સોહરાબુદ્દીન કેસઃ બોમ્બે હાઈકોર્ટે વણઝારા-પાંડિયન સહિતનાની આરોપમુક્તિ યથાવત રાખી

બોમ્બે હાઈકોર્ટે ચર્ચિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ડિસ્ચાર્જને પડકારતી અરજીને ફગાવી દીધી છે.

નીચલી અદાલતના ચુકાદાને યથાવત રાખતાં બોમ્બે હાઈકોર્ટે પૂર્વ પોલીસ અધિકારી ડીજી વણઝારા સહિતના અન્ય પોલીસ કર્મચારીઓને આરોપોમાંથી મુક્ત કર્યાં
બોમ્બે હાઈકોર્ટે ચર્ચિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ડિસ્ચાર્જને પડકારતી અરજીને ફગાવી દીધી છે. અને નીચલી અદાલતના ચુકાદાને યથાવત રાખતાં પૂર્વ પોલીસ અધિકારી ડીજી વણઝારા સહિતના અન્ય પોલીસ કર્મચારીઓને આરોપોમાંથી મુક્ત કરી દીધાં છે.
Divyabhaskar.com Sep 10, 2018, 02:21 PM IST

મુંબઈઃ બોમ્બે હાઈકોર્ટે ચર્ચિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ડિસ્ચાર્જને પડકારતી અરજીને ફગાવી દીધી છે. અને નીચલી અદાલતના ચુકાદાને યથાવત રાખતાં પૂર્વ પોલીસ અધિકારી ડીજી વણઝારા સહિતના અન્ય પોલીસ કર્મચારીઓને આરોપોમાંથી મુક્ત કરી દીધાં છે. નીચલી અદાલતે આ મામલે ગુજરાતના IPS અધિકારી રાજુકમાર પાંડિયન, ગુજરાત એટીએસના પૂર્વ પ્રમુખ ડીજી વણઝારા, ગુજરાત પોલીસના અધિકારી એનકે અમીન, રાજસ્થાન કેડરના IPS અધિકારી દિનેશ એમએન અને રાજસ્થાન પોલીસના કોન્સ્ટેબલ દલપતસિંહ રાઠોડને આરોપમુક્ત કરી દીધા હતા. 

 

નીચલી અદાલતના ચુકાદા વિરૂદ્ધ પાંચ અરજી થઈ હતી

 

- નીચલી અદાલતના ચુકાદાને સોહરાબુદ્દાનના ભાઈ રુબાબુદ્દીન અને સીબીઆઈએ બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને પડકારતી પાંચ અરજી કરી હતી. 
- સોહરાબુદ્દીને એન્કાઉન્ટર મામલે CBIએ ગુજરાત એટીએસના પૂર્વ પ્રમુખ ડીજી વણઝારા સહિતના પોલીસ અધિકારીઓને પોતાની તપાસમાં દોષી ગણાવ્યાં હતા. સીબીઆઈએ તેને નકલી એન્કાઉન્ટર ગણાવ્યું હતું. 
- સીબીઆઈના આરોપ પત્ર મુજબ ગુજરાતના એક સંદિગ્ધ ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ અને તેની પત્ની કૌસર બીને ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસના અધિકારીઓએ હૈદરાબાદના પાસેથી પકડી નવેમ્બર, 2005માં એક કથિત નકલી એન્કાઉન્ટરમાં ઠાર કર્યાં હતા. 
- આ ઉપરાંત બોમ્બે હાઈકોર્ટે ગુજરાત આઈપીએસ અધિકારી વિપુલ અગ્રવાલને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. 

 

4 જુલાઈથી રોજ થતી હતી સુનાવણી


- બોમ્બે હાઈકોર્ટના જજ એ.એમ.બદરે પુનરીક્ષણ અરજી પર 4 જુલાઈ પછી નિયમિત આધારે સુનાવણી કરી હતી. જે બાદ જજ બદરની આગેવાનીમાં 16 જુલાઈએ હાઈકોર્ટની એકલ પીઠે ગુજરાતની નીચલી અદાલત દ્વારા આ મામલે આરોપીઓને આરોપમુક્ત કરાવવાની અરજીવાળી પાંચ પુનરીક્ષણ અરજીઓ પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. 

 

બોમ્બે હાઈકોર્ટમાંથી ટ્રાંસફર થયો હતો કેસ


સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ મામલો ગુજરાતથી મુંબઈની વિશેષ અદાલતમાં સ્થણાંતરિત કરાયો હતો. જ્યાં 2014થી 2017 વચ્ચે 38 લોકોમાંથી 15ને આરોપ મુક્ત કરી દીધા હતા. જેઓને આરોપમુક્ત કરાયાં હતા જેમાં 14 પોલીસ અધિકારી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામેલ છે. 

Share
Next Story

70 વર્ષમાં પહેલીવાર, 6 મહિનામાં ત્રીજીવારઃ મોંઘા ઇંધણના વિરોધમાં આજે 21 પક્ષોનું 6 કલાક સુધી ભારત બંધ એલાન

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bombay High Court dismisses petitions challenging discharge with sohrabuddin shaikh
(News in Gujarati from Divya Bhaskar)