વડોદરાઃ ખેડૂતોના દેવા માફી કરવાની માંગ સાથે ઉપવાસ ઉપર બેઠેલા પાટીદાર નેતા હાર્દિક પટેલના સમર્થનમાં આજે પારૂલ યુનિવર્સિટીના 300 જેટલા વિદ્યાર્થીઓ કોલેજ બહાર સરકાર વિરુદ્ધ દેખાવો-સુત્રોચ્ચાર કર્યા હતા. પાટીદાર ટી-શર્ટ, ટોપી, બેનરો સાથે સ્ટુડન્ટો દ્વારા કરવામાં આવેલા દેખાવોને પગલે રોડ ઉપર એક કલાક સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો.
દેવા માફી અને અનામતની માંગ સાથે ચાલી રહ્યું છે આંદોલન
ખેડૂતોના દેવા માફ કરવા અને અનામતની માંગ સાથે છેલ્લા 19 દિવસથી પાટીદાર નેતા હાર્દિક પટેલ ઉપવાસ કરી રહ્યા છે. હાર્દિક પટેલને ગામેગામ અને શહેરોમાંથી સમર્થન મળી રહ્યું છે. હવે હાર્દિક પટેલના સમર્થનમાં યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા પાટીદાર સ્ટુડન્ટો પણ મેદાનમાં આવતા આવનારા દિવસોમાં હાર્દિક પટેલના સમર્થનમાં આંદોલન ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
સ્ટુડન્ટોએ કોલેજના ગેટ પાસે હાર્દિક પટેલના સમર્થનમાં કર્યા સુત્રોચ્ચાર
આજે વડોદરા નજીક આવેલી પારૂલ યુનિવર્સિટીના 300 ઉપરાંત પાટીદાર સ્ટુડન્ટોએ કોલેજના ગેટ પાસે હાર્દિક પટેલના સમર્થનમાં દેખાવો-સુત્રોચ્ચાર કર્યા હતા. પાટીદાર ટી-શર્ટ, પાટીદાર લખેલી ટોપી, જય પાટીદારના બેનરો સાથે સ્ટુડન્ટોએ દેખાવો કર્યા હતા. પાટીદાર સ્ટુડન્ટોએ જય સરદાર.. જય પાટીદાર.. તેમજ હાર્દિક તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ...ના સુત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે હાર્દિકે પારણાં કરી દીધા છે.
આગળના સ્લાઈડ્સમાં વાંચો, દેખાવોના પગલે વાઘોડિયા-વડોદરા રોડ ઉપર ચક્કાજામ સર્જાયો...