વડોદરામાં આરોગ્ય વિભાગની ટીમે મીઠાઇના વેપારીઓને ત્યાં પાડ્યા દરોડા

દુકાનોમાંથી મીઠાઇઓના નમૂના લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા

Divyabhaskar.com Sep 12, 2018, 10:18 PM IST

વડોદરા: વડોદરા મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી જાણીતી મીઠાઇઓની દુકાનોમાં દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમે વિવિધ દુકાનોમાંથી મોદક સહિત મીઠાઇઓના નમૂના લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા.

 

 

આરોગ્ય વિભાગની ટીમે મીઠાઇના વેપારીઓને ત્યાં પાડ્યા દરોડા

 

13 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા ગણેશોત્સવમાં ગણપતિના પ્રસાદમાં મોદકનું વેચાણ વધુ થાય છે, ત્યારે શ્રદ્ધાળુઓએ શુદ્ધ મોદક મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા આજે વડોદરા શહેરની જાણીતી એમ્બેસેડર, દુલીરામ પેંડા, પાયલ સહિત વિવિધ મીઠાઇઓની દુકાનોમાં દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ રૂટીન ચેકિંગ છે. આમ છતાં ચેકિંગમાં માવામાંથી બનાવવામાં આવતા મોદકમાં આરોગ્યને નુકશાનકારક મિશ્રણ કરવામાં આવ્યું છે કે કેમ? તેની તપાસ કરવામાં આવી રહી છે. આજે આરોગ્ય વિભાગની 6 ટીમો દ્વારા ખંડેરાવ માર્કેટ રોડ, રાવપુરા, સયાજીગંજ, અલકાપુરી, માંજલપુર સિહત વિવિધ વિસ્તારોમાં આવેલી જાણીતી મીઠાઇઓની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.

 

આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ચેકિંગની સાથે મોદક અને વિવિધ પ્રકારની મિઠાઇઓના નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂના પૃથ્થકરણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ અભિયાન ગણેશોત્સવ રોજ ચાલુ રહેશે. તેમ આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા આ અભિયાનના પગલે મીઠાઇના વેપારીઓમાં ચકચાર મચી ગઇ હતી.

 

વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલો...

Share
Next Story

વડોદરાની એમએસ યુનિ.ના પ્રોફેસરે કરી વિદ્યાર્થિનીની છેડતી, તપાસના આદેશ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Red on sweet shop by health department for ganpati festival in vadodara
(News in Gujarati from Divya Bhaskar)