વડોદરા કોંગ્રેસે રાફેલ ફાઈટર ખરીદીમાં થયેલા ભષ્ટ્રાચાર મામલે કલેકટરને આવેદન આપ્યું

કોંગ્રેસનો રાફેલ મામલે દેશને 41 હજાર કરોડનું નુકશાન થયું હોવાનો દાવો

Divyabhaskar.com Sep 12, 2018, 06:20 PM IST

વડોદરાઃ કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા રાફેલ ફાઇટર એરક્રાફ્ટ ખરીદીમાં આચરવામાં આવેલા કરોડો રૂપિયાના કૌભાંડના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા આજે વિશાળ રેલી કાઢીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. વિર શહિદ ભગતસિંહ ચોક ખાતેથી રાફેલ કૌંભાડ અને ભાજપા વિરોધી પોસ્ટરો, બેનરો સાથે નીકળેલી વિશાળ રેલીએ શહેરના માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું. રેલીના પગલે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો.

 
કોંગ્રેસનો રાફેલ મામલે દેશને 41 હજાર કરોડનું નુકશાન થયું હોવાનો દાવો


કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અને સાંસદ રાજીવ સાતવે જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપા સરકારને રાફેલ ફાઇટર એરક્રાફ્ટ અંગે જે.પી.સી. બોલાવવા માટે એક સપ્તાહનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. પરંતુ, સરકારે કમિટી બોલાવી નથી. આથી સ્પષ્ટ થાય છે કે, રાફેલ ખરીદીમાં મોટુ કૌંભાડ થયું છે. અને દેશની તિજોરીને રૂપિયા 41 હજાર કરોડનું નુકશાન થયું છે. આજે વડોદરા ખાતે રેલીનું જે રીતે આયોજન કરવામાં આવ્યું છે. તેજ રીતે આગામી દિવોસમાં ગુજરાતના તમામ શહેરો, તાલુકા મથકોમાં કાઢવામાં આવશે.


રાફેલ કૌભાંડને છેવાડાના માનવી સુધી લઈ જવાશેઃ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા


પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા રાફેલ ખરીદીમાં આચરવામાં આવેલા કરોડો રૂપિયાના કૌંભાડને કોંગ્રેસ ગામડાના છેવાડાના માનવી સુધી લઇ જશે. આગામી દિવસોમાં રાફેલ કૌંભાડને લોકો સુધી પહોંચાડવા માટે વિવિધ આશ્રર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે.


આગળની સ્લાઈડ્સમાં વાંચો, રેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનો જોડાયા...

Share
Next Story

વડોદરામાં આજથી ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની શરૂઆત થઈ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Vadodara Congress handed over memorandum to Collector over Rafale deal
(News in Gujarati from Divya Bhaskar)