ્યાલયમાં ગઈ. કાનપુરથી ઉડાન શરૂ કરી. તે ઇંડિગોમાં દિલ્હીમાં કો-પાયલટ છે. તેનું સપનું છે કે એકવાર ટીચર મારી ફ્લાઈટમાં હોય અને તે વિશેષ એનાઉન્સમેન્ટ કરે. 

 

સપના વિશે પહેલા પપ્પાને પણ નહોતું જણાવ્યું

 

પાયલટ બનવાનું સપનું જોયું. પપ્પાને પણ ન જણાવ્યું. 10મુ પાસ કર્યું તો પપ્પાએ બાયોલોજી લેવા કહ્યું, હું મેથ્સ ઇચ્છતી હતી. મેં પાયલટ બનવાની ઇચ્છા દર્શાવી તો પપ્પા માની ગયા. 12મા ધોરણ પછી જાણ થઈ કે ઉદયપુરથી એકેડેમી પાયલટની ટ્રેનિંગ આપે છે. પરંતુ ખર્ચો 20 લાખ સુધીનો હતો. પપ્પાએ કહ્યું તો તેઓ આ માટે તૈયાર થઈ ગયા.

 

આ પણ વાંચો: 11 વર્ષની દીપિકાએ TV પર મેચ જોઇ તીરંદાજી શીખવાનો કર્યો નિર્ધાર, સુવિધા ન હતી તો ખેતરમાં બનાવ્યું મેદાન

Share
Next Story

બહેનપણીને વીડિયો કોલ કરી માથે તાકી રિવોલ્વર, બોલી- લક-લક રમું છું...અને કોલ કપાઈ ગયો, ફરી લગાવ્યો તો લથડાતો અવાજ આવ્યો- યાર ગોળી ચાલી ગઈ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Daughter of a farmer in Bhilwada of Rajasthan became pilot today
(News in Gujarati from Divya Bhaskar)