Loading...

જયપુરમાં સ્ટાર્ટઅપ્સ માટે ગૂગલ જેવી ઓફિસ, 1 GB/સેકંડ સ્પીડનું ઇન્ટરનેટ, થાકી જાઓ તો સૂવા માટે હાઇટેક સ્લીપિંગ પોડ

મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ભામાશાહ ટેક્નોહબનું ઉદ્ઘાટન કર્યું, આ દેશનું સૌથી મોટું ઇનક્યુબેશન સેન્ટર છે

Divya Bhaskar Aug 26, 2018, 10:32 AM
ગૂગલની જેમ સરકારે 72 કરોડના નિર્માણખર્ચથી ભામાશાહ ટેક્નોહબ તૈયાર કર્યું છે.

જયપુર: રાજ્યમાં જે યુવાઓ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે તેમને હવે સરકાર આઇટીથી સજ્જ ઓફિસ ઉપલબ્ધ કરાવશે. અહીંયા તેમને વર્લ્ડ ક્લાસ ઉપકરણો મળશે. કામ કરવા માટે રોબોટિક્સ લેબથી લઇને સૂવા માટે સ્લીપિંગ પોડ સુધીની સુવિધાઓ મળશે.

આ દેશનું સૌથી મોટું ઇનક્યુબેશન સેન્ટર

ગૂગલની જેમ સરકારે 72 કરોડના નિર્માણખર્ચથી ભામાશાહ ટેક્નોહબ તૈયાર કર્યું છે. મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ગુરૂવારે ઝાલાના ઔદ્યોગિક ક્ષેત્રમાં ભામાશાહ ટેક્નોહબનું ઉદ્ઘાટન કર્યું. આ દેશનું સૌથી મોટું ઇનક્યુબેશન સેન્ટર છે, જ્યાં સ્ટાર્ટઅપ માટે રહેવા, કામ કરવા અને બિઝનેસ મીટિંગ કરવા માટે સંપૂર્ણ સુવિધાઓ આપવામાં આવી છે.

8 માળનું છે ભામાશાહ ટેક્નોહબ, 700 સ્ટાર્ટઅપ એકસાથે કામ કરી શકશે

- ગ્રાઉન્ડ ફ્લોર પર સેન્ટ્રલ કાફેટેરિયા છે. મીટિંગ માટે વીઆઇપી લાઉન્જ છે. બિલ્ડીંગ એકોસ્ટિક એનેબલ્ડ છે, એટલે કોઇ બિઝનેસ મીટિંગનો અવાજ થોડે દૂર ઊભેલી વ્યક્તિને પણ સંભળાશે નહીં.

- અહીંયા 1 જીબી/સેકંડ નેટની સ્પીડ મળશે, જે આખા રાજ્યમાં સૌથી વધારે છે.
- કામની વચ્ચે થાકી જાવ તો અહીંયા સ્લીપિંગ પોડ છે જે પોતાની રીતે એક આખી ઓફિસ છે. તેમાં ટીવી, નેટ, ટેબલ બધું જ છે.

ઉદયપુર, કોટા, જોધપુરમાં પણ બનશે મિનિ વર્ઝન

- સ્ટાર્ટઅપ હબના મિનિ વર્ઝન ઉદયપુર અને કોટામાં પણ ખોલવામાં આવ્યા છે. જોધપુરમાં પણ ટુંક સમયમાં તેની શરૂઆત થઇ જશે. આઇટી વિભાગના પ્રમુખ સચિવ અખિલ અરોરાએ જણાવ્યું કે સરકારે આઇ સ્ટાર્ટઅપ ચેલેન્જ શરૂ કરી છે. ચેલેન્જ જીતનારા સ્ટાર્ટઅપને કોઇપણ ટેન્ડર વગર એક કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર આપવામાં આવશે. અત્યાર સુધીમાં પાંચ સ્ટાર્ટઅપને આ ચેલેન્જ આપવામાં આવી છે. અમૃતધારા સ્ટાર્ટઅપે આ ચેલેન્જ જીતી છે. આ સ્ટાર્ટઅપને સરકારે વોટર એટીએમ લગાવવાનો પ્રોજેક્ટ સોંપ્યો છે.

સ્ટાર્ટઅપ્સની સુવિધા માટે દિગ્ગજ કંપનીઓ સાથે કરાર

- મુખ્યમંત્રી વસુંધરા રાજેએ જણાવ્યું કે, સ્ટાર્ટઅપ્સની સુવિધા માટે સરકારે સિસ્કો નેટવર્કિંગ એકેડેમી, આઇબીએમ આઇએક્સ એકેડેમી, એચપી ઇન્ફોસિસ કેમ્પસ કનેક્ટ અને ઓરેકલ વર્કફોર્સ જેવી કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરી છે. 500 કરોડના સ્ટાર્ટઅપ ફંડથી 72 સ્ટાર્ટઅપ્સને પૈસા આપવામાં આવ્યા છે.

સાતમા માળ પર છે ઇન્ટરેક્ટિવ ડિજિટલ મ્યુઝિયમ

બિલ્ડીંગમાં સાતમા માળ પર ઇન્ટરેક્ટિવ ડિજિટલ મ્યુઝિયમ છે, તેમાં માઇન્ડ વેવ કોન્સન્ટ્રેશન ગેમ, વર્ચ્યુઅલ સાયકલ રાઇડ, વર્ચ્યુઅલ સ્પેસ રાઇડ અને વર્ચ્યુઅલ સ્કાઇ વોક જેવા આકર્ષણો છે.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Biggest incubation Centre Bhamashah technohub started at Jaipur for start ups
(News in Gujarati from Divya Bhaskar)