ઉપરવાસમાં સતત વરસાદને પગલે નર્મદા ડેમની સપાટી 122.12 મીટરે પહોંચી

સરદાર સરોવરમાં છોડાઇ રહ્યું છે 58,485 ક્યુસેક પાણી, ડેમમાં 1596.64 MCM પાણીનો જથ્થો ઉપબલ્ધ

ઉપરવાસમાં સતત વરસાદને પગલે નર્મદા ડેમની સપાટી 122.12 ઉપર પહોંચી
Divyabhaskar.com Sep 01, 2018, 03:19 PM IST

રાજપીપળાઃ મધ્યપ્રદેશમાં વરસી રહેલા વરસાદના કારણે ઉપરવાસમાંથી પાણીની આવક થતાં નર્મદા ડેમની સપાટી 122.12 મીટરે પહોંચી છે. સરદાર સરોવરમાં હાલ 58,485 ક્યુસેક પાણીની આવક છે.  

 

 

નર્મદા ડેમની સપાટી 122.12 ઉપર પહોંચી

 

નર્મદા ડેમની સપાટી 122.12 મીટર પર પહોચતા રાજ્યમાંથી જળ સંકટ ટળી ગયું છે. રાજ્યમાં પીવાના પાણીની જરૂરિયાતને પુરી કરવા કેનાલ હેડ પાવર હાઉસના બે ટર્બાઇન ચાલુ કરી 10,012 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસમાં 1,214 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરાઇ રહી છે. ડેમમાં 1596.64 MCM પાણીનો જથ્થો ઉપલબ્ધ છે 

 

જૂન-2014માં નર્મદા ડેમની ઉંચાઇ 121.92 મીટરથી વધારીને 138.68 મીટર કરવાની કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ ગત વર્ષે ડેમની ઉંચાઇ વધારવાની કામગીરી પૂર્ણ થઇ હતી. જેનું લોકાર્પણ વડાપ્રધામ મોદીએ કર્યું હતું. હાલ નર્મદા ડેમની સપાટી 122.12 મીટરે પહોંચતા ડેમની અગાઉ જે સપાટી હતી તેને પાર કરી ગઇ છે.

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Narmada dam level reach 122.12 meter today morning in kevadiya colony
(News in Gujarati from Divya Bhaskar)