ગર્લફ્રેન્ડ સાથે ઈંસ્ટાગ્રામ પર ચેટ કરીને રાતે પહોંચ્યો તેના ઘરે: થોડી વાર બંને સાથે ફર્યા; વળતાં ગંગામાં કુદાવી દીધી સ્કોર્પિયો

છેલ્લો વોટ્સએપ મેસેજ જોઈને પરિવારજનો ગભરાઈ ગયા, લખ્યું હતું- બાય મોમ, મારા માટે રડતી નહીં

આદર્શના પરિવારજનો
આદર્શ અંદાજે 140 કિમીની સ્પીડે ગાડી ચલાવતો હતો. તે દરમિયાન તેની ગાડી એક થાંભલા સાથે અથડાઈ અને ગાડીનું બંપર ટૂટી ગયું. પછી ત્યાંથી આદર્શ ગર્લફ્રેન્ડને તેના ઘરે મુકીને તેના ઘર બાજુ નીકળ્યો હતો.
Divyabhaskar.com Aug 04, 2018, 07:00 AM IST

પટના: રાજ્યમાં બુધવારે 9માં ધોરણના વિદ્યાર્થીની આત્મહત્યાની ઘટના સામે આવી છે. અહીં આદર્શની ગર્લફ્રેન્ડ સાથે ઈંસ્ટાગ્રામ પર ચેટ પર વાતકરતા કરતાં ઝઘડો થયો હતો. તે મંગળવારે રાતે પહેલાં તેની મા સાથે ઉંઘ્યો હતો. તે દરમિયાને તે ઉઠ્યો અને ધીમે પગલે મોબાઈલની લાઈટ ચાલુ કરીને ચેટ કરતા કરતા નીચે આવ્યો હતો. રાતે 3.16 વાગે તે સ્કોર્પિયો લઈને તેની પ્રેમિકાના ઘરે પહોંચ્યો હતો.ત્યાંથી બંને ગાડીમાં બેસીને ફરવા નીકળ્યા. ગાડીમાં ફરી કોઈ વાતે માથાકૂટ થઈ. ત્યારે આદર્શ અંદાજે 140 કિમીની સ્પીડે ગાડી ચલાવતો હતો. તે દરમિયાન તેની ગાડી એક થાંભલા સાથે અથડાઈ અને ગાડીનું બંપર ટૂટી ગયું. પછી ત્યાંથી આદર્શ ગર્લફ્રેન્ડને તેના ઘરે મુકીને તેના ઘર બાજુ નીકળ્યો હતો. 

 

દીકરાએ માને વોટ્સએપમાં મેસેજ મોકલ્યો હતો- બાય મોમ, મારા માટે રડતી નહીં


- સવારે 5.22  વાગે રેલિંગ તોડીને સ્કોર્પિયો કાર ગંગામાં સમાઈ ગઈ હતી.
- સિટી એસપી ઈસ્ટ આરકે ભીલે કહ્યું, ઘટના પહેલાં તેણે તેની માતાને સવારે પાંચ વાગ્યો વોટ્સએપમાં એક મેસેજ મોકલ્યો હતો- બાય મોમ, મારા માટે રડતી નહીં.
- તેના એક મિત્રને આદર્શે કહ્યું હતું કે, ખબર નહીં હવેઅમે રહીશું કે નહીં, કોઈ નથી જાણતું, મને શોધતા નહીં. જોકે પોલીસે હજુ આ સુસાઈડ કેસ જ હોવાનો ખુલાસો નથી કર્યો.
- એસએસપી મનુ મહારાજે કહ્યું, જ્યાં સુધી ગાડી ન મળે ત્યાં સુધી કઈ પણ કહેવું મુશ્કેલ છે. 
- આદર્શના પિતા દવાના વેપારી બીપીન સિંહે કહ્યું, જ્યાં સુધી ગાડી ન મળી જાય ત્યાં સુધી વિશ્વાસ નહીં થાય. એસએસપી સાહેબે સીસીટીવી કેમેરામાં જે ગાડી બતાવી છે તે મારી છે.
- પિતાએ કહ્યું, બે દિવસ પછી પણ એનડીઆરએફ, એશડીઆરએફ અને તરવૈયાઓ ગાડી નથી કાઢી શકી. પ્રશાસન નેવી બોલાવે, જેથી હકીકતનો ખ્યાલ આવે.

 

30 જુલાઈથી મોબાઈલ બંધ છે, બીજા નંબરથી ચાલી રહ્યું છે વોટ્સએપ


પોલીસે જ્યારે આદર્શના મોબાઈલની તપાસ કરી તો તે 30 જૂલાઈથી બંધ આવે છે. અન્ય નંબરથી વોટ્સએપ અને ઈંસ્ટાગ્રામનો ઉપયોગ થઈ રહ્યો છે. પોલીસ તે નંબરને શોધી રહી છે.

 

સંબંધીને ત્યાં કંકડબાગ આવતી બે બહેનો સાથે થઈ મિત્રતા


જે ગર્લફ્રેન્ડની વાત કરવામાં આવી રહી છે તે બે બહેનો છે. મોટી બહેન સાથે કોઈ ઝઘડો થયો હોવાથી તેની સાથે વાત નહતી થથી. આ બંને બહેનો આદર્શની સ્કૂલમાં ભણતી નહતી. મોટી બહેન આઠમા ધોરણમાં છે. જ્યારે નાની બહેન સાતમાં ધોરણમાં છે. આદર્શ નાની બહેનને લઈને રાતે ફરવા નીકળ્યો હતો. બંને બહેનો આદર્શના એક સંબંધીના સામે રહેતી હતી. 

 

ગાડી ફાસ્ટ ન ચલાવતો, આરામથી જજે


- પોલીસે આદર્શની ગર્લફ્રેન્ડ સાથે વાતચીત કરી છે. તેઓ ક્યાં ક્યાં ફર્યા અને આદર્શ ગાડી ફાસ્ટ ચલાવી રહ્યો હતો તેવી માહિતી મળી છે.
- પોલીસના જણાવ્યા પ્રમાણે ગર્લફ્રેન્ડને જ્યારે આદર્શે તેના ઘરે મુકી ત્યારે તેણે આદર્શને કહ્યું હતું કે, ગાડી સાચવીને ચલાવજે, આરામથી ઘરે જજે. આદર્શે તેને કહ્યું હતું કે, પપ્પા હવે ગાડી ચલાવવા નહીં દે કારણ કે તેનું બમ્પર ટૂટી ગયું છે. 

 

આ પણ વાંચો: MP: 2 પ્રેમિકાઓ માટે ચોરી હતી કાર, ત્રીજી સાથે લગ્ન માટે ફરી કરવા ગયો ચોરી, CCTVમાં કેદ થતાં થઈ ધરપકડ  

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Scorpio Jumped Form Mahatma Gandhi Setu in Patna, Bihar
(News in Gujarati from Divya Bhaskar)