Loading...

VIDEO: સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી અંતિમ તબક્કામાં, ડ્રોનથી દેખાય છે આવો નજારો

સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમાની 85 ટકા કામગીરી પૂર્ણ, 31 ઓક્ટોબરે પીએમ મોદી કરશે લોકાર્પણ

Divya Bhaskar Aug 26, 2018, 04:26 PM
નર્મદા ડેમ પર વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી અંતિમ તબક્કામાં, ડ્રોનનો નજારો

નર્મદાઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા ડેમ પાસે આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી 182 મીટર ઉંચી પ્રતિમાનું 31 ઓક્ટોબરે લોકાર્પણ કરશે. જેને પગલે શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને નિર્ધારીત સમયમાં કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી હતી. સ્યુચ્યુ ઓફ યુનિટીની કામગીરી હવે અંતિમ તબક્કામાં છે ત્યારે તેનો ડ્રોનથી અદભૂત નજારો દેખાય છે.

સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમાની 85 ટકા કામગીરી પૂર્ણ

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમથી ત્રણ કિ.મી.ના અંતરે આવેલી સાધુ ટેકરી પર સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી 182 મીટર ઉંચી પ્રતિમાની 85 ટકા કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટર ઉંચી પ્રતિમાનું નિર્માણ 3 જુન 2018 સુધીમાં કરી દેવાનું આયોજન હતું. પરંતુ નિર્ધારીત સમય કરતાં બે મહિના કામ મોડુ ચાલી રહ્યું છે. 31મી ઓકટોબરે સ્ટેચ્યુનું લોકાર્પણ કરવા સરકાર તત્પર છે અને ત્રણ મહિનામાં બીજી વખત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેવડીયાની મુલાકાત લઇ અધિકારીઓને સૂચનાઓ આપી છે.

વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Drone view of statue of unity on Narmada dam near rajpipla
(News in Gujarati from Divya Bhaskar)