Loading...

બરોડા ડિસ્ટ્રિકટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન

ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા પાંચમી વખત ઇનઓર્બિટ-બરોડા ડિસ્ટ્રિકટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2018નું આયોજન...

Divya Bhaskar Sep 12, 2018, 04:10 AM
ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા પાંચમી વખત ઇનઓર્બિટ-બરોડા ડિસ્ટ્રિકટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2018નું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેમ્પિયનશિપ ઇનઓર્બિટ મોલ ખાતે રમાડાશે. ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી વડોદરા શહેર અને જિલ્લાઓમાંથી 400થી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યાં છે. શહેરમાં પાંચમી ઇનઓર્બિટ-બરોડા ડિસ્ટ્રિકટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2018નું આયોજન તા. 12 થી 16 સપ્ટેમ્બર દરમ્યાન કરવામાં આવ્યું છે. આ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું સઘળું આયોજન ઇનઓર્બિટ મોલ ખાતે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા કરવામાં આવ્યું છે. આ ચેમ્પિયનશિપ કેડેટ, સબ.જુનિ, જુનિયર, યૂથ બોયઝ સિંગલ્સ, યૂથ ગર્લ્સ સિંગલ્સ,મેન્સ સિંગલ્સ, વુમેન્સ સિંગલ્સ, વેતરન 40 + સિંગલ્સ, વેતરન ડબલ્સ,જુનિયર બોયઝ ડબલ્સ, જુનિયર ગર્લ્સ ડબલ્સ, ગર્લ્સ ડબલ્સ, બોયઝ ડબલ્સ, વુમેન ડબલ્સ, મેન્સ ડબલ્સ અને વેતરન જમ્બો ડબલ્સ જેવી 14 સિંગલ્સ ઇવેન્ટ અને 5 ડબલ્સ ઇવેન્ટ કેટેગરીમાં રમાડાશે.આ ચેમ્પિયનશિપના વિજેતાઓનાં પરિણામ અને અગાઉની ટુર્નામેન્ટના ખેલાડીઓના રેન્કિંગ પ્રમાણે વડોદરા જિલ્લાની ટીમ પસંદગી કરાશે.

ચેમ્પિયનશિપમાં વડોદરા શહેર અને જિલ્લાઓમાંથી 400 થી વધુ રજિસ્ટ્રેશન

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Vadodara - બરોડા ડિસ્ટ્રિકટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન
(News in Gujarati from Divya Bhaskar)