મુંબઈઃ મહાનગરી મુંબઈના રહેણાંક વિસ્તાર સર્વોદય નગરમાં ગુરૂવારે બપોરે એક ચાર્ટર્ડ વિમાન ક્રેશ થયું છે. વિમાનમાં ચાર લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત નિપજ્યાં છે. વિમાનમાં સવાર તમામ ચાર લોકો ઉપરાંત એક રાહદારીનું પણ મોત થયું છે. જણાવવામાં આવે છે કે જે સમયે વિમાન ક્રેશ થયું તે સમયે એક રાહગીર પણ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. પાઈલટ ઉપરાંત વિમાનમાં બે ટેકનિશિયન બેઠાં હતા જેના મોત નિપજ્યાં છે. મૃતકમાં બે મહિલાઓ પણ સામેલ છે. મૃતકોમાં કેપ્ટન પી.એસ.રાજપૂત, કો-પાઈલટ મારિયા જુબૈરી, આસિસ્ટન્ટ એન્જિનિયર સુરભી, એરક્રાફ્ટ ટેકનિશિયન મનીષ પાંડે સામેલ છે.
ચાર્ટર્ડ પ્લેન ક્રેશ
- આ વિમાન મુંબઈના ઘાટકોપરના સર્વોદયનગર વિસ્તારમાં ક્રેશ થયું છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડ પહોંચી ગઈ છે.
- જે જગ્યાએ આ વિમાન ક્રેશ થયું તે રહેણાંક વિસ્તાર છે. આ વિમાન લગભગ બપોરે 1.13 વાગ્યે ક્રેશ થયું હતું. આ વિમાન ઉત્તર પ્રદેશ સરકારનું વિમાન VT-UPZ, કિંગ એર C90 છે.
- પહેલાં એવાં સમાચાર આવ્યાં હતા કે પ્લેન ઉત્તર પ્રદેશ સરકારનું છે, પરંતુ બાદમાં સરકાર તરફથી નિવેદન આવ્યું કે આ વિમાન યુપી સરકારનું નથી.
- યુપી સરકારનું કહેવું છે કે તેઓએ વિમાન મુંબઈની એક કંપની UY એવિએશન પ્રાઈવેટ લિમિટેડને વેંચી દીધું હતું.
વાંચોઃ BSFના 10 જવાન રસ્તામાં જ ગાયબ, ફરજ પર જઈ રહ્યાં હતાં કાશ્મીર
પ્લેનને રહેણાંક વિસ્તારથી દૂર લઈ ગયો હતો પાઈલટ
- એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે દૂર્ઘટના પછી તેને એક શખ્સને આગની જવાળામાં ઘેરાયેલો જોયો. તે થોડે દૂર ચાલ્યાં બાદ પડી ગયો.
- જણાવવામાં આવે છે કે પાઈલટ આ પ્લેનને નિર્માણધીન ઈમારત તરફ લઈ ગયો કે જેથી વધુ લોકોને નુકસાન ન થાય
- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીના પ્રમુખ સચિવ ગોયલે કહ્યું કે મુંબઈમાં જે પ્લેન ક્રેશ થયું છે, તેને સરકારે 2014માં વ્હેંચી દીધું હતું.
- મુખ્ય સચિવ અવીનશ અવસ્થીએ કહ્યું કે, ઉત્તરપ્રદેશ સરકાર પાસેથી યૂવી એવિએશને આ પ્લેન ખરીદ્યું હતું. આ કંપનીના મેનેજિંગ ડાયરેકટર દીપક કોઠારી છે.
- અલ્હાબાદમાં આ પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત થયા બાદ આ ડીલ કરવામાં આવી હતી.
વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો