‘આ અંદરનો આ બહારનો’ની ભાવના છોડી ખુદમાં જોવાનું શરૂ કરો : ગીતાજી

News - વિદ્યાર્થીઓને ગીતાના નવમા અધ્યાયનું જ્ઞાન અાપવામાં આવ્યું ચં.ચી.મહેતા ઓડિટોરિયમ ખાતે આજે 10મો અધ્યાય...

Divyabhaskar.com Sep 12, 2018, 04:10 AM IST
આજની દુનિયામાં મેં પણ અનુભવ કરેલો છે કે બહારની દુનિયા, બહારની પ્રગતિ, ‘બહારનો’ આ શબ્દ વણાઇ ગયો છે. જ્યારે પણ રજા હોય ત્યારે સૌ કોઇ બહાર જાય છે એ રીતે જ બહારનું બધા વધારે જુએ છે, પણ પોતાની અંદર શું છે એ કોઇ જોતું નથી. આ અધ્યાયમાં ભીતરના દર્શન કરાવવામાં આવ્યા છે. અંદર તમે શું છોω પોતાના પરિચય વિશે તમે શું જાણો છોω પોતાના અંદરની ખામીઓને આપણે જોવા લાગીશું તો ખામીઓને દુર કરી શુદ્ધ થઇ શકીશું. જેને એ રાજવિદ્યા યોગ કહેવાય છે. ભગવદ્ ગીતાનો નવમો અધ્યાય મધ્ય અધ્યાય છે. યુવાનોને એજ કહેવા માંગું છું કે જુની વિકૃતિ કે શબ્દો જે જુના છે એને નવી દિશા તરફ લઇ જાય અને નવી નિશાની આપે. ગીતાના અંત અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે, બધી ક્રિયા મને સોંપી દો અને કોઇપણ કાર્ય શરૂ કરો ત્યારે તેમાંથી અહંકાર કાઢી નાંખો. હું કરું છું એમ ન રાખો અને કર્મ કર્યા બાદ તેના વિષે વીચારવાનું છોડી દો. તેમ શહેરમાં યુવાનો માટે ભગવદ્ ગીતાના 18 અધ્યાયનું એક્સપર્ટ દ્વારા જ્ઞાન આપવાનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જેમાં યોગેશ ઓઝાએ યુવાનોને સંબોધતાં જણાવ્યુ હતું. આ કાર્યક્રમમાં જેમ જેમ અધ્યાય વિશેની માહિતી આગળ વધતી જાય છે તેમ યુવાનોમાં વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાનો આ કાર્યક્રમમાંથી જીવનમાં ઉપયોગી વાતો શીખી રહ્યા છે. આજે કાર્યક્રમના નવમાં દિવસે 9માં અધ્યાયની ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં વધુ 9 મળી કુલ 18 અધ્યાય પર વાત થશે

Geeta Gnyan

યોગેશ ઓઝા

Share
Next Story

કપુરાઇ ચોકડી પાસેથી 20 લાખનાે દારૂ ઝડપાયો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Vadodara - ‘આ અંદરનો આ બહારનો’ની ભાવના છોડી ખુદમાં જોવાનું શરૂ કરો : ગીતાજી
(News in Gujarati from Divya Bhaskar)