Loading...

મહીસાગર જિલ્લાના ખેડૂતો માટે ગરીયા મુકામે સજીવ ખેતી અંગેની તાલીમ યોજાઈ

મહીસાગર જિલ્લાના ખેડૂતો સજીવખેતી અપનાવે તેવી હિમાયત કરતા જિલ્લા વિકાસ અધિકારી

Divya Bhaskar Aug 29, 2018, 12:47 AM

લુણાવાડાઃ મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ગરીયા મુકામે આત્મા પ્રોજેકટ દ્રારા મહીસાગર જીલ્લાના ખેડૂતો સજીવ ખેતી તરફ વળે તે ઉમદા હેતુસર જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.જે.ઝિંદાલ અને મહાનુભાવોની ઉપસ્થિતીમાં સજીવ ખેતી અંગેની તાલીમ યોજાય હતી. ખેડૂતોને સંબોધતા અરવિંદ વિજયે જણાવ્યું હતુ કે ખેડૂતો આધુનિક ખેતી અપનાવી વૈજ્ઞાનીક ઢબે ખેતી કરી આર્થિક અને સમાજીક રીતે પગભર થાય તેવા પ્રયાસો સરકારશ્રી દ્રારા હાથ ધરાયેલ છે જેનો મહતમ લાભ લેવા ખેડૂતોને અપીલ કરી હતી.

જીલ્લા ખેતીવાડી અધિકારી ઝિંદાલે કાર્યક્રમની રૂપરેખા આપીને સજીવ ખેતીમાં જોડાવા ખેડુતોને હાંકલ કરી હતી

જિલ્લાના ખેડૂતો સજીવખેતી અપનાવે તેવી હિમાયત કરી હતી તેમજ સજીવ ખેતીના લાભો અને માર્કેટ બાબતે ખેડુતોને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં આણંદ કૃષિ યુનિવર્સીટી અને કૃષિ વિજ્ઞાન કેંદ્ર અરણેજથી ઉપસ્થિત કૃષિ અને પશુપાલનના વૈજ્ઞાનિકોએ ખેડુતોને સજીવ ખેતી બાબતે વિસ્તૃત માર્ગદર્શન અને માહિતી આપી હતી તેમજ જીલ્લા ખેતીવાડી અધિકારી ઝિંદાલે કાર્યક્રમની રૂપરેખા આપીને સજીવ ખેતીમાં જોડાવા ખેડુતોને હાંકલ કરી હતી. આ પ્રસંગે નાયબ ખેતી નિયામક તાલીમ ખેડૂત તાલીમ કેન્દ્ર ગોધરાના એ.આઈ.પઠાણે જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો સજીવ ખેતીમાં જોડાય તે બાબતે જરૂરી માહિતી પૂરી પાડી હતી. અમદાવાદથી ઉપસ્થિત ડી.બી.પટેલે રજીસ્ટ્રેશન બાબતે માહિતી આપી હતી. આ સજીવ ખેતી તાલીમ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લાના તાલુકાના ખેડૂતો સાથે ગ્રામસેવક-વિસ્તરણ અધિકારીઓ તથા આત્મા સ્ટાફ ઉપસ્થિત રહયાં હતા.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Training for organic farming took place at Garhiya for farmers of Mahisagar district
(News in Gujarati from Divya Bhaskar)