16 લાખ ટીનેજર્સ, 500થી વધુ સ્કૂલ હશે ન્યૂ વડોદરા 10 કિલોમીટર વધુ વિસ્તરશે

40 લાખની વસ્તી અને 8 લાખ મકાનો હશે, રાજ્યનો સૌથી મોટો ફ્લાયઓવર બનશે, નાના સર્કલ પર 1 લાખ અને મોટા સર્કલ પર 12 લાખ વાહનો

GSEB 500 સ્કૂલ 4,50,00 વિદ્યાર્થીઓ
Divyabhaskar.com Sep 12, 2018, 01:48 AM IST

વડોદરા: 18 લાખની વસતીવાળા વડોદરાનો વ્યાપ 2030માં 10 કિ.મી.થી  આગળ વધશે. વસતી 40 લાખ થશે. તેમાં 40% વસતી 5 થી 14 વર્ષના બાળકોની હશે. ડેવલપમેન્ટ પ્લાન વડોદરા-2030માં આ પ્રોજક્શન છે. આ દસ્તાવેજ ભાસ્કર પાસે છે. ધી ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976 હેઠળ વડોદરા અને આસપાસના 104 ગામોનો અભ્યાસ આ રિપોર્ટમાં છે. નવા વડોદરામાં 25 ગામોનો સમાવેશ થશે. અહીં 4 મહત્ત્વનાં સેક્ટરનો વિકાસ કેવો થશે તેનો ચિતાર આપ્યો છે, અને અંદરના પાને એક્સપર્ટની મદદથી નવા વડોદરા અને તેની સુવિધાઓને સમજવાનો પ્રયાસ કર્યો છે.

 

સ્ટેટ બોર્ડની સ્કૂલમાં 4.50 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે 

 

હાલમાં ગુજરાત સ્ટેટ બોર્ડની માન્યતાવાળી 350 સ્કૂલ્સ છે તેમાં વધુ 150નો ઉમેરો થશે. તેવી જ રીતે, િવદ્યાર્થીઓની સંખ્યા પણ 4.50 લાખે પહોચશે. સેન્ટ્રલ બોર્ડની 40 સ્કૂલમાં 40 હજાર વિદ્યાર્થીઓ છે તેમાં બમણો વધારો થશે. આઇટી યુગમાં 2030 સુધીમાં સ્કૂલના ક્લાસરૂમમાં બોર્ડ ચોકનું સ્થાન પ્રોજેકટર-સ્ક્રીન લેશે. 

 

ફાયદો: પેરિફેરી વિસ્તારમાં નવી સ્કૂલો ખોલશે, તેનો ફાયદો નાગરિકોને મળશે. RTE હેઠળ મધ્યમવર્ગીય બાળકોને પણ નામાંકિત સ્કૂલ્સમાં એડમિશન મળશે.

 

વધુ માહિતી માટે આગળ વાંચો....8 લાખ નવા આવાસો બનાવવા પડશે, મકાનો સસ્તા મળશે

Share
Next Story

ચેઇન સ્નેચિંગને રોકવા 8 બાઇક પર પોલીસની સુપર કોપ ટીમ સવાર-સાંજ પેટ્રોલિંગ કરશે

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: New Vadodara will expand more than 10 million more than 16 lakh Teens and more than 500 schools
(News in Gujarati from Divya Bhaskar)