Loading...

J&K: એન્કાઉન્ટરમાં લશકર-એ-તોઈબાના બે આતંકીઓને ઠાર કરાયા, શ્રીનગરમાં એક સ્થાનિક નાગરીકનું મોત

મારવામાં આવેલો વ્યક્તિ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં રહેતો હતો

Divya Bhaskar Sep 11, 2018, 12:27 PM

શ્રીનગર: કાશ્મીરના હંદવાડામાં સેના અને આતંકીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. ઠાર કરવામાં આવેલા બે આતંકીઓ લશકર-એ-તોઈબાના હોવાનું જાણવા મળ્યું છે. તેમની ઓળખ ફારુક રશીદ અને લિયાકત અહેમદ તરીકે કરવામાં આવી છે. બીજી બાજુ શ્રીનગરના બાબાડેમ્બ વિસ્તારમાં આતંકીઓએ સોમવારે એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દીધી છે. મારવામાં આવેલા વ્યક્તિની ઓળખ અબ્દુલ ગની તરીકે કરવામાં આવી છે.

શ્રીનગર પોલીસના જણાવ્યા પ્રમાણે ગની કાશ્મીરના કુપવાડા જિલ્લામાં રહેતો હતો. આતંકીઓએ ગનીને ગોળી ત્યારે મારી જ્યારે તે કાર લઈને ક્યાંક જઈ રહ્યો હતો. ગનીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

ત્રણ દિવસ પહેલાં પણ કરી હતી એક વ્યક્તિની હત્યા


પોલીસે જણાવ્યું કે, આ હુમલામાં કયા અને કેટલા આતંકીઓ સામેલ હતા તે વિશેની તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલાં 8 ઓગસ્ટે સોપોરમાં આતંકીઓએ એક હકીમ ઉર રહમાન સુલ્તાની નામના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે જ આતંકીઓએ અનંતાનાગ જિલ્લામાં એક પોલીસ પોઈન્ટ પર હુમલો કર્યો હતો. તેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. જવાબી કાર્યવાહીમાં પોલીસે આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો અને એક આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 2 terrorists killed in an encounter between terrorists and security forces in Kupwara
(News in Gujarati from Divya Bhaskar)