ધરપકડ / વડોદરામાં પોતાના જ ઘરમાંથી પિતાના સોનાના દાગીના સહિત 2.66 લાખની ચોરી કરનાર પુત્ર ઝડપાયો

અમર ઉર્ફ અનેમ રાજુભાઇ મિસ્ત્રી
Divyabhaskar.com Apr 17, 2019, 04:43 PM IST

વડોદરાઃ મોજશોખ કરવા માટે નિવૃત્ત પિતાની રૂપિયા 2.66 લાખની પૂંજીની ચોરી કરનાર પુત્રની વડોદરા ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. પુત્રએ 4 માસ પહેલાં પિતાની તિજોરીમાંથી દાગીના તેમજ રોકડની ચોરી કરી હતી. 

પિતાએ પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બેંક ઓફ ઇન્ડિયા પાસે આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતા અમર ઉર્ફ અનેમ રાજુભાઇ મિસ્ત્રી 4 માસ પૂર્વે પોતાના જ ઘરમાંથી રોકડ તથા સોનાના દાગીના મળી રૂપિયા 2.66 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. નિવૃત્ત રાજુભાઇ મિસ્ત્રીને નાણાંની જરૂરીયાત પડતા તિજોરી ખોલી હતી. પરંતુ, તિજોરીમાં નાણાં જણાઇ ન આવતા તેઓએ માંજલપુર પોલીસ મથકમાં પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં ક્રાઇમ બ્રાંચે ચોરીના મુદ્દામાલ સાથે અમર ઉર્ફ અનેમ મિસ્ત્રીની ધરપકડ કરી હતી.

Share
Next Story

વડોદરા / ટ્રકચાલક સામે કેસ નહીં કરવા 20 હજારની લાંચ લેતા કરજણના 2 કોન્સ્ટેબલ ઝડપાયા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Son arrested in theft in 2.66 lakh of his father in vadodara
(News in Gujarati from Divya Bhaskar)