યુવાનો ટેક્નોલોજીના દાસ ન બની તેને પોતાના દાસ બનાવે

News - સ્વામી વિવેકાનંદની શિકાગોની સ્પીચને 125 વર્ષ પૂરાં થતાં રામકૃષ્ણ મિશનમાં ટોક તથા કોમર્સ ફેકલ્ટીમાં સ્પર્ધાઓ...

Divyabhaskar.com Sep 12, 2018, 04:10 AM IST
રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ ખાતે ટોકના આયોજનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સિટી રિપોર્ટર | વડોદરા

રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ અને પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલીજીયન્સના સંયુક્ત ઉપક્રમે સ્વામી વિવેકાનંદની શિકાગોની સ્પીચને 125 વર્ષ પૂરા થતાં શહેરની કોલેજના યુવાનોનું સંમેલન રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ ખાતે યોજાયું હતું. જેમાં પાર્લામેન્ટ ઓફ વર્લ્ડસ રિલિજીયન્સના એમ્બેસેડર ડૉ.જયેશ શાહે જણાવ્યુ હતું કે, ધર્મ પરિષદમાં સ્વામીજીએ કુવામાંના દેડકાનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતુ કે, અરે ઓ સિંહો, ઉભા થાવ અને ‘અમે ઘેંટા છીએ’ એવો ભ્રમ ખંખેરી નાખો. તમે જડ પદાર્થ નથી. ડૉ.જયેશ શાહે જણાવ્યું હતું કે, યુવાનો તમે ઉભા થાવ અને આધુનિક ટેક્નોલોજીના દાસ ન બનો. મોબાઇલ-ઇન્ટરનેટના યુગમાં ટેક્નોલોજીને તમારી દાસ બનાવો. તેની પાસેથી માહિતી મેળવો. વ્યસનોરૂપે જડ પદાર્થોના દાસ ન બનો. યુવાનોએ તમામ ધર્મોનો આદર કરવો જોઇએ. ધર્મઝનૂન ન રાખવું, તમામ ધર્મોની સારી વાતો ગ્રહણ કરીને આચરણમાં લાવી સાચા અર્થમાં ધાર્મિક સદભાવ અને સામાજિક સમરસતા કેળવવીએ એ જ વિવેકાનંદના પ્રવચનને સાચા અર્થમાં અંજલિ હશે.

Talk On Vivekanand

ડૉ. જયેશ શાહ

યુવાનો માટે ઇનોવેટિવ બનવું હવે અનિવાર્ય છે

યુવાનોને સંબોધન કરતા ડૉ. અજય રાંકાએ જણાવ્યું હતું કે, આજે યુવાનોમાં નૈતિકતા અને હિંમતની અનિવાર્યતા છે. ગમે તેટલી તકલીફ પડે તો હિમ્મત દાખવીને પણ નૈતિકતા ન છોડવી. યુવાનોએ ઇનોવેટિવ બનવું પણ એટલું જ અનિવાર્ય છે. તે માટે પૈસા, પદ કે પ્રતિષ્ઠતા હોવી જરૂરી નથી. ઇનોવેટિવ યુવાન હશે તો તે આપોઆપ પૈસા, પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. કાર્યક્રમમાં પ્રકાશભાઇ જોશીએ સ્વામી વિવેકાનંદજીને શિકાગોની ધર્મ પરિષદમાં પહોંચવામાં જે મુશ્કેલીઓ પડી હતી તેના વિશે માહિતી આપી હતી. ઉપરાંત રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલના સ્વામી ઇષ્ટમયાનંદજીએ યુવાનોને આવકારતા પુસ્તકનું મહત્ત્વ સમજાવ્યું હતું.

યુવાનોને મોટિવેશનલ સ્પીચની જરૂર નથી, તેમને માત્ર સાચા માર્ગદર્શનની જરૂર છે

વડોદરા | ફેકલ્ટી ઓફ કોમર્સના સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા શિકાગોમાં યોજાયેલ પહેલી વિશ્વ પાર્લામેન્ટરીમાં સ્વામી વિવેકાનંદે આપેલ સ્પીચના 125માં વર્ષની ઉજવણીના ભાગરૂપે વકૃત્વ, નિબંધ, પેન્ટિંગ અને દેશ ભક્તિના ગીત ગાનની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં વિદ્યાર્થી મિહિર નાંદેડકરે જણાવ્યું હતું કે, મદદ માંગવા માટે હાથ જોડવા કરતા હાથ લંબાવવો સારો. સ્વામીજીએ મદદ માટે હાથ લાંબો નથી કર્યો. હંમેશા મદદ આપવા આગળ રહ્યા. સ્વામીજી હંમેશા દેશના યુવાનો વડીલો અને સમાજના બીજા ત્રહિત વર્ગના લોકોને મદદ માટે તત્પર રહ્યા. જ્યારે વિવેકાનંદજીને આદર્શ માનતા હોઈએ ત્યારે તેમની વાતો સાંભળીને તેનું અનુકરણ કરવું જોઇએ. યુવાનોને મોટિવેશનલ સ્પીચની નહીં સાચું માર્ગદર્શન આપવાની જરૂર છે. તો જ તેઓ ઘરડાઘરની સંખ્યા ઘટાડશે.

કોમર્સ ફેકલ્ટી ખાતે દેશભક્તિ

Share
Next Story

કપુરાઇ ચોકડી પાસેથી 20 લાખનાે દારૂ ઝડપાયો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Vadodara - યુવાનો ટેક્નોલોજીના દાસ ન બની તેને પોતાના દાસ બનાવે
(News in Gujarati from Divya Bhaskar)