Loading...

મહીસાગર જિલ્લામાં અન્યાય થવા અંગે શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત

રાજ્ય પારિતોષિક-2018ની પસંદગીમાં અન્યાય

Divya Bhaskar Aug 29, 2018, 01:35 AM

લુણાવાડાઃ મહીસાગર જિલ્લામાં શિક્ષકદિને જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક, મુખ્યમંત્રીના હસ્તે સર્વગુણ શ્રેષ્ઠ શિક્ષક અને રાજ્યનો પ્રતિષ્ઠિત ગણાતો મોરારી બાપુનો ચિત્રકૂટ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદ થનાર શિક્ષક રામજીભાઇ વણકરે રાજ્ય પારિતોષિક-2018 માં અન્યાય બાબતે શિક્ષણમંત્રીને લેખિત રજૂઆત કરી હતી. મહીસાગર જિલ્લામાં રાજ્ય પારિતોષિક –2018 ની પસંદગીમાં અન્યયાય થવા બાબતે લુણાવાડા તાલુકાની પાલેશ ફળિયા કાકચિયા પ્રા.શાળાના મુખ્ય શિક્ષક રામજીભાઇ એન.વણકરે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લેખિત રજૂઆત કરતાં જણાવ્યુ છે કે, આ વર્ષે નિયમોનુસાર તેઓએ રાજ્ય પારિતોષિક માટે ફાઇલ મૂકેલી હતી.

અનેક સહઅભ્યાસીક પ્રવૃત્તિઓ, શૈક્ષણિક સેમિનારો, વિવિધ કેમ્પો યોજી સામાજિક સેવાનું કાર્ય કરતાં

જેમાં આજરોજ શિક્ષણ વિભાગ તરફથી પ્રસિધ્ધ થયેલી યાદીમાં અન્યાય થયાનો અહેસાસ થતાં લેખિત અરજી અંગે વિચારણા કરવા જણાવ્યુ છે.જેમાં જીલ્લામાં સામાજિક પ્રતિષ્ઠા, નિષ્ઠા અને કાર્યદક્ષતા પૂર્ણ 35 વર્ષની કામગીરીમાં અવનવા પ્રયોગો સાથે બાળકોને પ્રોત્સાહિત કરવા સાથે અનેક સહઅભ્યાસીક પ્રવૃત્તિઓ, શૈક્ષણિક સેમિનારો, વિવિધ કેમ્પો યોજી સામાજિક સેવાનું કાર્ય કરતાં છેલ્લા 33 વર્ષથી તેજસ્વી વિદ્યાર્થીઓને જાહેર મેળાવડા યોજી ઈનામ વિતરણ કાર્યક્રમ કરી રહેલ છે.

શિક્ષક દિને વિધાનસભાના દંડક ભરતસિંહ ડાભીના હસ્તે મહીસાગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળેલ છે

લોક સહયોગ લોક-ભાગીદારીથી પ્રતિષ્ઠાવાન નાગરિકોના સહયોગથી શાળાના બાળકોની સુવિધામાં વધારો કરવા સાથે સ્વચ્છતા અભિયાનને ધ્યાનમાં રાખી બાલ સ્વચ્છતા કીટ, રાત્રિના વાલી સંમેલનો, સામાજિક ઉત્થાન, રાષ્ટ્રીય અને સામાજિક તહેવારોની ઉજવણી સાથે સરકારની યોજનાઓનો સંસ્થાકીય અને વ્યક્તિગત પ્રચાર-પ્રસારમાં અગ્રેસર રહ્યા છે. તેમની આ પ્રવૃત્તિઓની નોંધ લેતા 2017 ના વર્ષમાં શિક્ષક દિને વિધાનસભાના દંડક ભરતસિંહ ડાભીના હસ્તે મહીસાગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળેલ છે. આ ઉપરાંત શ્રેષ્ઠ યુવા એવોર્ડ મેળવનાર શિક્ષક રામજીભાઇએ શિક્ષણમંત્રીને વધુમાં રજૂઆત કરતાં જણાવ્યુ છે કે, અનેક ક્રિયાત્મક સંશોધન, અનેક પુસ્તકોની લેખન પ્રવૃત્તિની સાથે સાથે જિલ્લાની શાળાઓમાં વિનામુલ્યે વિતરણ પણ કરવામાં આવ્યું છે.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Written submission to the Education Minister about injustice in Mahisagar district
(News in Gujarati from Divya Bhaskar)